/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Bharat-Ratna-Award-.jpg)
Bharat Ratna Award : ભારત રત્ન એ ભારત સરકાર તરફથી એનાયત કરવામાં આવતું સર્વોચ્ચ સમ્માન છે. (Photo - wikipedia.org)
harat Ratna Award Full List : ભારત રત્ન દેશનો સર્વોચ્ચ સન્માન છે. આ વખતે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર, એલકે અડવાણી, નરસિમ્હા રાવ, એમએસ સ્વામીનાથન અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની ઘોષણા કરી છે.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. આ 10 વર્ષમાં તેમની સરકારમાં 10 હસ્તીઓને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. 2004 થી 2014 સુધી મનમોહન સિંહના નેતૃત્વમાં યુપીએ સરકાર હતી. તેમની સરકારના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને જ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/bharat-ratna-award.jpg)
જનનાયક કર્પૂરી ઠાકુર, એલકે અડવાણી, ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને એમએસ સ્વામીનાથન સહિત કુલ 53 લોકોને અત્યાર સુધીમાં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. જો કે હવે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ કાશીરામને પણ ભારત રત્ન આપવાની માંગ કરી છે. આ સાથે જ રાજ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેનું સન્માન કરવાની પણ માંગ કરી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોણ છે તે હસ્તીઓ જેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે.
ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓની યાદી
| વર્ષ | ભારત રત્નથી સન્માનિત હસ્તી |
|---|---|
| 1954 | સી. રાજગોપાલાચારી સર્વપલ્લી રાધાકૃષ્ણન સી.વી. રમન |
| 1955 | ભગવાન દાસ, એમ વિશ્વેશ્વરૈયા જવાહર લાલ નહેરુ |
| 1957 | ગોવિંદ વલ્લભ પંત |
| 1958 | ઘોંડો કેશવ કર્વે |
| 1961 | બિધાન ચંદ્ર રોય પુરુષોત્તમ દાસ ટંડન |
| 1962 | રાજેન્દ્ર પ્રધાન, જાકિર હુસૈન |
| 1966 | લાલ બહાદુર શાસ્ત્રી |
| 1971 | ઇન્દિરા ગાંધી |
| 1975 | વીવી ગિરિ |
| 1976 | કે. કામરાજ |
| 1980 | મધર ટેરેસા |
| 1983 | વિનોબા ભાવે |
| 1987 | ખાન અબ્દુલ ગફ્ફાર ખાન |
| 1988 | એમજી રામચંદ્રન |
| 1990 | બી.આર. આંબેડકર નેલ્સન મંડેલા |
| 1991 | રાજીવ ગાંધી વલ્લભભાઇ પટેલ મોરારજી દેસાઇ |
| 1992 | મૌલાના અબુલ કલામ આઝાદ જેઆરડી ટાટા સત્યજીત રે |
| 1997 | ગુલજારીલાલ નંદા અરુણ આસફ અલી એપીજે અબ્દુલ કલામ |
| 1998 | એમએસ સુબ્બુલક્ષ્મી ચિદમ્બરમ્ સુબ્રમણ્યમ |
| 1999 | જયપ્રકાશ નારાયણ અમર્ત્ય સેન ગોપાનાથ બોરદોલોઇ પંડિત રવિશંકર |
| 2001 | લતા મંગેશકર બિસ્મિલ્લાહ ખાન |
| 2009 | ભીમસેન જોશી |
| 2014 | સીએનઆર રાવ સચિન તેંદુલકર |
| 2015 | મદન મોહન માલવીય અટલ બિહારી વાજપાયી |
| 2019 | પ્રણવ મુખરજી નાનાજી દેશમુખ ભૂપેન હજારીકા |
| 2024 | કર્પૂરી ઠાકુર લાલકૃષ્ણ અડવાણી પીવી નરસિમ્હા રાવ ચૌધરી ચરણ સિંહ એમએમ સ્વામીનાથન |
વર્ષ 2024માં 5 વ્યક્તિને ભારત રત્ન આપવાની ઘોષણા
કેન્દ્રની મોદી સરકારે ફરી એકવાર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે, આ વખતે ત્રણ વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ખેડૂતોના મસીહા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન વીપી નરસિમ્હા રાવ અને પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનના નામ સામેલ છે. ચૌધરી ચરણને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ તેમના પુત્ર અને RLD ચીફ જયંત ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. જયંતે X પર લખ્યું, ‘દિલ જીત્યું’.
આ પણ વાંચો |પાંચ ભારત રત્ન, પાંચ દાવ અને મોદી સરકારની ચૂંટણી બ્લૂપ્રિન્ટ તૈયાર
અગાઉ, સરકારે ભાજપના વરિષ્ઠ રાજકારણી લાલ કૃષ્ણ અડવાણી અને સમાજવાદી પ્રતિષ્ઠિત અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us