રાહુલ ગાંધીએ પોતાના નેતાઓને આપ્યું અલ્ટીમેટમ, હિમંતા અને મિલિંદ દેવડા જેવા નેતા તાત્કાલિક છોડી દે પાર્ટી

Rahul Gandhi: હિમંતા બિસ્વા સરમા 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા જ્યારે હાલમાં જ મિલિંદ દેવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા હતા

Written by Ashish Goyal
Updated : February 02, 2024 22:41 IST
રાહુલ ગાંધીએ પોતાના નેતાઓને આપ્યું અલ્ટીમેટમ, હિમંતા અને મિલિંદ દેવડા જેવા નેતા તાત્કાલિક છોડી દે પાર્ટી
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યો હતો (તસવીર - એએનઆઈ, ફાઇલ ફોટો)

Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓને મોટું અલ્ટીમેટમ આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે મિલિંદ દેવડા અને હિમંતા બિસ્વા સરમા જેવા નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દેવી જોઈએ. રાહુલનું કહેવું છે કે આવા નેતાઓ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે સહમત નથી. તમને જણાવી દઈએ કે હિમંતા 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને તાજેતરમાં જ કોંગ્રેસના મોટા નેતા મિલિંદ દેવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા હતા.

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યારે આસામ પહોંચી ત્યારે આ યાત્રા સાથે જોડાયેલા મોટા વિવાદો પણ થયા હતા. આ કારણે આસામ પોલીસે રાહુલ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ સામે પણ કેસ દાખલ કર્યો હતો. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને રાહુલ ગાંધી વચ્ચે નિવેદનબાજી થઈ હતી. રાહુલે તો હિમંતાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી પણ કહ્યા હતા. હવે તેમનો ઉલ્લેખ કરીને રાહુલે પોતાની જ પાર્ટીના નેતાઓને કડક સંદેશ આપ્યો છે.

રાહુલ ગાંધીએ ગુરુવારે કોંગ્રેસના ડિજિટલ મીડિયા વોરિયર્સને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા અપનાવવામાં આવેલા સિદ્ધાંતોની રક્ષા કરવાની પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે હિમંતા અને મિલિંદ દેવડા જેવા નેતાઓ પાર્ટી છોડી દે. રાહુલે કહ્યું કે હિમંતા એક વિશેષ પ્રકારની રાજનીતિથી પ્રેરિત છે, તે કોંગ્રેસ પાર્ટીથી સંબંધિત નથી.

આ પણ વાંચો – હિમંતા બિસ્વા સરમાએ કર્યો દાવો, 4 ફેબ્રુઆરી પછી રાહુલ ગાંધીના હમશકલનો ખુલાસો કરીશ

ઝારખંડ ન્યાય યાત્રાનું આગામી પડાવ છે

રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી. ન્યાય યાત્રા 25 જાન્યુઆરીએ આસામથી પશ્ચિમ બંગાળ પહોંચી હતી. હવે રાહુલની ન્યાય યાત્રાનો આગળનો પડાવ ઝારખંડ છે. જો કે તે પહેલા ઝારખંડમાં રાજકીય સંકટ કોંગ્રેસ માટે મુસીબત બની ગયું છે, કારણ કે હેમંત સોરેનની ધરપકડ બાદ ચંપઈ સોરેન ત્યાંના મુખ્યમંત્રી બન્યા છે.

કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ ભાજપમાં ગયા

હિમંતા બિસ્વા સરમા 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. આ સિવાય પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ 2022માં ભાજપમાં જોડાયા હતા. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા, સુનીલ જાખડ, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. આ નેતાઓમાંથી મોટાભાગના એવા છે જેમણે રાહુલ ગાંધીની યુવા ટીમમાં લાંબા સમય સુધી કામ કર્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ