/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/PM-Modi-Ram-Jyoti.jpg)
પીએમ મોદીએ સાંજે પીએમ આવાસ પર દીપ પ્રગટાવ્યા હતા (Pics @narendramodi)
Ram Mandir Pran Pratistha : રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચુકી છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય યજમાન તરીકે ભાગ લીધો હતો. 500 વર્ષ પછી ભગવાન રામની અયોધ્યામાં બિરાજમાન થયા છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ મોદીએ સાંજે પીએમ આવાસ પર દીપ પ્રગટાવ્યા હતા. PM એ ભગવાન રામની પ્રતિમા આગળ દીપ પ્રગટાવી ઉજવણી કરી હતી. પીએમના આવાસમાં ભગવાન રામની નવી તસવીર લગાવવામાં આવી છે.
અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પછી દેશભરમાં દિવાળીની જેમ ઉજવણી થઇ રહી છે. પીએમ મોદીએ આ પ્રસંગે ટ્વિટ કર્યું હતું કે આજે રામ લલા અયોધ્યા ધામમાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. આ શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ રામ જ્યોતિ પ્રગટાવે અને તેમના ઘરે પણ તેમનું સ્વાગત કરે. જય સિયા રામ!.
रामज्योति! #RamJyotipic.twitter.com/DTxg2QquTT
— Narendra Modi (@narendramodi) January 22, 2024
ઉત્તર પ્રદેશમાં સરયુ નદી પર લાખો દીપ પ્રગટાવ્યા હતા. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ નરેન્દ્ર મોદીને મંચ પરથી ચરણામૃત કેમ પીવડાવ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંઘ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ સાથે મનાવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.
પ્રભુ શ્રી રામ 500 વર્ષ બાદ અયોધ્યા પધાર્યા છે ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીની અપીલના પ્રતિસાદરૂપે સમગ્ર… pic.twitter.com/8valeEne0f— Bhupendra Patel (@Bhupendrapbjp) January 22, 2024
ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું કે ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ સાથે મનાવવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. પ્રભુ શ્રી રામ 500 વર્ષ બાદ અયોધ્યા પધાર્યા છે ત્યારે માનનીય વડાપ્રધાનની અપીલના પ્રતિસાદરૂપે સમગ્ર ગુજરાતમાં નાગરિકો દિપોત્સવ મનાવી રહ્યા છે. જે અંતર્ગત, આજે સંધ્યા સમયે મારા નિવાસસ્થાને શ્રી રામ જ્યોત પ્રગટાવીને દીપમાળા તથા ફુલ શણગાર સજાવટથી પ્રભુ શ્રી રામના આગમનના વધામણાં કર્યા. જય શ્રી રામ.
નેપાળમાં જનકપુરમાં પણ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. દેશભરમાં ગામે ગામમાં મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રાત્રે દિપ પ્રગટાવી ઉજવણી કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us