Ayodhya Ram Mandir Pran Pratishtha Date Time And Shubh Muhurat: અયોધ્યા રામ મંદિરમાં આજે 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. લગભગ 500 વર્ષ બાદ રામ લલ્લા તંબુમાંથી હવે મંદિરમાં બિરાજમાન થશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ઉત્સવે જેવો માહોલ છે. ભારતના દરેક રાજ્ય, જિલ્લા, શહેર અને ગામ પ્રભુ રામના આગમન માટે સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. દરેકને એ જ ક્ષણનો ઇતેંજાર છે ‘રામ આયેંગે’…
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો 84 સેકન્ડનો શુભ મુહૂર્ત
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિશેષ શુભ મુહૂર્તમાં થઇ રહી છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.
પ્રાણ પ્રતિષ્ઠાના સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં 5 વ્યક્તિ જ હાજર રહેશે
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી 7000થી વધુ મહેમાનો અયોધ્યા આવી રહ્યા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે માત્ર 5 જ વ્યક્તિઓ હાજર રહેશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલી, સંઘના પ્રમુખ મોહન ભાગવત અને રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર હાજર રહેશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરમાંથી 15 યુગલની યજમાન તરીકે પસંદગી
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના હવન-યજ્ઞ માટે દેશભરમાંથી 15 યુગલોની પસંદગી કરવામાં આવી છે. સોમવારે દેશભરમાંથી વિવિધ જાતિઓ અને વર્ગોના 15 યુગલો પણ અયોધ્યામાં રામલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન યજમાનની ફરજ નિભાવશે. અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શનિવારે 14 નામોની યાદી શેર કરતા કહ્યું હતું કે અન્ય ઘણા નામોની જાહેરાત પછીથી કરવામાં આવશે.
આ પણ વાંચો | Ayodhya Ram Mandir Live Updates: 500 વર્ષનો ઇંતેજાર સમાપ્ત, અયોધ્યામાં આજે આવશે શ્રીરામ
આ દંપતિઓમાં દલિત, આદિવાસી, ઓબીસી અને અન્ય જાતિઓનો સામેલ હશે. યજમાનના રૂપમાં આ દંપતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં રામ મંદિર અભિષેક સમારોહ દરમિયાન વિધિ કરશે.