scorecardresearch

BBC IT Raid : આશરે 60 કલાક ચાલ્યો ઇન્કમ ટેક્સનો સર્વે, જાણો આઈટીના એક્શન સાથે જોડાયેલી મોટી બાબતો

Income Tax Raid on BBC: બીબીસીની (British Broadcasting Corporation) દિલ્હી અને મુંબઇ સ્થિત કાર્યાલયો ઉપર કરાયેલી ઇન્કમ ટેક્સ રેડ આશરે 60 કલાક બાદ પુરી થઈ ગઈ છે. બીબીસી તરફથી આ અંગે નિવેદન પણ રજૂ કરવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગની ટીમે મુંબઈ અને દિલ્હી ઓફિસને પરત આપી દીધી છે. બીબીસીએ કહ્યું કે અમે તપાસમાં સંપૂર્ણ […]

BBC, BBC tax survey, BBC IT survey reaction
બીબીસી ઓફિસ ફાઇલ તસવીર

Income Tax Raid on BBC: બીબીસીની (British Broadcasting Corporation) દિલ્હી અને મુંબઇ સ્થિત કાર્યાલયો ઉપર કરાયેલી ઇન્કમ ટેક્સ રેડ આશરે 60 કલાક બાદ પુરી થઈ ગઈ છે. બીબીસી તરફથી આ અંગે નિવેદન પણ રજૂ કરવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગની ટીમે મુંબઈ અને દિલ્હી ઓફિસને પરત આપી દીધી છે. બીબીસીએ કહ્યું કે અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે. બીબીસી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલો ઝડપથી ઉકેલવામાં આવશે.

મંગળવારે સર્વે શરૂ થયો હતો

દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં મંગળવારે બપોરે 12 વાગ્યાથી આવકવેરા વિભાગનો સર્વે શરૂ થયો હતો. આવકવેરા વિભાગની આ કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગની ટીમે આ દરમિયાન કેટલીક હાર્ડડિસ્ક અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યા સુધી આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી.

બીબીસીએ નિવેદન જાહેર કર્યું

બીબીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે તમામ કર્મચારીઓ સાથે ઉભા છીએ. બીબીસીએ જણાવ્યું હતું કે કેટલાક સ્ટાફની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અનેક કર્મચારીઓને રાતભર ઓફિસમાં જ રહેવું પડ્યું હતું. કંપનીએ કહ્યું કે આ કર્મચારીઓનું ધ્યાન રાખવું એ અમારી પ્રાથમિકતા છે. જણાવી દઈએ કે અગાઉ બીબીસી દ્વારા તેના કર્મચારીઓ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.

જેમાં દરેકને તપાસમાં સહકાર આપવા અને કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાંથી કોઈપણ ડેટા ડિલીટ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમને બોલાવવામાં આવશે ત્યારે તેમણે જવું પડશે.

Web Title: Bbc tax survey it survey reaction modi documentary after 60 hours

Best of Express