scorecardresearch

ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીએ કહ્યું- કાશ્મીરમાં જો બધુ બરાબર છે તો અમિત શાહ જમ્મુથી શ્રીનગરના લાલ ચોક સુધી પગપાળા ચાલે

Bharat Jodo Yatra: રાહુલ ગાંધીએ કહ્યું- વિપક્ષમાં મતભેદ જરૂર છે પણ વિપક્ષ એક સાથે લડશે. આ વિચારધારાની લડાઇ છે

ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીએ કહ્યું- કાશ્મીરમાં જો બધુ બરાબર છે તો અમિત શાહ જમ્મુથી શ્રીનગરના લાલ ચોક સુધી પગપાળા ચાલે
રવિવારે રાહુલ ગાંધીએ લાલ ચોક પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રાના સમાપન પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શ્રીનગરમાં રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બીજેપી અને આરએસએસ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં બધુ બરાબર છે તો અમિત શાહ શ્રીનગરના લાલ ચોક સુધી પગપાળા જઇને દેખાડે.

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઇ રહી છે. બ્લાસ્ટ થઇ રહ્યા છે. જો સુરક્ષા વ્યવસ્થા એટલી સારી છે તો બીજેપી લાલ ચોકથી જમ્મુ સુધી યાત્રા કેમ કરતી નથી, ગૃહમંત્રી અમિત શાહ જમ્મુથી કાશ્મીર સુધી યાત્રા કેમ કરતા નથી? મને નથી લાગતું કે અહીંની સુરક્ષા વ્યવસ્થા ઠીક છે.

ચીને ભારતની 2000 વર્ગ કિમી જમીન પર કબજો કર્યો – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે હું સેવાનિવૃત જવાનો અને લદાખના લોકોને મળ્યો તેમણે કહ્યું કે ચીને આપણી 2000 વર્ગ કિમી જમીન લઇ લીધી છે. ભારતના ઘણા પેટ્રોલિયમ કેન્દ્ર હવે ચીનના હાથમાં છે. સરકાર દ્રારા આ વાતને નકારવી ઘણી ખતરનાક છે. આ ચીનના આત્મબળને વધારશે.

આ પણ વાંચો – કોંગ્રેસે લાલ ચોક પર તિરંગો ફરકાવવાને RSSનો એજન્ડા ગણાવ્યો હતો, હવે યૂ-ટર્ન લેતા લાલચોક પર કેમ ફરકાવ્યો તિરંગો?

વિપક્ષમાં મતભેદ છે પણ વિપક્ષ એક સાથે લડશે

વિપક્ષી પાર્ટીઓની એકતાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષની પાર્ટીઓમાં જે એકતા આવે છે તે વાતચીતથી આવે છે. એ કહેવું વિપક્ષ વિખરાયેલો છે ઠીક નથી. વિપક્ષમાં મતભેદ જરૂર છે પણ વિપક્ષ એક સાથે લડશે. આ વિચારધારાની લડાઇ છે. એક તરફ આરએસએસ-બીજેપી વાળા છે અને બીજી તરફ RSS-BJP સિવાયના છે. આ યાત્રાએ દેશને એક અલગ વિઝન આપ્યું છે. જ્યા BJP-RSSએ દેશને નફરત અને અહંકારથી ભરેલું વિઝન આપ્યું છે. જ્યારે કોંગ્રેસે દેશને મોહબ્બત અને ભાઇચારાનું વિઝન આપ્યું છે. આજે હિન્દુસ્તાનની સામે જીવવાની આ બે રીત છે.

ભારત જોડો યાત્રા મારા જીવનનો સૌથી સારો અનુભવ – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રા મારા જીવનનો સૌથી સારો અનુભવ રહી. આ દરમિયાન ઘણું શીખ્યો. આ કોંગ્રેસની યાત્રા નથી પણ ભારતની યાત્રા છે. આ યાત્રા હાલ ખતમ થઇ નથી, આ ફક્ત એક શરૂઆત છે. હું દેશની જનતા, બધા યાત્રીઓ, પોલીસ અને સીઆરપીએફના જવાનોને ધન્યવાદ આપવા માંગું છું.

Web Title: Bharat jodo yatra rahul gandhi says opposition parties may have differences but will stand united against rss bjp

Best of Express