અયોધ્યા રામ મંદિર : દેશભરમાં દિવાળી જેવો માહોલ, ઠેર -ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી

ayodhya ram mandir : અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22મી જાન્યુઆરી યોજાશે. દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

ayodhya ram mandir : અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22મી જાન્યુઆરી યોજાશે. દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ayodhya ram mandir pran pratishtha, ayodhya ram mandir

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઘણા સ્થળો પર રોશની કરવામાં આવી છે

ayodhya ram mandir pran pratishtha : અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22મી જાન્યુઆરી યોજાશે. દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર -ઠેર રામયાત્રા અને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરો અને ઘરોમાં રોશની કરવામાં આવી છે. શહેરો હોય કે ગામડા દરેક સ્થાને ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. 500 વર્ષથી રામ મંદિરની રાહ જોઇ રહ્યા હતો તેની આતુરતાનો 22મી જાન્યુઆરીએ અંત આવશે.

Advertisment

અમદાવાદ રવિવારે સવારથી વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગર ખાતે આવેલા રામજી મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતમાં ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જહાંગીરપુરામાં તાપી આરતી ઘાટ ખાતે બે લાખથી વધુ દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા આવ્યા ત્યારે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. તેવો જ માહોલ હાલ અયોધ્યા સહિત સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ પણ લોકોને દિવાળીની જેમ ઉજવણી કરવાની વાત કહી હતી. અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં માટે 6 અલગ અલગ રાજ્યમાંથી 30 હજારથી વધુ ફૂલો લાવ્યા છે. તે હનુમાનઢીથી લઈ આખા અયોધ્યાને ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો - અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા તમારા દરેક સવાલોના જવાબ

Advertisment

મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?

વૈદિક કાળથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ કોઈ પણ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. તેને સૌથી પહેલા વિધિ- વિધાન સાથે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એટલે કે કોઇ પણ મૂર્તિમાં જ્યારે વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને ખાસ વિધિઓ દ્વારા તેમાં પ્રાણની પ્રતિષ્ઠા (સ્થાપિત) કરવામાં આવે છે, તો તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા મૂર્તિને પ્રાર્થના સ્વીકારવાની અને વરદાન આપવાની ક્ષમતા આપે છે.

Ayodhya રામ મંદિર ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ