વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત ભાષણની સાથે જ જી20 શિખર સમ્મેલનની શરુઆત થઈ ગઈ છે. ભારત જી20ના અધ્યક્ષના રૂપમાં શિખર સમ્મેલનની મેજબાની કરી રહ્યો છે. ત્યારબાદ બ્રાઝીલ આ જવાબદારી સંભાળશે. પીએમ મોદીએ જી20 શિખર સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે દેશનુ નામ લેતા સયમ ભારત શબ્દનો ઉપયોગ કર્યો.
પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં જી 20 શિખર સમ્મેલનના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગળ રાખેલી પ્લેટ પર ભારત લખ્યું હતું. આત્યારના દિવસોમાં ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરી શકાય છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આ અંગે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે લખ્યું કે ઉમ્મીદ અને વિશ્વાસનું નવું નામ ભારત.
જી 20ના અનેક સત્તાવાર દસ્તાવેજોમાં ભારત શબ્દનો ઉપયોગ
દિલ્હીમાં આયોજીત જી 20 શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓળખ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર નેતા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. સરકારે જી20ના અનેક સત્તાવાર દસ્તાવેજોમાં દેશ માટે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે આ એક સમજીવિચારીને કરવામાં આવેલો નિર્ણય છે. પીએમ મોદીએ ભારત મંડપમમાં જ્યારે શિખર સમ્મેલનને સંબોધિત કર્યું એ સમયે તેમની સામે રાખેલી નામ પ્લેટમાં ભારત લખ્યું હતું. જી20 પ્રતિનિધિયો અને અન્ય અતિથિયોને આ પ્રેજીડેન્ટ ઓફ ભારતના નામથી રાત્રિભોજનનું નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
વિપક્ષે સાધ્યું બીજેપી પર નિશાન
આ કદમમાં રાજનીતિક વિવાદ ઉભો કરી દીધો છે. વિપક્ષી દળોનો દાવો છે કે સરકાર વિપક્ષના ઇન્ડિયા નામથી ગઠબંધન બનાવવાના પગલે દેશનું નામ ઇન્ડિયા શબ્દ હટાવવા માંગે છે. જોકે, ભાજપે ભારત શબ્દની સાંસ્કૃતિક મૂળનો હવાલો આપીને આ હિન્દી નામનો ઉપોયગ કરવો યોગ્ય ગણાવ્યો છે. કેટલાક નેતાઓએ કહ્યું કે અંગ્રેજી નામ ઇન્ડિયા ઔપનિવેશક વિરાસતનું પ્રતિક છે. ભાજપ ભારત વિરુદ્ધ ઇન્ડિયાની ચર્ચામાં પડવા માટે એક હદ સુધી દૂર રહે છે. પાર્ટી નેતાઓનું કહેવું છે કે બંધારણમાં દેશના બંને નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બીજી તરફ કોંગ્રેસ નેતા ઇમરાન પ્રતાપગઢી આ મુદ્દા પર કહ્યું કે દેશ હવે આ સરકારની નીતિઓથી ગંત આવી ચૂક્યો છે. લોકો નારાજ છે. ઇન્ડિયા ગઠબંધનને હવે એક વિકલ્પના રૂપમાં દેખવામાં આવી રહ્યું છે. આ કારણથી નામ પરિવર્તન અને એક રાષ્ટ્ર, એક ચૂંટણી જેવા સિદ્ધાંત સામે આવી રહ્યા છે. તેઓ જાણે છે કે એનડીએ 2024માં સરકાર નહીં બનાવે.





