Bihar Assembly Polls 2025 Schedule Announcement: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 અંગે આજે સાંજે મોટી જાહેરાત થશે. ચૂંટણી પંચ આજે સાંજે 4 કલાકે બિહાર ચૂંટણી અંગે એક પત્રકાર પરિષદ કરશે. જેમાં ચૂંટણીની તારીખો અંગે જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં રાજકીય પાર્ટીઓ, અધિકારીઓ, પોલીસ અને સુરક્ષા બળો સાથે બેઠકો કરી ચૂકી છે જે પરથી એવો અંદાજ લગાવી શકાય છે કે આ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખો અંગે જાહેરાત થઇ શકે છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 તારીખ જાહેર થવાને લઇને છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોવાઇ રહી હતી. અહીં નોંધનિય છે કે, 2020 બિહાર ચૂંટણીની જાહેરાત 28 સપ્ટેમ્બર 2020ના રોજ કરવામાં આવી હતી. જે પરથી અંદાજો હતો કે આ વર્ષે પણ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ચૂંટણીની જાહેરાત થઇ જશે. પરંતુ કોઇ કારણોસર જાહેરાત મોડી થઇ રહી છે.