Bharat Jodo Yatra : કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ (Mallikarjun Kharge) ભારત જોડો યાત્રાના સમાપન સમારોહમાં સામેલ થવા માટે 21 રાજનીતિક દળોના અધ્યક્ષોને નિમંત્રણ મોકલાવ્યું છે. ભારત જોડો યાત્રાનું સમાપન સમારોહ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 30 જાન્યુઆરીએ થશે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી યૂપીના ઘણા નેતાઓને પોતાની યાત્રામાં સામેલ થવા માટે પત્ર લખી ચૂક્યા છે.
મલ્લિકાર્જૂન ખડગેએ પત્રમાં કહ્યું કે યાત્રાની શરૂઆતથી જ અમે દરેક સમાન વિચારધારાવાળા ભારતીયોને તેમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે. રાહુલ ગાંધીના આમંત્રણ પર વિભિન્ન ચરણોમાં ઘણી રાજનીતિક દળોના સાંસદ પણ યાત્રામાં સામેલ થયા છે. હું તમને વ્યક્તિગત રુપથી 30 જાન્યુઆરીએ બપોરે શ્રીનગરમાં આયોજીત થનારી ભારત જોડો યાત્રાના સમાપન સમારોહમાં સામેલ થવા માટે આમંત્રિત કરું છું. આ સમારોહ મહાત્મા ગાંધીની સ્મૃતિને સમર્પિત છે. જેમણે આ દિવસે નફરત અને હિંસાની વિચારધાર સામે પોતાના અથાક સંઘર્ષમાં પોતાનું જીવન બલિદાન કરી દીધું હતું.
ભારત હાલના સમયે આર્થિક, સામાજિક અને રાજનીતિક સંકટનો સામનો કરી રહ્યું છે – મલ્લિકાર્જૂન ખડગે
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે પોતાના પત્રમાં કહ્યું કે ભારત હાલના સમયે આર્થિક, સામાજિક અને રાજનીતિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે હાલના સમયે જ્યારે સંસદ અને મીડિયામાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ભારત જોડો યાત્રા લાખો લોકોને જોડી રહી છે. અમે પોતાના દેશને પ્રભાવિત કરનાર ગંભીર મુદ્દા – મોંઘવારી, બેરોજગારી, સામાજિક વિભાજન, લોકતાંત્રિક સંસ્થાનોને કમજોર થવી અને આપણી સીમાઓ પર ખતરા પર ચર્ચા કરી છે.
આ પણ વાંચો – ભારતીય મુસ્લિમોને મોહન ભાગવતની સલાહ, કહ્યું- ભારતમાં ડરવાની જરૂર નથી પણ છોડી દો વર્ચસ્વનો દાવો
મલ્લિકાર્જૂન ખડગે કહ્યું કે ભારત જોડો યાત્રામાં સમાજના દરેક વર્ગથી લોકો સામેલ થઇ રહ્યા છે અને પોતાની સમસ્યાઓ બતાવી રહ્યા છે. આ લોકોમાં યુવા, મહિલા, વૃદ્ધો, ખેડૂતો, લેબર, નાના વેપારી, દલિત, આદિવાસી અને અલ્પસંખ્યક સામેલ છે. લોકો સાથે સીધો સંવાદ ભારત જોડો યાત્રાની પ્રમુખ વિશેષતા રહી છે.
કોંગ્રેસે કેમ મોકલાયું 21 દળોને આમંત્રણ?
કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહના આ ગાળામાં વિકટ સંકટનો સામનો કરી રહી છે. સ્થિતિ એ છે કે એક-એક રાજ્યોમાં સિમિત રાજનીતિક દળ પણ તેને આંખો બતાવી રહ્યા છે. ટીએમસીના અધ્યક્ષ મમતા બેનરજી, બીઆરએસના અધ્યક્ષ કેસીઆર, બિહારના સીએમ નીતિશ કુમાર અને આપના મુખીયા અરવિંદ કેજરીવાલ ઘણા પ્રસંગે પોતાને રાહુલ ગાંધી કરતા મોટા નેતા સાબિત કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે.
આવામાં કોંગ્રેસ પાર્ટી સતત એ સાબિત કરવા માંગે છે કે તેમની સાથે સૌથી વધારે દળ એકજુટ થઇ શકે છે અને તેમની સાથે નાની પાર્ટીઓ સુરક્ષિત છે. જો ભારત જોડા યાત્રાના સમાપનમાં કોંગ્રેસ પાર્ટી વિપક્ષી દળોને ભેગી કરવામાં સફળ રહે તો ઘણા હદ સુધી આવી સંભાવના છે કે તે મોટા રાજ્યોમાં મોટા જનાધાર ભાજપા વિરોધી દળોને પણ આવનાર દિવસોમાં સાધવામાં સફળ રહેશે.