સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાય, આમંત્રણનો અસ્વીકાર કર્યો

Ayodhya Ram Mandir : આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ આરએસએસ/ભાજપે લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે

Written by Ashish Goyal
Updated : January 10, 2024 17:08 IST
સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાય, આમંત્રણનો અસ્વીકાર કર્યો
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે (X/ ShriRamTeerth)

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થછશે નહીં. આ સિવાય અધીર રંજન ચૌધરી પણ આ કાર્યક્રમમાં સામેલ થશે નહીં. આ બધા નેતાઓને રામ મંદિર ટ્રસ્ટ તરફથી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાર્ટી તરફથી આ મામલે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે નિવેદન જાહેર કરીને કહ્યુ કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યુ છે. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ આરએસએસ/ભાજપે લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે.

આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિરમાં અત્યાર સુધીમાં કેટલું મળ્યું દાન, પહેલો માળ માત્ર વ્યાજના પૈસાથી જ થયો તૈયાર

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટપણે ચૂંટણી લાભ માટે કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદા બાદ અને ભગવાન રામનું સન્માન કરનારા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ આરએસએસ/ભાજપના કાર્યક્રમના નિમંત્રણને સન્માનપૂર્વક અસ્વીકાર કરી દીધો છે. આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ