BBC Documentry Row : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેના પર સતત નિવેદનબાજી થઈ રહી છે. કોંગ્રેસે સરકાર પર ટોણો માર્યો, તો સામે અનિલ એન્ટોનીએ પણ આ મુદ્દે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હવે કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું છે કે, ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે, તેથી તેના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.
BBC ડોક્યુમેન્ટરી વિવાદ પર શશિ થરૂરે શું કહ્યું?
એક ટ્વીટના જવાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું છે કે, હું માનું છું કે ગુજરાતના ઘા સંપૂર્ણ રીતે રૂઝાયા નથી, પરંતુ સુપ્રીમ કોર્ટ આખરી ચુકાદો આપી દીધો છે, આ દેખતા હું માનું છું કે જ્યારે અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર છે, આ મુદ્દા પર ચર્ચા કરવાથી કોઈ ફાયદો નથી. તેમણે કહ્યું કે, લોકો મારા મત સાથે અસંમત હોઈ શકે છે, પરંતુ સાંપ્રદાયિક મુદ્દાઓ પર ચાર દાયકાના રેકોર્ડને બગાડવો અને ગુજરાતના રમખાણના પીડિતો માટે ઊભા રહેવાના બે દાયકાના રેકોર્ડને બગાડવો એ આત્યંતિક છે. કોંગ્રેસ નેતાએ આ ટ્વિટ યુઝરના જવાબમાં કર્યું છે.
યુઝર્સે પ્રશ્ન પૂછ્યો
અશોક સિંહ નામના યુઝરે લખ્યું કે, શશિ થરૂરે 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે બ્રિટિશ સરકાર પાસે માફીની માંગ કરી હતી. હવે તેમણે ભારતીયોને 2002ના ગુજરાત હત્યાકાંડને ભૂલીને આગળ વધવા કહ્યું છે! થરૂરે તેમના અનુભવ અને હિમાયત પરથી જાણવું જોઈએ કે, લોકો અને રાષ્ટ્રોની યાદો લાંબી હોય છે. આ જ ટ્વિટના જવાબમાં શશિ થરૂરે કહ્યું કે, ગુજરાત રમખાણો વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. યુઝર્સની પ્રતિક્રિયાઓ
શશિ થરૂરને જવાબ આપતા, @meSureshSharma યુઝરે લખ્યું કે, પરંતુ આ એક ગુનેગારને માત્ર એટલા માટે ભાગવામાં મદદ કરવા જેવું છે કારણ કે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા છે. અને ગુનેગારો આ જ ઇચ્છે છે, સમય સાથે વસ્તુઓ લુપ્ત થઈ જાય છે. એક યુઝરે પૂછ્યું કે, ગુજરાત રમખાણોથી થયેલા નુકસાનની ભરપાઈ કોણ અને કેવી રીતે કરશે? @sandeep4658 યુઝરે લખ્યું શું 1984ના ઘા રૂઝાઈ ગયા છે?
આ પણ વાંચો – BBC Documentry Row: DU સાથે આંબેડકર યુનિવર્સિટીમાં પણ હંગામો, વિદ્યાર્થીઓની અટકાયત બાદ કલમ 144 લાગુ
@GleamingRazor યુઝરે લખ્યું છે કે, પરંતુ 75 વર્ષ પછી, શું અંગ્રેજો પાસેથી માફી અને વળતરની માંગ કરવી એ તથ્યની વાત છે? @OmarAbbasHyat યુઝરે લખ્યું કે, ઓક્સફોર્ડ યુનિયનમાં બ્રિટિશ સંસ્થાનવાદની ચર્ચા શા માટે કરીએ, જ્યારે લગભગ 70 વર્ષ પહેલા જ બ્રિટને ભારત છોડી દીધુ હતુ, શું તે સમયે તમારી પાસે અન્ય મુદ્દાઓ નહોતા? તમને એ ચર્ચામાંથી શું મળ્યું? એક યુઝરે લખ્યું કે, ભાજપ અને તેની ઈકોસિસ્ટમ ઈતિહાસ અને ઐતિહાસિક તથ્યોને બદલી રહી છે, અમે તમને કાઉન્ટર કરતા નથી જોયા, આવું કેમ?