સુધાંશુ મહેશ્વરી : કર્પૂરી ઠાકુર… ચૌધરી ચરણ સિંહ… નરસિમ્હા રાવ, એમએસ સ્વામીનાથન અને અડવાણી. મોદી સરકારના એક નિર્ણયથી આ બધા ભારત રત્ન બની ગયા છે. ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે તે માત્ર એક એવોર્ડ, પુરુસ્કાર કે સારા કામ માટે માત્ર પ્રોત્સાહન નથી. તેની પાછળ ઉંડી રાજનીતિ છુપાયેલી છે. રાજનીતિ મોદીની, રાજનીતિ શાહની અને રાજનીતિ 2024ની લોકસભાની ચૂંટણી જીતવાની. આ ટાઇમિંગની જ રમત છે. નીતિશને એનડીએમાં એન્ટ્રી પહેલા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. હવે જયંત ચૌધરીને પોતાના પક્ષમાં લાવવા બદલ ચૌધરી ચરણસિંહને સર્વોચ્ચ સન્માન આપવામાં આવી રહ્યું છે.
સમજો પીએમ નરેન્દ્ર મોદીનો પ્લાન
જો તમે તેને સામાન્ય માણસની નજરથી જોશો તો આ માત્ર એક જાહેરાત છે, પરંતુ જો તમે તેના રાજકારણને સમજવાનો પ્રયાસ કરશો તો તમે મોદીનો આખો પ્લાન ડીકોડ કરી દેશો. ચૌધરી ચરણ સિંહથી ખેડૂતો અને જાટો પીએમ મોદીએ સાધ્યા, નરસિમ્હા રાવનું સન્માન કરીને ફરી એક વખત કોંગ્રેસને અપમાનનો ઘૂંટડો પીવડાવ્યો, કર્પૂરી ઠાકુરને સર્વોચ્ચ સન્માન આપીને પછાતોમાં પકડ મજબૂત કરી અને કૃષિ વૈજ્ઞાનિક સ્વામીનાથનને ભારત રત્ન આપીને નબળા પડેલા દક્ષિણ દુર્ગને ધાર આપવાનું કામ કરવામાં આવ્યું.
આ સાથે અડવાણી દ્વારા રામ લહેરનો ફાયદો ઉઠાવવાની કવાયત શરૂ થઈ હતી, એટલે કે પીએમ મોદીએ પાંચ ભારત રત્નોમાંથી પાંચ મોટા રાજકીય દાવ લગાવ્યા હતા અને તે રાજકીય દાવે 2024ની વિજયશ્રી વાળી સ્ક્રિપ્ટ લખી હતી.
આ પણ વાંચો – કોણ છે એમએસ સ્વામીનાથન? કૃષિ ક્ષેત્રેમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં આવી રીતે કરી હતી મદદ
ખેડૂતોના દિલ જીતવાનો પ્રયત્ન
સ્ક્રિપ્ટમાં પાંચ પાત્રો છે – ખેડૂત, જાટ, ઓબીસી, હિન્દુ અને કોંગ્રેસ. સૌથી પહેલા વાત કરીએ ખેડૂતોની, મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં અનેક વખત દાવો કર્યો છે આઝાદ ભારતમાં ખેડૂતો માટે સૌથી વધુ કામ હવે હવે થયું છે. દરેક જગ્યાએ કિશાન નિધિની વાત કરવામાં આવે છે. પરંતુ જો ખેડૂતો આટલા ખુશ છે તો નોઈડામાં ચક્કાજામ કેમ થયો? જો ખેડૂત આટલો સંતુષ્ટ છે તો પછી તે એમએસપી માટે રસ્તા પર કેમ ઉતરી રહ્યા છે? હવે કદાચ સરકાર પાસે આ સવાલોના જવાબ હજુ સુધી નહીં હોય, પરંતુ તે ખેડૂતોના દિલ જીતવા માટે ચૌધરી ચરણ સિંહનો સાથ છે.
ચૌધરી ચરણ સિંહ ખેડૂતોના સૌથી મોટા નેતા
ચૌધરી ચરણ સિંહ ખેડૂતોના સૌથી મોટા નેતા, જાટોના મસીહા અને પશ્ચિમી યુપી, હરિયાણા, પંજાબમાં જબરજસ્ત લોકપ્રિયતા છે. દેશના એકમાત્ર પ્રધાનમંત્રી રહ્યા છે જે આ ક્ષેત્રમાંથી નીકળ્યા હતા. આવી સ્થિતિમાં ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપીને આ સમગ્ર ખેડૂત બેલ્ટ, સમગ્ર જાટ બેલ્ટનમાં ક્લીન સ્વીપ કરવાનો ઇરાદો બનાવવામાં આવ્યો છે. આંકડામાં સમજવાનો પ્રયત્ન કરશો તો પશ્ચિમ યુપીની 22 સીટો જાટ પ્રભુત્વવાળી છે.
પછાત લોકોને સાથે લાવવાની વ્યૂહરચના
હવે મોદી સરકાર સામે વધુ એક પડકાર માથું ઊંચું કરી રહ્યો હતો. જાતિ ગણતરીનો કોઈ દેખીતો ઉકેલ દેખાતો ન હતો. વિપક્ષનો નેરેટિવ હાવી બની રહ્યો હતો,રાહુલ ગાંધીની માંગ દેશની માંગ બની રહી હોય તેવું લાગી રહ્યું હતું. જોકે આ દરમિયાન પછાતોના મોટા નેતા મનાતા કર્પૂરી ઠાકુરને યાદ કર્યા અને તેનો ઉકેલ મળ્યો. એક કાંકરે બે પક્ષી માર્યા. પૂર્વ સીએમને ભારત રત્ન આપીને પછાત વર્ગના મસીહા બનાવવામાં આવ્યા, જ્યારે નીતિશને ખુશ કરીને એનડીએમાં લાવવામાં આવ્યા. આ પીએમ મોદીની રાજનીતિ છે જ્યાં વિરોધીઓનું દિલ જીતવું પણ એક મહત્વપૂર્ણ ભાગ રહે છે.
દક્ષિણનો કિલ્લો સાધવાની કવાયદ
લોકો વિચારી રહ્યા છે કે નેતાઓને આપવામાં આવતો ભારત રત્ન રાજકારણનો એક ભાગ હોઈ શકે, પરંતુ સ્વામીનાથનને આ સન્માન શા માટે આપવામાં આવ્યું? તેનો જવાબ આ મહાન કૃષિ વૈજ્ઞાનિકની જન્મભૂમિમાં છુપાયેલો છે. એમએસ સ્વામીનાથનનો જન્મ તામિલનાડુમાં થયો હતો, ભાજપને દક્ષિણમાં મોટા પુશની જરૂર છે. આવી સ્થિતિમાં જો દક્ષિણની ઓળખને મંદિરની રાજનીતિ સાથે જોડવામાં આવે તો ભાજપ અમુક હદે પ્રવેશ કરી શકે છે. એટલે કે આ એક વૈજ્ઞાનિક પણ રાજકારણમાં પોતાની મહત્વની ભૂમિકા નોંધાવી શકે છે.
કોંગ્રેસને ગાંધી પરિવાર સુધી મર્યાદિત કરવી
નરસિમ્હા રાવે પણ પોતાની ભૂમિકા નોંધાવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના એક વડાપ્રધાનને ભારત રત્ન આપીને સ્પષ્ટ કરી દીધું છે તેઓ દરેક પ્રકારની રાજનીતિમાં નિપુણતા ધરાવે છે. સમજવા જેવી વાત એ છે કે રાવને આ સન્માન આપીને કોઈ વોટબેંક તો સાધવામાં આવી રહી નથી. પરંતુ કોંગ્રેસને ઘેરવાની મોટી તક ચોક્કસ મળી રહી છે. ભાજપ આરોપ લગાવે છે કે કોંગ્રેસે નરસિમ્હા રાવનું અપમાન કર્યું છે.