Bengal Panchayat Election Results Updates: પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસે સૌથી વધારે બેઠકો જીતી છે. તૃણમુલ કોંગ્રેસે દાર્જિલિંગ અને કલિમ્પોંગને છોડીને દરેક જિલ્લામાં જીત મેળવી છે. ભાજપ બીજા સ્થાન પર છે અને સીપીઆઈએમ-કોંગ્રેસ ગઠબંધન ત્રીજા સ્થાન પર છે. શરૂઆતમાં એવી આશા હતી કે કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) ગઠબંધન મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં સારું પ્રદર્શન કરશે પરંતુ બન્ને જિલ્લામાં ટીએમસી આગળ રહી હતી.
રાજ્ય ચૂંટણી પંચ (SEC)ની વેબસાઇટ પ્રમાણે શાસક તૃણમૂલ કોંગ્રેસે (TMC) મંગળવારે પશ્ચિમ બંગાળની કુલ 63,229 બેઠકોમાંથી 18,509 ગ્રામ પંચાયત બેઠકો જીતી છે. જ્યારે ભાજપ 4479 બેઠકો સાથે બીજા ક્રમે છે. CPMએ 1,426 ગ્રામ પંચાયત બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 1071 બેઠકો અને અપક્ષ ઉમેદવારોએ 1062 બેઠકો જીતી છે. હજુ કેટલાક પરિણામ આવવાના બાકી છે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 339 મતગણતરી કેન્દ્રો પર ત્રિ-સ્તરીય પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી. ટીએમસી રાજ્યભરની 341 માંથી 134 પંચાયત સમિતિઓમાં પણ આગળ છે. 20 જિલ્લા પરિષદોની મતગણતરી હજી શરૂ થવાની બાકી છે. પશ્ચિમ બંગાળમાં 3,317 બેઠકો સાથે 63,229 ગ્રામ પંચાયતો, 3419 બેઠકો સાથે 730 પંચાયત સમિતિઓ અને 20 બેઠકો સાથે 928 જિલ્લા પરિષદો છે.
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં વ્યાપક હિંસા થઈ છે જેમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત નીપજ્યાં છે. અનેક જિલ્લાઓમાં બૂથ કેપ્ચરિંગ, બેલેટ બોક્સ લૂંટફાટ અને બેલેટ પેપરના નાશની ઘટનાઓ પણ સામે આવી હતી.
આ પણ વાંચો – ઇડી ડાયરેક્ટરને આપેલું એક્સટેન્શન ખોટું, સુપ્રીમ કોર્ટે કહ્યું – સંજય મિશ્રા 31 જુલાઇ સુધી જ કરી શકશે કામ
લોકસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા યોજાયેલી પંચાયતની ચૂંટણીઓ મોટા પ્રમાણમાં ગ્રામીણ મતદરો શું ઇચ્છએ છે તેના પૂર્વગામી તરીકે ગણવામાં આવે છે. પશ્ચિમ બંગાળ પર તૃણમૂલ કોંગ્રેસના વર્ચસ્વની ઉત્પત્તિ 2008ની પંચાયત ચૂંટણીઓ હોવાનું જોવામાં આવે છે. જેમાં તેણે કોંગ્રેસ સાથે મળીને પંચાયત ચૂંટણીઓ પર ડાબેરી મોરચાના દાયકાઓથી ચાલેલા વર્ચસ્વનો અંત આણ્યો હતો.





