/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ayodhya-Ram-Mandir-Diya.jpg)
અયોધ્યા રામ મંદિર દિવાઓથી ઝળહળી ઉઠશે
Ayodhya Ram Mandir : અયોધ્યા આ સમયે રામમય બની ગયું છે. દરેક જગ્યાએ જય શ્રી રામના નામની જય જય કાર થઈ રહી છે. આ સમયે ભક્તો ભક્તિમાં લીન છે. અભિષેકની વિધિ પૂરી થઈ ગઈ છે. આજે રાત્રે રામ મંદિરમાં જ્યોત પ્રગટાવવામાં આવશે. આખી અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠશે. આ માટે લાખો દીવા પ્રગટાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, બારાબંકીની 300 મહિલાઓના સમૂહે નવો રેકોર્ડ બનાવ્યો છે. મહિલાઓએ આખી રાત મહેનત કરી 12 કલાકમાં એક લાખ દીવા બનાવવાનું કામ પૂર્ણ કર્યું. આ દીવાઓનો ઉપયોગ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી ઉજવણી માટે કરવામાં આવશે. આ દીવાઓના પ્રકાશથી સમગ્ર અયોધ્યા ઝળહળી ઉઠશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઈકો ફ્રેન્ડલી લેમ્પ્સનો ઉપયોગ સૂર્ય કુંડમાં કરવામાં આવશે.
એક એનજીઓ સાથે સંકળાયેલા નિમિત સિંહ (33)એ કહ્યું કે, તેમને 18 જાન્યુઆરીએ અયોધ્યા સિટી કમિશન ઓફિસમાંથી એક લાખ લેમ્પ્સનો ઓર્ડર મળ્યો હતો. “દરેક લેમ્પની કિંમત રૂ. 5 હોવાથી 5 લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટ સાથે, મેં તરત જ ચેનપુરવા અને રાજૌલી ગામની મહિલાઓને એકત્ર કરી… થોડા કલાકોમાં, 300 મહિલાઓ દીવા બનાવવા માટે સંમત થઈ ગઈ.
મહિલાઓએ 12 કલાકમાં કામ પૂરું કર્યું
મહિલાઓ આ પવિત્ર પ્રસંગમાં તેમની નિષ્ઠાથી યોગદાન આપવા માટે એટલી ઉત્સુક હતી કે, તેઓએ 12 કલાકના રેકોર્ડ સમયમાં કામ પૂર્ણ કર્યું. મહિલાઓએ આખી રાત દીવા બનાવવાનું કામ કર્યું. આ પછી, 20 જાન્યુઆરીએ અયોધ્યા સિટી કમિશનના કાર્યાલયમાં દીવા પહોંચાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Ram Mandir Pran Pratistha : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલી 10 મોટી વાતો
IAS ઓફિસર અને મસોધા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર પૂજા સાહુએ કહ્યું, “પરંપરાગત તેલના દીવાઓને બદલે મીણના દીવા પર્યાવરણને સ્વચ્છ રાખે છે. આને બનાવવામાં કોઈ રંગનો ઉપયોગ કરવામાં આવતો નથી.” કમિશને તાજેતરમાં જ વેક્સ લેમ્પ વિશે જાણ્યું. આ લેમ્પ ઇકો ફ્રેન્ડલી છે. જેના કારણે મહિલાઓને રોજગારી પણ મળી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં લગભગ 10 લાખ દીવા પ્રગટાવવામાં આવે તેવી શક્યતા છે. સાંજે અયોધ્યા દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us