અમૃતપાલ સિંહને શરણ આપનારી બલજીત કૌર કોણ છે? તપાસ એજન્સીઓએ બતાવ્યું કનેક્શન

baljit kaur, amritpal singh case : હરિયાણા અને પંજાબ પોલીસે સંયુક્ત અભિયાન ચલાવીને ગુરુવારે કુરુક્ષેત્રમાંથી કૌરની ધરપકડ કરી હતી. તે અમૃતપાલ સિંહના સહયોગી પપ્પલપ્રીતને બે વર્ષથી વધુ સમયથી જાણતી હતી.

Written by Ankit Patel
Updated : March 24, 2023 12:15 IST
અમૃતપાલ સિંહને શરણ આપનારી બલજીત કૌર કોણ છે? તપાસ એજન્સીઓએ બતાવ્યું કનેક્શન
બલજીત કૌર ફાઇલ તસવીર

વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહને શરણ આપવાના આરોપમાં એક 30 વર્ષીય મહિલા બલજીત કૌરની ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા અને પંજાબ પોલીસે સંયુક્ત અભિયાન ચલાવીને ગુરુવારે કુરુક્ષેત્રમાંથી કૌરની ધરપકડ કરી હતી. અનેક સીસીટીવી ફૂટેજથી તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે અમૃતપાલ અને તેના નજીકના સહિયોગી પપ્પલપ્રીત સિંહ 19 માર્ચની રાત્રે કૌરના ઘરે પહોંચ્યા હતા. જ્યાં નિર્માણાધીન ઘરમાં રોકાયા હતા. તપાસ એજન્સીઓનું કહેવું છે કે કૌરની ખુબજ કટ્ટરપંથી માનસિક્તા છે. તે અમૃતપાલ સિંહના સહયોગી પપ્પલપ્રીતને બે વર્ષથી વધુ સમયથી જાણતી હતી.

કોણ છે બલજીત કૌર?

હિસારની એમબીએ ગ્રેજ્યુએટ કૌરે તપાસ એજન્સીઓને જણાવ્યું કે રાત્રે જ્યારે પપ્પલપ્રીત અને અમૃતપાલ તેના ઘરે પહોંચ્યા હતા યારે અમૃતપાલ પાસે બંદૂક હતી. એક ઉચ્ચ પદસ્થ સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કૌર હથિયારની બનાવટની ઓળખ ન કરી શકી. એ સ્પષ્ટ ન્હોતું કે અમૃતપાલ પાસે પિસ્તોલ હતી કે માઉજર. તપાસ એજન્સીઓએ કૌરના ફોન અને સોશિયલ મીડિયા હેન્ડલથી જાણ્યું કે તે રેડિકલ લિટરેચરનો કોર્ષ કરી રહી હતી.

તપાસ એજન્સીઓએ જાણ્યું કે કૌરે પપ્પલપ્રીત માટે ઐતિહાસિક ગુરુદ્વારા પર કેટલાક વીડિયો બનાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પંજાબ સુખચૈન સિંહ ગીલે મીડિયા સાથે વાત કરી હતી કે કૌરની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ પોલીસની એક ટીમ તેને આગળની પૂછપરછ માટે પંજાબ લઈ જઈ રહી છે.

આ પણ વાંચોઃ- પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની એનઆરઆઈ પત્નીની પૂછપરછ કરી, જાણો ઘટનાની અપડેટ્સ

સૂત્રોએ ખુલાસો કર્યો કે તે તેનો ભાઈ હરવિંદર હતો, જે શાહબાદ ખાતે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઑફિસમાં કામ કરે છે. જેણે અમૃતપાલના આગમન વિશે બુધવારે પોલીસને સૌ પ્રથમ ચેતવણી આપી હતી. જો કે, તપાસ એજન્સીઓએ આ અંગે કંઈપણ ટિપ્પણી કરી ન હતી અને માત્ર એટલું જ જાળવી રાખ્યું હતું કે “અમૃતપાલના સમર્થકોની ચાલી રહેલી ધરપકડમાં કોઈ નિર્દોષની ધરપકડ કરવામાં આવશે નહીં”.

આ પણ વાંચોઃ- અમૃતપાલ સિંહ જે કારમાં ભાગ્યો તે પોલીસે જપ્ત કરી, ભગાડવામાં મદદ કરનાર ચાર આરોપીઓ પકડાયા

સૂત્રોએ ઉમેર્યું હતું કે અમૃતપાલ અને પાપલપ્રીતે 19 માર્ચની આખી રાત કૌરના ઘરે વિતાવી હતી, અને બંનેએ થોડા કૉલ કરવા માટે તેના મોબાઇલ ફોનનો ઉપયોગ પણ કર્યો હતો. કૌરે તેની પૂછપરછ કરનારા અધિકારીઓને પણ કહ્યું છે કે તેણે પપલપ્રીત અને અમૃતપાલની ઉત્તરાખંડ ભાગી જવાની યોજના સાંભળી હતી. તપાસ એજન્સીઓ હવે તેમના ઠેકાણા શોધવા માટે કોલ રેકોર્ડની તપાસ કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ