/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/arvind-kejriwal-1.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પણ વાર કાર્યક્રમમાં આવવાની ના પાડી ન હતી (તસવીર - સોશિયલ મીડિયા)
Ayodhya Ram Mandir Pran Pratistha : રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થયો છે. જે કાર્યક્રમને લઇને વિપક્ષમાં ધર્મસંકટની સ્થિતિ બની હતી તે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. હવે પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગઇ છે, રામલલા પણ સિંહાસન પર બિરાજમાન થઈ ગયા છે, પણ સવાલ રહી ગયો કે વિપક્ષનું આ કાર્યક્રમથી દૂર રહેવું તે સાચું હતું કે ખોટું? પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જે દલીલોના આધારે કાર્યક્રમથી દૂરી બનાવી રાખી તે તર્કસંગત રહ્યું?
જ્યારે કોંગ્રેસે આ કાર્યક્રમમાં આવવાની ના પાડી ત્યારે તેણે બંને તરફથી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોઈને ખરાબ ન લાગે તે માટે તેમણે કહ્યું કે તે સન્માન સાથે અસ્વીકાર કરે છે. પરંતુ જે કારણોસર પાર્ટીએ આ કાર્યક્રમમાં આવવાની ના પાડી હતી તે ચોક્કસપણે તેને વિવાદોમાં લાવી દીધી હતી. પાર્ટીએ તેને રાજકીય ઘટના ગણાવી હતી, જેને સીધી રીતે પીએમ મોદી અને સંઘ સાથે જોડી દીધી હતી. એટલે કે કોંગ્રેસે એક ધાર્મિક કાર્યક્રમને રાજકીય ગણાવ્યો હતો.
હવે કોંગ્રેસની જેમ ઉદ્ધવ ઠાકરેએ પણ આ કાર્યક્રમથી અંતર બનાવી લીધું હતું. પહેલા તો તેમને આમંત્રણ ન મળ્યું બાદમાં સ્પીડ પોસ્ટથી આવ્યું હતું. તેમનો તર્ક એવો હતો કે મંદિર આંદોલનમાં ભાજપ નહીં પણ તેમના પિતા બાળાસાહેબ ઠાકરેનો ફાળો હતો. સંજય રાઉતે તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો કોંગ્રેસની જગ્યાએ ભાજપની સરકાર હોત તો બાબરી મસ્જિદને ક્યારેય ધ્વસ્ત કરવામાં આવી ન હોત. પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીએ પોતાનો ધર્મનિરપેક્ષ દાવ રમ્યો હતો અને તમામ ધર્મો માટે સન્માનની વાત કરી હતી.
આ પણ વાંચો - અમૃતસર અને તિરુપતિ પાછળ રહી જશે! અયોધ્યા ધાર્મિક પર્યટનના તમામ રેકોર્ડ તોડશે – રિપોર્ટમાં દાવો
પરંતુ સૌથી અલગ અને સૌથી સચોટ રણનીતિ કહી શકાય તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અપનાવી હતી. તેમણે એક પણ વાર કાર્યક્રમમાં આવવાની ના પાડી ન હતી. તેમણે એક પણ વાર એવું નથી કહ્યું કે આ ભાજપનો કાર્યક્રમ છે. તેમને એ પણ સમજાતું હતું કે આ કાર્યક્રમ દ્વારા ભાજપ ચોક્કસપણે રાજકીય માઇલેજ લેશે. પરંતુ તેમ છતાં તેમણે પોતાની રાજકીય કુનેહ બતાવી અને તેમને હિન્દુ વિરોધી કે મંદિર વિરોધી કહી શકે તેવું નિવેદન આપ્યું ન હતું.
મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મને 22 જાન્યુઆરીનું આમંત્રણ મળ્યું નથી. એક પત્ર ચોક્કસ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિગત રીતે ફોન કરવા આવશે. જોકે કોઈ આવ્યું નથી. આમ પણ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઘણા વીવીઆઈપી આવી રહ્યા છે, આવી સ્થિતિમાં એક જ વ્યક્તિ જઈ શકે છે. હું મારી પત્ની અને બાળકો સાથે ત્યાં જવા માંગુ છું. મારા માતાપિતા પણ ત્યાં જવા માટે ઉત્સાહિત છે. એટલે હવે 22 પછી મોકો મળતા જ હું આખા પરિવાર સાથે ત્યા જઇશ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us