/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Bihar-araria-love-marriage-kidnepping.jpg)
બિહારમાં પ્રેમ લગ્નની નારાજ યુવતીના પરિવારે યુવતીનું અપહરણ કર્યું
બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિહારના અરરિયા જિલ્લાના બથનાહા ઓપી વિસ્તારમાં એક યુવતીને તેના ઘરેથી ફિલ્મી સ્ટાઈલમાં બાઈક પર લઈ જઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલો લવ મેરેજનો જણાવવામાં આવી રહ્યો છે. આ પછી યુવતીના સાસરિયાઓએ તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેના પરિવારજનો આ વાતથી નારાજ હતા. પરિવારના સભ્યો અચાનક યુવતીના સાસરે પહોંચી ગયા અને યુવતીને બાઇક પર બેસાડી લઇ ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે યુવકો યુવતીને બાઇક પર ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. છોકરી વચ્ચે છે અને રડી રહી છે. આ ઉપરાંત ગામના લોકો પણ ત્યાં ઉભા રહીને ઘટનાક્રમ જોઈ રહ્યા છે.
પીડિત યુવતીના સસરાએ પુત્ર અને પુત્રવધૂને ઓનર કિલિંગ હેઠળ મારવાની આશંકા વ્યક્ત કરતા કેસ દાખલ કર્યો છે. બીજી તરફ, ફોર્બ્સગંજ એસડીપીઓ ખુશરુ સિરાજ અને પોલીસ કર્મચારી નંદકિશોર નંદને તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને શોધી કાઢી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ છોકરીના પરિવારજનોએ છોકરાના પિતાને માર માર્યો હતો. છોકરીના પરિવારજનોએ છોકરાના પિતાને એટલો માર માર્યો હતો કે, તેમનો એક હાથ તૂટી ગયો. અગાઉ પણ આ કેસમાં છોકરાના પિતાએ છોકરીના પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
फिल्मी टाइप... फुल एक्शन! बिहार के अररिया के इस वीडियो को देखिए. अंतरजातीय विवाह के बाद लड़की के घरवाले नहीं माने और शादी के बाद सीधा बाइक पर उठाया और लेकर भाग गए. पुलिस एक्शन में आई और फिर युवती को बरामद कर लिया. pic.twitter.com/yCIBLuxufS
— Prakash Kumar (@kumarprakash4u) June 5, 2023
પત્રકાર પ્રકાશ કુમારે આ ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, “ફિલ્મી સ્ટાઈલ… ફૂલ એક્શન! અરરિયા, બિહારનો આ વીડિયો જુઓ. આંતરજ્ઞાતિય લગ્ન પછી યુવતીના પરિવારજનો નહીં માન્યા અને લગ્ન બાદ સીધી બાઈક પર ઉઠાવી લીધી અને ભાગી ગયા. પોલીસ એક્શનમાં આવી અને યુવતીને શોધી કાઢી.
આ પણ વાંચો - ‘ઓફિસમાં મહિલાના ફિગરના વખાણ કરવા ગંભીર ગુનો’, મુંબઈ કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો
વાસુદેવ નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે, પહેલા તે ઓમ્નીમાં પિકઅપમાં ઉઠાવતા હતા અને હવે બાઇક પર. બીજી તરફ આર્મી કિંગ નામના યુઝરે લખ્યું કે, બિહાર નામ જ કાફી છે, એક્સપ્લેનની જરૂર નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us