/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Ayushman-Bhav-Yojna.jpg)
આયુષ્યમાન ભવ: યોજના શું છે (ફોટો - પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા ટ્વીટર)
આયુષ્માન ભવ: યોજનાનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાજભવનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પહેલ શરૂ કરી. આ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની દેશવ્યાપી પહેલ છે. ‘આયુષ્માન ભવ’ નો ઉદ્દેશ્ય દેશના દરેક ગામ અને નગર સુધી આરોગ્ય સેવાઓની પહોંચ પૂરી પાડવાનો છે.
આ પહેલ ‘આયુષ્માન ભારત’ કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ અભિયાન PM મોદીના જન્મદિવસ એટલે કે, 17 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ આગામી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયુષ્યમાન યોજનાથી જોડાયેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો પર આયુષ્યમાન મેળો આયોજિત કરવામાં આવશે.
કોને મળશે લાભ?
જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફત સારવાર આપવામાં આવશે. પાત્રતા ધરાવતા લોકો માટે તાત્કાલિક કાર્ડ બનાવવામાં આવશે. દેશના તમામ જિલ્લાઓની મેડિકલ કોલેજો અને બ્લોકમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે.
અમે તમને જણાવી દઈએ કે, આયુષ્માન ભવ અભિયાન એક વ્યાપક દેશવ્યાપી આરોગ્યસંભાળ પહેલ છે. તેનો ઉદ્દેશ્ય દેશના ગામડાઓ અને શહેરોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.
ગત મંગળવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, આ દેશવ્યાપી કાર્યક્રમ સેવા પખવાડા દરમિયાન લાગુ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં આરોગ્ય સેવાઓ તેમજ રક્તદાન અને અંગદાન અભિયાનનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે, આ કાર્યક્રમ દરમિયાન કેમ્પ યોજીને 60 હજાર લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે. આરોગ્ય મંત્રીએ આયુષ્માન ભવના લોન્ચિંગ માટે ચાલી રહેલી તૈયારીઓનો સ્ટોક લેવા માટે આરોગ્ય મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ ચર્ચા કરી હતી.
આયુષ્માન ભવ કાર્યક્રમ હેઠળ, આયુષ્માન મેળા હેઠળ લગભગ 1.17 લાખ આયુષ્માન ભારત-HWC અને CHCમાં ABHA ID બનાવવાનું કામ પણ કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us