/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/Bharat-Ratna-award-history.jpg)
વર્ષ 1954માં આજની તારીખ 2 જાન્યુઆરીના રોજ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન'ની શરૂઆત કરવામાં આવી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 2 જાન્યુઆરી 1954ના રોજ ભારત રત્નની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 48 વ્યક્તિઓને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે, જેમાં ઘણી વિદેશી હસ્તીઓ પણ સામેલ છે.
‘ભારત રત્ન’ કોને આપવામાં આવે છે?
કોઈપણ ક્ષેત્રમાં અદ્વિતીય કામગીરી અને યોગદાન કરવા માટે ભારત રત્ન એનાયત કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ જેણે એવી કામગીરી કરી હોય કે જેનાથી વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા વધારી હોય તેમને ભારત રત્ન મળી શકે છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય અનુસાર ‘ભારત રત્ન’ કોઇ જાતિ, ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અથવા લિંગનો ભેદભાવ રાખ્યા વગર અદ્વિતીય યોગદાન આપનાર વ્યક્તિને આપવામાં આવે છે. ભારતીય વ્યક્તિ ઉપરાંત ‘ભારત રત્ન’નું સન્માન વિદેશી નાગરિકોને પણ આપવામાં આવી શકે છે.
આ પુરસ્કારો પ્રાપ્ત કરનાર વ્યક્તિ તેમના વિઝિટિંગ કાર્ડ પર 'રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત' અથવા 'ભારત રત્ન પ્રાપ્તકર્તા' લખી શકે છે. પ્રથમ ‘ભારત રત્ન’ સી રાજગોપાલાચારીને આપવામાં આવ્યો હતો.
‘ભારત રત્ન’ કેવી રીતે મળે છે?
વડાપ્રધાન પણ સ્વયં 'ભારત રત્ન' પુરસ્કાર આપવાની ભલામણ કરે છે. વડાપ્રધાનની ભલામણ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે અને તેઓ ‘ભારત રત્ન’ પુરસ્કાર એનાયત કરે છે. કોઈ વધુ ઔપચારિક ભલામણની જરૂર રહેતી નથી. નામ નક્કી થયા બાદ, ભારત સરકાર ગેઝેટ દ્વારા તેની સૂચના જારી કરે છે. દર વર્ષે 26 જાન્યુઆરીએ ‘ભારત રત્ન’ આપવામાં આવે છે. જ્યારે 2 જાન્યુઆરી 1954ના રોજ 'ભારત રત્ન'ની શરૂઆત કરવામાં આવી ત્યારે માત્ર જીવીત વ્યક્તિઓને જ આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવતું હતું. ત્યારબાદ વર્ષ 1955માં મરણોત્તર સન્માન આપવાની પણ જોગવાઈ ઉમેરવામાં આવી હતી.
'ભારત રત્ન'માં શું મળે છે?
‘ભારત રત્ન’ સમ્માન હેઠળ એક મેડલ એનાયત કરવામાં આવે છે. આ સર્વોચ્ચ પુરસ્કારની સાથે કોઇ નાણાં કે રોકડ ઇનામ આપવામાં આવતી નથી. સૌથી પહેલીવાર જ્યરે 'ભારત રત્ન'ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ પદક 35 મીમીનો ગોળાકાર સુવર્ણ ચંદ્રક હતો જેના પર સૂર્ય અંકિત હતો. આ પદક પર ઉપરની તરફ હિન્દી ભાષામાં ‘ભારત રત્ન’ અને નીચે રાષ્ટ્રીય પ્રતીક અને વાક્ય લખેલું હતું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/Bharat-Ratna-award.jpg)
ત્યારબાદમાં ‘ભારત રત્ન’ પદકના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તાંબામાંથી બનેલા પીપળાના પાન આકારના પદક પર પ્લેટિનમ ધાતુમાંથી ચમકતો સૂર્ય અંકિત કરવામાં આવે છે, આ પદકની કિનારી પણ પ્લેટિનમમાંથી બનેલી હોય છે. આ પદકની નીચેની બાજુએ ચાંદીથી 'ભારત રત્ન' લખેલું છે. આ પદકની પાછળન બાજુએ અશોક સ્તંભ અને તેની નીચે 'સત્યમેવ જયતે' લખેલું હોય છે.
વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવા કડક પ્રોટોકોલ
ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિઓને વોરંટ ઓફ પ્રેસિડેન્સ વોરંટમાં સ્થાન મળે છે. તેના આધારે કોઈપણ સરકારી કાર્યક્રમનો પ્રોટોકોલ નક્કી કરવામાં આવે છે. ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ દેશ માટે VIP પર્સનલ હોય છે, અને તેના આધારે જ પ્રોટોકોલ મળે છે. ‘ભારત રત્ન’ સમ્માનિત વ્યક્તિને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ વડાપ્રધાન, દેશના મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના અધ્યક્ષ, કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્ર અને સંસદના બંને ગૃહોમાં વિરોધ પક્ષના નેતા બાદ ઉચ્ચો દરજ્જો આપવામાં આવે છે.
મફત મુસાફરી, રાજ્યના મહેમાન
'ભારત રત્ન'થી સન્માનિત વ્યક્તિને જીવનભર રેલવેથી લઇને વિમાન સુધીની મફત મુસાફરીની સુવિધા મળે છે. 'ભારત રત્ન'થી સન્માનિત વિભૂતિ કોઇ પણ સ્થળે પ્રવાસ કરે છે, ત્યારે તેમને રાજ્યના ‘સ્ટેટ ગેસ્ટ’ બને છે. યાત્રા દરમિયાન રહેવાથી લઈને સુરક્ષા સુધીની તમામ વ્યવસ્થા જે-તે રાજ્યે કરવાની હોય છે. ‘ભારત રત્ન’ મેળવનાર વ્યક્તિના પરિવારને પણ તમામ સુવિધાઓ મળે છે.
ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ ઉપલબ્ધ છે
‘ભારત રત્ન’ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ પણ ડિપ્લોમેટિક પાસપોર્ટ મેળવવા માટે હકદાર છે, જે માત્ર રાજદ્વારીઓ અથવા ઉચ્ચ સરકારી અધિકારીઓને જ આપવામાં આવે છે. ડિપ્લોમેટિક પાસપોર્ટ હેઠળ એરપોર્ટ પર અલગ ઈમિગ્રેશન કાઉન્ટરથી લઈને VIP લોન્જ સુધીની સુવિધાઓ છે. સિક્યોરિટી ચેકિંગમાંથી પણ મુક્તિ મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us