VIDEO | નશામાં ધૂત યુવતીનો રસ્તા પર હાઇ વોલ્ટેઝ ડ્રામા, પોલીસને પણ મચક ન આપી મચાવ્યો હંગામા

bengaluru drunke, viral video : બેંગલુરનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જેમાં એક યુવતી દારૂના નશામાં ઝઘડતી દેખાઈ રહી છે. જ્યારે પોલીસવાળા પહોંચ્યા તો તેઓ પોલીસવાળા સાથે પણ વિવાદમાં ઉતરી જાય છે.

bengaluru drunke, viral video : બેંગલુરનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જેમાં એક યુવતી દારૂના નશામાં ઝઘડતી દેખાઈ રહી છે. જ્યારે પોલીસવાળા પહોંચ્યા તો તેઓ પોલીસવાળા સાથે પણ વિવાદમાં ઉતરી જાય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
bengaluru drunke, viral video, bengaluru girl video, viral video on social medial

વાયરલ વીડિયોની તસવીર

દારુના નશામાં છાસવારે લોકો રસ્તા ઉપર હંગામો કરતા જોવા મળે છે. ક્યારેક એવી પણ ઘટના બનતી હોય છે જેમાં લોકો બીજા લોકો સામે પણ ઘર્ષણમાં ઉતરી જતા હોય છે. બેંગલુરનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જેમાં એક યુવતી દારૂના નશામાં ઝઘડતી દેખાઈ રહી છે. જ્યારે પોલીસવાળા પહોંચ્યા તો તેઓ પોલીસવાળા સાથે પણ વિવાદમાં ઉતરી જાય છે.

Advertisment

બેંગલુરુ શહેરમાં ચર્ચ સ્ટ્રીટ ઉપર અનેક પબ અને નાઇટ ક્લબ છે. એટલા માટે આ વિસ્તારમાં કેટલાક લોકો દારૂ પીને કાયદાનું ઉલ્લંઘન કરતા દેખાતા હોય છે. કેટલાક લોકો માર્ગ ઉપર હંગામો પણ કરે છે. રવિવાર એક યુવતી દારૂમાં જ્યારે પાર્કિગમાં ગઇ તો તેને હંગામો કર્યો હતો. પોલીસે નોપાર્કિંગમાં ઊભેલી ગાડીને પાર્કિંગમાં લઇ જવા માટે કહ્યું તો યુવતી પોલીસ સાથે પણ ભિડાઈ ગઈ હતી.

નાશાચૂર યુવતી પોલીસ સાથે પણ ઝઘડવા લાગી હતી. કેટલાક લોકો સાથે પણ હાથાપાઈ કરવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર લોકો યુવતીને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ તે માનવા માટે તૈયાર ન્હોતી. પોલીસ સાથે પણ અભદ્રતા ભર્યું વર્તન કરવા લાગી હતી. ત્યારબાદ પોલીસ એક રિક્ષા બોલાવીને યુવતીને મહિલાની મદદથી ઘરે મોકલી દીધી હતી.

જોકે, એ સ્પષ્ટ નથી કે યુવતી વિરુદ્ધ કોઈ કેસ નોંધાયો કે નહીં. પરંતુ એવી સંભાવના છે કે તેની વિરુદ્ધ નશાની હાલતમાં પોલીસકર્મચારીઓ સાથે દુર્વ્યહાર કરવા અથવા નો પાર્કિંગ ઝોનમાં ગાડી ચલાવવા માટે કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કે યુવતીના હાઇવોલ્ટેઝ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. લોકો યુવતી માટે વ્યવાહર ઉપર આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.

Advertisment

એક યુઝર્સે લખ્યું છે કે મહિલાને સબક સિખવાડવો જોઇએ કે દારૂ પોતાના પૈસે પીવો છો પરંતુ લોકોએ તેણે ખરીદી નથી લીધા. એક અન્ય યુઝર્સે લખ્યું છે કે મહિલાઓ પાસે દારૂના નશામાં હંગામો કરવાની હિંમત ક્યાંથી આવે છે. અન્ય યુઝર્સ પૂછે છે કે શું પોલીસ આ મહિલા વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે?

વાયરલ વીડિયો ક્રાઇમ ન્યૂઝ દેશ