બિહાર અકસ્માત : ટ્રક અને ટેમ્પોની ભયાનક ટક્કર, 9 લોકોના મોત, વાહનોના બોલાયા ભુક્કા

Bihar Accident, બિહાર અકસ્માત : રામગઢ પોલીસ સ્ટેશન હેઠળના ઝુલોન ગામ પાસે નેશનલ હાઈવે 30 પર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

Bihar Accident, બિહાર અકસ્માત : રામગઢ પોલીસ સ્ટેશન હેઠળના ઝુલોન ગામ પાસે નેશનલ હાઈવે 30 પર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
bihar accident, accident news in gujarati, road accident news

બિહાર અકસ્માત - Twitter@iNidhisolanki

Bihar Accident, બિહાર અકસ્માત : બિહારના લખીસરાઈમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં રામગઢ પોલીસ સ્ટેશન હેઠળના ઝુલોન ગામ પાસે નેશનલ હાઈવે 30 પર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે પીએમસીએચ પટના લઈ જવામાં આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

Advertisment

વાસ્તવમાં, મંગળવારે મોડી રાત્રે અહીં એક ટ્રક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. 6ની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે પટના પીએમસીએચ મોકલવામાં આવ્યા છે. પોલીસ હાલ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે

બિહાર અકસ્માત : ફૂલ સ્પીડમાં ટ્રકે મારી ટક્કર

રિપોર્ટ અનુસાર મોડી રાત્રે એક ડઝનથી વધુ લોકો લગ્નમાં કેટરિંગનું કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે ઝડપથી આવતા વાહને તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં 24 વર્ષના જોડિયા ભાઈઓ વિકાસ કુમાર અને વિનય કુમાર, મુંગેર જિલ્લાના જમાલપુર છોટી કેશોપુરના રહેવાસી ચેતન, 20 વર્ષના દિવાના કુમાર અને 18 વર્ષના અમિત કુમાર, 18 વર્ષના મોનુ કુમાર, 17 વર્ષના રોહિત પાસવાન, તાતરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશ્વરા ગામના રહેવાસી 18 વર્ષના અનુજ કુમાર અને ઓટો ડ્રાઈવર મનોજ ગોસ્વામીનું મૃત્યુ થયું હતું.

બિહાર અકસ્માત : અડધો ડઝનથી વધારે લોકો ઘાયલ

સાગર કુમાર, રિતિક કુમાર અને સુશીલ કુમાર સહિત પાંચથી વધારે લોકો ઘાયલ થયા છે. દરેકને સારવાર માટે સદર હોસ્પિટલથી પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત અત્યંત ગંભીર છે.

Advertisment

આ પણ વાંચોઃ- વિશ્વ માતૃભાષા દિવસ : વિશ્વમાં 6,000 અને ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે? ગુજરાતી ભાષા સામે શું છે પડકાર?

બિહાર અકસ્માત : પોલીસ તપાસમાં જોડાઈ

ઘટના અંગે લખીસરાય નગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર અમિત કુમારે જણાવ્યું કે, આ અકસ્માત ઝુલઝુ ના ગામ પાસે થયો હતો. મોડી રાત્રે અકસ્માતની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ પહોંચી ત્યાં સુધીમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા હતા. બધા હલસી થી પાછા ફરી રહ્યા હતા. મૃતકો મુંગેરના રહેવાસી હતા. લકીસરાયનો એક રહેવાસી હતો. અકસ્માત અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ bihar અકસ્માત દેશ