ઓડિશામાં ગમખ્વાર અકસ્માત, બે બસો વચ્ચે સીધી ટક્કરથી 10 લોકોના મોત, 8ની હાલત ગંભીર

ઓડિશાના ગંજમ જિલ્લામાં બે બસો સામસામે ટકરાઈ હતી. જેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 8 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને એમકેસીજી મેડિકલ કોલેજ, બરહામપુરામાં દાખલ કરવામાં આવ્યા હતા.

Written by Ankit Patel
Updated : June 26, 2023 09:01 IST
ઓડિશામાં ગમખ્વાર અકસ્માત, બે બસો વચ્ચે સીધી ટક્કરથી 10 લોકોના મોત, 8ની હાલત ગંભીર
ઓડિશામાં બસ અકસ્માત

ઓડિશામાં રવિવારે 25 જૂને મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે. ઓડિશાના વિશેષ રાહત કમિશ્નરે આપેલી જાણકારી પ્રમાણે ગંજમ જિલ્લામાં બે બસો સામસામે ટકરાઈ હતી. જેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 8 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને એમકેસીજી મેડિકલ કોલેજ, બરહામપુરામાં દાખલ કરવામાં આવ્યા હતા.

મામલાની તપાસ ચાલું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે દુર્ઘટના મોડી રાત્રે આશરે એક વાગ્યે બની હતી. જ્યારે બેરહામપુરથી પરત ફરતી એક ખાનગી બસ રાયગડા જિલ્લાના ગુડારીથી ઉંધી દિશામાં આવી રહેલી ઓડિશા રાજ્ય સડક પરિવહન નિગમની બસ સાથે ટકરાઈ હતી.

10 લોકોના મોત 8 લોકો ઘાયલ

ગંજમ જિલ્લાના ડીએમ દિબ્યાર જોતિ પરિદાના જણાવ્યા પ્રમાણે બે બસોની વચ્ચે ટક્કરથી આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટના એટલી ખતરનાક હતી કે 10 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમે ઘાયલોની દરેક સંભવ મંદદ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ- Patna Opposition meet : લોકસભા 2024ની મુશ્કેલ સફર માટે તૈયાર વિપક્ષી દળો, નીતિશ અને રાહુલની મહત્વની ભૂમિકા!

બરહામપુરના એસપી સરવના વિવેક એમના જણાવ્યા પ્રમાણે ઘાયલોને ડોક્ટરની એક ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. શરુઆતી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સામસામેની ટક્કર છે. અમે વધારે જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. અગ્નિશમન સેવા ટીમો અને સ્થાનિય પોલીસની દરેક ટીમો ઘાયલોને બચાવવા માટે હોસ્પિટલ પહોંચી છે.

બધા મરનાર ઘાયલ લોકોને બેરહામપુરમાં એક વિવાહ સમારોહમાં ભાગ લીધા બાદ પરત ફરી રહ્યા હતા. ગંભીર રૂપથી ઘાયલ છ લોકોને બરહામપુરના એમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે એક ઘાયલ વ્યક્તિને વધારે સારવાર માટે કટકની એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મોકલવામાં આવી છે. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત બંને બસો પૈકી એક ડ્રાઇવરની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે બીજી બસના ડ્રાઇવરની શોધ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ- મણિપુર હિંસા: એન બિરેન સિંહે અમિત શાહ સાથે કરી મુલાકાત, વિપક્ષી દળોએ સીએમને બરતરફ કરવાની કરી હતી માંગ

મુખ્યમંત્રી નવીન પટનાયકે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારના સભ્યોને 3-3 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરી હતી. તેમણે એ પણ કહ્યું કે ઘાયલોની મફત સારવાર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ