/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/punjab-cm-bhagwant-mann-with-banwarilal-purohit.jpg)
Banwarilal Purohit : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પૂર્વ ગવર્નર બનવારીલાલ પુરોહિત . (Photo- @JAGDEVS94074014)
Punjab Governor Banwarilal Purohit Resigns : પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપવાની ઘોષણા કરી છે. તેમઓ વ્યક્તિગત કારણો અને અન્ય બાબતોસર શનિવારે રાજીનામું આપ્યું છે. પંજાબમાં આપ પાર્ટીની સરકાર છે અને મુખ્યમત્રી ભગવંત માન છે. અચાનક રાજ્યપાલના રાજીનામાંથી પંજાબના રાજકારણમાં નવાજૂની થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Punjab Governor Banwarilal Purohit resigns from the post citing personal reasons
Read @ANI Story | https://t.co/te6b1sMmQ4#PunjabGovernor#BanwarilalPurohit#Resignpic.twitter.com/Tfy5sAw1CW— ANI Digital (@ani_digital) February 3, 2024
બનવારીલાલ પુરોહિતે પંજાબના ગવર્નર પદેથી રાજીનામું આપવા મામલે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યુ છે, "મારા અંગત કારણો અને કેટલીક અન્ય બાબતોના લીધે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક પદ પરથી રાજીનામું આપું છું . કૃપા કરીને તેનો સ્વીકાર કરજો.”
તમને જણાવી દઇયે કે બનવારીલાલ પુરોહિત પંજાબના ગવર્નરની સાથે સાથે તેઓ ચંડીગઢના પણ રાજ્યપાલ હતા. જાણકારી મુજબ તેમણે શુક્રવાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં બનવારી લાલ પુરોહિતની પંજાબના રાજ્યપાલ પદે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ પંજાબના 36માં રાજ્યપાલ હતા. તેમણે પંજાબ હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રવિ શંકાર ઝાને પંજાબ રાજભવનમાં શપથ અપાવ્યા હતા. બનવારી લાલ પુરોહિત ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ ધ હિતવાદના એડિટર પણ રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/punjab-cm-bhagwant-mann-with-banwarilal-purohit.jpg)
પંજાબની આપ સરકાર સાથે વિવાદ
બનવારીલાલ પુરોહિતનો પંજાબની ભગવંત માનની આપ સકાર સાથે ઘણા મુદ્દાઓને લઇ વિવાદ સામે આવતો રહ્યો છે. તેમાં મહત્વપૂર્ણ મુદ્દો પેન્ડિંગ પ્રસ્તાવોને મંજૂરી આપવા અંગે હતો. 10 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે પંજાબ વિધાનસભા દ્વારા મંજૂર પાંચ પેન્ડિંગ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં વિલંબને લઇ રાજ્યપાલ પુરોહિતને કડક નિર્દેશ આપ્યા હતા. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જેબી પારડીવાલા અને જજ મનોજ મિશ્રાની ખંડપીઠ કરી રહી હતી.
Punjab Governor and Chandigarh Administrator Banwarilal Purohit resigns due to "personal reasons and certain other commitments." pic.twitter.com/0o05k6Hn6p
— ANI (@ANI) February 3, 2024
અમિત શાહ સાથેની મુલાકાત બાદ બનવારીલાલ પુરોહિતનું રાજીનામું
બનાવરીલાલ પુરોહિતે અમિતશાહ સાથે મુલાકાત પછીના બીજા જ દિવસે પંજાબના ગવર્નર પદેથી રાજીનામું આપ્યું છે. બનાવરીલાલ પુરોહિતે શુક્રવારે ચંડીગઢમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમની બેઠક એવા સમયે થઇ જેના થોડાક દિવસ પહેલા ભાજપે ચંડીગઢ મેયર ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કરી અને ત્રણેય પદે કબજો જમાવી રાખ્યો હતો.
આ પણ વાંચો | લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન, ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
તેનાથી કોંગ્રેસ - આમ આદમી ગઠબંધનને ફટકો લાગ્યો હતો અને આ મામલો હાઇકોર્ટમાં પહોંચી ગયો હતો. ભગવંત માને બનવારીલાલ પુરોહિત પર કનડગત કરવા અને અવરોધો ઉભા કરવાના આક્ષેપો કર્યા હતા. હાલ વ્યક્તિગત કારણોનો હવાલો આપી બનવારીલાલ પુરોહિતે રાજ્યપાલ પદેથી રાજીનામું આપતા પંજાબનું રાજકારણ ગરમાયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us