અજબ ગજબ : બસ કંડક્ટરે પાછો ન આપ્યો એક રૂપિયો, હવે કોર્ટે ફટકાર્યો ₹ 2000નો દંડ

OMG Case in Bengaluru : બેંગ્લુરુમાં બસ કેન્ડક્ટરને મુસાફરને એક રૂપિયો પાછો ન આપવો ભારે પડ્યો હતો. કોર્ટે 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Written by Ankit Patel
February 22, 2023 11:56 IST
અજબ ગજબ : બસ કંડક્ટરે પાછો ન આપ્યો એક રૂપિયો, હવે કોર્ટે ફટકાર્યો ₹ 2000નો દંડ
પ્રતિકાત્મક તસવીર

બેંગ્લુરુ કન્ઝ્યુમર કોર્ટ (Bengaluru Consumer Court) બીએમટીસી એટલે કે બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઉપર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. BMTCએ એક વ્યક્તિને એક રૂપિયો પાછો આપવા માટે ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ આ વ્યક્તિને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ‘ધ ન્યૂઝ મિનટ’ના એક રિપોર્ટ અનુસાર આ મામલો 2019નો છે. રમેશ નાયક નામના એક વ્યક્તિએ બીએમટીસીની એક બસમાં મુસાફરી કરી રહ્યાહતા. તેમણે 29 રૂપિયાની ટિકિટ લીધી હતી અને કન્ડક્ટરને 30 રૂપિયા આપ્યા હતા. પરંતુ કંડક્ટરે એક રૂપિયા પાછો આપ્યો ન્હોતો.

વ્યક્તિએ માંગ્યુ હતું 15 હજારનું વળતર

રમેશ નાયકે કંઝ્યુમર કોર્ટમાં બીએમટીસી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. રમેશ નાયકે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને 15000 રૂપિયાનું વળતર માંગ્યું હતું. તમામ તથ્યોને જોતા કન્ઝ્યુમર કોર્ટે બીએમટીસીને રમેશ નાયકને 2000 રૂપિયાનું વળતર આપવાનું કહ્યું હતું. આ સાથે જ 1000 રૂપિયા કોર્ટ ફીસ પણ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

કોર્ટે બીએમટીસીને 45 દિવસની અંદર પૈસા જમા કરવા માટે કહ્યું છે. જો કોર્પોરેશન 45 દિવસની અંદર પૈસા ન આપે તો 6000 રૂપિયા પ્રતિ વર્ષ વ્યાજ આપવું પડશે.

કોર્ટે આદેશમાં શું કહ્યું?

બેંગ્લુરુ અર્બન ડિસ્ટ્રિક્ટ કંઝ્યુમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનના નિર્ણય સંભળાવતા કહ્યું કે આખો વિવાદ ખુબ જ હળવો છે પરંતુ વ્યક્તિના પોતાના અધિકાર રીતે કમિશન સામે આ મામલો રાખ્યો છે. એટલા માટે આના વખાણ કરવા જોઈએ. આ કેસમાં ફરિયાદ કર્તાને રાહત મળવી જોઈએ.

બીએમસીટીએ શું ર્ક આપ્યો?

બીજી તરફ બીએમટીસીએ પોતાના કાઉન્ટર એફિડેવિટમાં આ મામલાના ખુબ જ તુચ્છ ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે આને સેવામાં કમી સાથે ન જોડી શકાય. બીએમસીટીએ આરોપનો પણ ઇન્કાર કર્યો હતો. અને ફરિયાદ કરવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે બીએમટીસીની વાત સાંભળી નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ