Fight on Bangkok-Kolkata Flight: થાઇલેન્ડના બેંગકોકથી કોલકાત્તા જઈ રહેલા એક વિમાનમાં મારમારીનો વીડિયો સામે આવ્યો હતો. થાઇ સ્માઇલ એરવેઝના વિમાનમાં સવાર કેટલાક યાત્રીઓ વચ્ચે અંદરો અંદર લડી પડ્યા હતા. કેટલાક લોકો આ ઘટનાને દેખતો રહ્યા હતા અને આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે બે લોકો અંદરો અંદરે ઉગ્ર ચર્ચા કરી રહ્યા છે.
જોકે વિમાનના ક્રૂ મેમ્બર્સે સ્થિતિને કાબુમાં લેવા કોશિશ કરી હતી. હવે આ ઘટના બાદ બીસીએએસના ડીજી ઝુલ્ફિકાર હસનનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વીડિયો ધ્યાને આવતા તેના તપાસ ચાલું. વીડિયોમાં કોલકાત્તા જનારી થાઇ એરવેઝની ફ્લાઇટમાં યાત્રીઓ દેખાઇ રહ્યા છે. આ અંગે બીસીએએસે વિસ્તૃત રિપોર્ટ મંગાવ્યો છે. આગળ કાર્યવાહી કરશે.
“હું સીટ એડજસ્ટ નહીં કરું”
રિપોર્ટ અનુસાર એરલાઈન્સે જણાવ્યું કે આ ઘટના 26 ડિસેમ્બરે જ બની હતી. પ્લેન બેંગકોકથી કોલકાતા જવાનું હતું. તે પહેલા જ મુસાફરો એકબીજા સાથે અથડાયા હતા. ઘટનાના એરલાઇન્સના અહેવાલના આધારે એનડીટીવીએ અહેવાલ આપ્યો કે બોર્ડ પરના સ્ટાફે તમામ મુસાફરોને ટેકઓફ પહેલા તેમની બેઠકો ઉપરની તરફ એડજસ્ટ કરવા કહ્યું હતું. પરંતુ એક મુસાફરે સીટ એડજસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે તેને પીઠના દુખાવાની સમસ્યા છે, તેથી તે સૂચનાઓનું પાલન કરી શકશે નહીં. બાદમાં મુસાફરની અન્ય લોકો સાથે આ બાબતે બોલાચાલી થઈ હતી.
શું હતી આખી ઘટના?
એરક્રાફ્ટમાં સવાર એક મુસાફરના જણાવ્યા અનુસાર આ ઘટના 26 ડિસેમ્બરે બની હતી. બેંગકોકથી કોલકાતા જતું વિમાન ટેકઓફ માટે રનવે પર જવાનું હતું. તે તેની માતા સાથે કોલકાતા જઈ રહ્યો હતો. કોલકાતાના રહેવાસી પેસેન્જરે નામ ન આપવાની શરતે આ ઘટના વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તે તેની માતા વિશે ચિંતિત હતો, જે સીટ પાસે બેઠી હતી જ્યાં ઝપાઝપી થઈ રહી હતી. બાદમાં અન્ય મુસાફરો અને એર હોસ્ટેસે ઝપાઝપીમાં સામેલ લોકોને શાંત પાડ્યા હતા. મુસાફરના કહેવા પ્રમાણે, લડાઈનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
મંગળવારે વહેલી સવારે વિમાન કોલકાતા પહોંચ્યું હતું. પરંતુ લેન્ડિંગ પછી કોલકાતાના અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી કે કેમ તે જાણી શકાયું નથી. વીડિયો ક્લિપમાં બે મુસાફરોને ઝઘડો કરતા જોઈ શકાય છે. તેમાંથી એક કહે છે, શાંતિથી બેસો, જ્યારે બીજો કહે છે કે તમારા હાથ નીચે રાખો અને પછી સેકંડમાં શાબ્દિક ઝપાઝપી શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ જાય છે અને અન્ય આક્રમક રીતે થપ્પડ મારે છે. આ લડાઈમાં અન્ય કેટલાક મુસાફરો પણ જોડાયા હતા. થાઈ સ્માઈલ એરવેઝે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
એક માણસને શાંતિથી બેસો કહેતા સાંભળી શકાય છે જ્યારે બીજો કહે છે,તમારા હાથ નીચે રાખો. સેકન્ડોમાં બોલાચાલી ઝપાઝપીમાં ફેરવાઈ હતી. એક માણસ આક્રમક રીતે બીજાને થપ્પડ મારે છે.
ગયા અઠવાડિયે ઈન્ડિગોની ફ્લાઈટમાં ભારે બોલાચાલી થઈ હતી
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની શરૂઆતમાં ઈસ્તાંબુલથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફર અને એર હોસ્ટેસ વચ્ચે ઉગ્ર બોલાચાલીની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. 16 ડિસેમ્બરના રોજ બોર્ડમાં ખોરાકની પસંદગી અંગે ઉગ્ર દલીલ થઈ હતી. ઈન્ડિગો અને ડીજીસીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.