BBC IT Raid : આશરે 60 કલાક ચાલ્યો ઇન્કમ ટેક્સનો સર્વે, જાણો આઈટીના એક્શન સાથે જોડાયેલી મોટી બાબતો

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
BBC, BBC tax survey, BBC IT survey reaction

બીબીસી ઓફિસ ફાઇલ તસવીર

Income Tax Raid on BBC: બીબીસીની (British Broadcasting Corporation) દિલ્હી અને મુંબઇ સ્થિત કાર્યાલયો ઉપર કરાયેલી ઇન્કમ ટેક્સ રેડ આશરે 60 કલાક બાદ પુરી થઈ ગઈ છે. બીબીસી તરફથી આ અંગે નિવેદન પણ રજૂ કરવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગની ટીમે મુંબઈ અને દિલ્હી ઓફિસને પરત આપી દીધી છે. બીબીસીએ કહ્યું કે અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે. બીબીસી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલો ઝડપથી ઉકેલવામાં આવશે.

Advertisment

મંગળવારે સર્વે શરૂ થયો હતો

દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં મંગળવારે બપોરે 12 વાગ્યાથી આવકવેરા વિભાગનો સર્વે શરૂ થયો હતો. આવકવેરા વિભાગની આ કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગની ટીમે આ દરમિયાન કેટલીક હાર્ડડિસ્ક અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યા સુધી આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી.

બીબીસીએ નિવેદન જાહેર કર્યું

બીબીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે તમામ કર્મચારીઓ સાથે ઉભા છીએ. બીબીસીએ જણાવ્યું હતું કે કેટલાક સ્ટાફની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અનેક કર્મચારીઓને રાતભર ઓફિસમાં જ રહેવું પડ્યું હતું. કંપનીએ કહ્યું કે આ કર્મચારીઓનું ધ્યાન રાખવું એ અમારી પ્રાથમિકતા છે. જણાવી દઈએ કે અગાઉ બીબીસી દ્વારા તેના કર્મચારીઓ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.

Advertisment

જેમાં દરેકને તપાસમાં સહકાર આપવા અને કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાંથી કોઈપણ ડેટા ડિલીટ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમને બોલાવવામાં આવશે ત્યારે તેમણે જવું પડશે.

ઇન્કમ ટેક્ષ ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ