/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Bangalore-Cheater.jpg)
બેંગ્લોરના 5 દોરણ પાસ ભેજાબાજે 15 મહિલાઓને છેતરી - કરોડો રૂપિયાની લૂંટ કરી (ફોટો - એક્સપ્રેસ)
કિરણ પ્રસર : મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર કથિત રીતે મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર બેંગલુરુના રહેવાસીના કેસની તપાસ કરતી વખતે મૈસૂર પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મૈસુર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) રાધા એમએ જણાવ્યું હતું કે, તેણે 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાનું તપાસકર્તાઓ માટે "આઘાતજનક" હતું. જો કે, એસઆઈને ખરેખર એ જાણીને આશ્ચર્ય થયું કે, તે અન્ય નવ મહિલાઓ સાથે પણ વાતચીત કરી રહ્યો હતો. તેઓ બધા દેખીતી રીતે તેની સાથે લગ્ન કરવા તૈયાર હતા.
હેશ કેબી નાયકના 15 લગ્નોમાં ત્રણ પત્નીઓમાંથી કુલ પાંચ બાળકો
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી મહેશ કેબી નાયકને ત્રણ પત્નીઓમાંથી કુલ પાંચ બાળકો છે. તેણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ પાસેથી 3 કરોડ રૂપિયાથી વધુની ચોરી કરી હોવાનો આરોપ છે. બનાશંકરી નિવાસી 35 વર્ષીય મહેશ કેબી નાયકે માત્ર પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તો, તે લગ્ન માટે મહિલાઓને આકર્ષવા માટે છેલ્લા 10 વર્ષથી મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર કથિત રૂપે ડૉક્ટર અથવા એન્જિનિયર તરીકે પોતાની જાતને ઓળખાવી રહ્યો હતો.
45 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરની ફરિયાદના આધારે ધરપકડ
સોફ્ટવેર એન્જિનિયરે ફરિયાદ નોંધાવ્યા બાદ ગયા અઠવાડિયે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ વર્ષની શરૂઆતમાં આ મહિલા સાથે લગ્ન કર્યા હતા. એફઆઈઆર મુજબ, બેંગલુરુમાં રહેતા 45 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર મહિલાની ફરિયાદને કારણે નાયકની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બંને 22 ઓગસ્ટ, 2022ના રોજ એક મેટ્રિમોનિયલ વેબસાઇટ પર મળ્યા હતા. નાયકે પોતાને મૈસુરમાં રહેતા ઓર્થોપેડિક સર્જન હોવાનો દાવો કર્યો હતો અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
22 ડિસેમ્બરે મળવા બોલાવી, મૈસુરની મુલાકાત લીધી અને 28 જાન્યુઆરીએ લગ્ન કર્યા
નાયક 22 ડિસેમ્બર, 2022ના રોજ મહિલાને મૈસુર લાવ્યો હતો. ત્યાં તે તેણીને જોવાલાયક સ્થળોની મુલાકાતે લઈ ગયો અને તેને ભાડે લીધેલા મકાનમાં લઈ ગયો, પરંતુ તેણીને કહ્યું કે, તે માલિક છે. એફઆઈઆર અનુસાર, તેણે તેને એમ પણ કહ્યું હતું કે, તે શહેરમાં એક નવું ક્લિનિક શરૂ કરી રહ્યો છે. તેઓએ આ વર્ષે 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમની એક આલીશાન હોટલમાં લગ્ન કર્યા હતા. ફરિયાદ કરનાર મહિલા મૂળભૂત રીતે તે જ સ્થળની રહેવાસી છે.
70 લાખની લોન ન અપાવતા, પત્ની પાસેથી 15 લાખ રોકડા અને સોનું લૂંટી લીધું
લગ્નના બીજા દિવસે બંને મૌસુર આવ્યા, અને તેના બીજા દિવસે 30 જાન્યુઆરીએ તેમે મહિલાને કહ્યું કે, તેણે ત્રણ દિવસ માટે કામ પર જવું પડશે. ત્યારબાદ, તેણે તેની પાસે ક્લિનિક શરૂ કરવા માટે 70 લાખ રૂપિયાની લોન માંગી અને જ્યારે મહિલાએ ના પાડી તો તેણે તેને ધમકી આપી. 5 ફેબ્રુઆરીએ જ્યારે નાયકે મહિલા પાસેથી 15 લાખ રૂપિયા રોકડા અને સોનું લૂંટી લીધું ત્યારે મામલો વધુ ખરાબ થઈ ગયો.
ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, બીજી પત્ની ઘરે પહોંચી, પછી આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો
ફોન પર નાયકનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ જ્યારે નિષ્ફળ ગયો, પરંતુ તે ત્યારે વધુ ચોંકી ગઈ, જ્યારે તે તેના ઘરે આવી અને તેણે દાવો કરવાનું શરૂ કર્યો કે તે તેની પત્ની છે. ત્યારબાદ તેણી પોલીસ પાસે ગઈ અને ફરિયાદ નોંધાવી, જેના કારણે આખરે નાયકની ધરપકડ કરવામાં આવી.
મોબાઈલના લોકેશનના આધારે નાયકની ધરપકડ, CDR તપાસમાં મોટો ખુલાસો
એસઆઈ રાધાએ જણાવ્યું કે, પોલીસને ફરિયાદ મળી છે કે, નાયકે બે મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. પોલીસે જ્યારે તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. રાધાએ કહ્યું, “અમે તેને તેના મોબાઈલ ફોનથી તેને ટ્રેસ કર્યો અને જાણવા મળ્યું કે તે તુમાકુરુ પાસે હતો. જ્યારે અમે તેનો કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર) તપાસ્યો તો તમામ કોલ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જિજ્ઞાસાથી અમે આ મહિલાઓને બોલાવવાનું શરૂ કર્યું. એક પછી એક, તેણીએ ખુલીને અમને કહ્યું કે તેણીએ નાયક સાથે લગ્ન કર્યા છે." 9 મહિલાઓ મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર એકાઉન્ટમાં લગ્ન કરવા માટે સંમત થઈ હતી.
મૈસુર પોલીસની વિશેષ ટીમે 9 જુલાઈના રોજ નાયકની ધરપકડ કરી હતી. મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર તેના એકાઉન્ટ્સ તપાસવા પર, પોલીસને જાણવા મળ્યું કે, તે અન્ય નવ મહિલાઓ સાથે સંપર્કમાં હતો, જે તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી. તપાસકર્તાઓએ આ બાબતમાં ઊંડી તપાસ કરતાં, જાણવા મળી ઠગની સમગ્ર રણનીતિ. ધોરણ 5 પાસ કરી પૈસા કમાવવાની તક શોધતો રહ્યો, પણ તક ક્યારેય ન મળી. નાયકને તેના પોતાના પરિવારમાં તેના માતાપિતા અને બે ભાઈઓ સાથે પણ સારા સંબંધો નથી. આ મામલામાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે, નાયકના પિતાએ તેની સામે હત્યાના પ્રયાસનો કેસ પણ દાખલ કર્યો હતો.
નાયકનો પહેલો ભોગ બનનાર વર્ષ 2013માં પોલીસ પાસે પહોંચી હતી, તે ફરાર હતો
મળતી માહિતી મુજબ, જે કેસમાં નાયકની ધરપકડ કરવામાં આવી હતી, તે પહેલા પણ વર્ષ 2013માં નાયક સામે અન્ય એક કેસ નોંધવામાં આવ્યો હતો. SI રાધાએ જણાવ્યું હતું કે, “નાયકની છેતરપિંડીનો પ્રથમ જાણીતો ભોગ બનનાર વ્યક્તિએ 2013માં બેંગલુરુમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે તે શરૂઆતમાં ફરાર થઈ ગયો હતો. જો કે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ લીડ્સના અભાવે તે તેના અંતિમ તબક્કામાં પહોંચી શકી ન હતી. હજુ સુધી નાયક સામે અન્ય કોઈ ફરિયાદ સામે આવી નથી.
સારૂ અંગ્રેજી ન બોલી શકતા ઘણી સ્ત્રીઓએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો
તેમની સામે પહેલો કેસ નોંધાયા પછી નાયકે થોડા દિવસો માટે સંભવિત દુલ્હન શોધવાનું બંધ કરી દીધું હતું. ત્યારપછી તેણે ફરી ઓનલાઈન મેટ્રિમોનિયલ પોર્ટલ પર અનેક ખાતા ખોલાવ્યા. તે પછી તેણે શિક્ષિત અને સમૃદ્ધ મહિલાઓનો સંપર્ક કર્યો, જેઓ આર્થિક રીતે સ્વતંત્ર હતી. "તેને અંગ્રેજી કેવી રીતે સારી રીતે બોલવું તે આવડતું ન હતુ," એક અધિકારીએ કહ્યું. ઘણી સ્ત્રીઓએ તેને નકારી કાઢ્યો કારણ કે તેને અંગ્રેજી આવડતુ ન હતુ એટલે શંકા ગઈ હતી. જો આવું ન થયું હોત તો તેનાથી પીડિત મહિલાઓની સંખ્યા હજુ વધુ હોત.
આ પણ વાંચો -
ડોક્ટર પત્નીના ક્લિનિકની તસવીરો બતાવી અનેક મહિલાઓને છેતરવામાં આવી
ક્લિનિકનો ઉપયોગ ફોટોગ્રાફ્સના સેટઅપ માટે કરવામાં આવ્યો હતો, જેમાં તે પોતાને ડૉક્ટર તરીકે બતાવતો હતો. પોલીસે જણાવ્યું કે, આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને તે અન્ય મહિલાઓને પણ છેતરવામાં સફળ રહ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "નાયકનું પ્રાથમિક લક્ષ્ય છૂટાછેડા લીધેલ મહિલાઓ અથવા 35 અને તેથી વધુ વયની મહિલાઓ હતી. પરંતુ કેટલીક યુવતીઓ એવી પણ હતી કે, જેમણે તેને અમીર સમજીને લગ્ન કર્યા હતા."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us