Viral Video | પહેલી પત્ની હોવા છતાં નકલી વાળ લગાવી બીજા લગ્ન કરવા પહોંચ્યો દુલ્હો, પોલ ખુલતા જ થઈ જોવા જેવી

groom breaten by people, Viral video : બિહારમાં પહેલી પત્ની હોવા છતાં યુવક બીજા લગ્ન કરવા ગયો હતો. ઉંમર છુપાવવા માટે નકલી વાળ પણ લગાવ્યા હતા. જોકે, પોલી ખુલી જતાં જોવા જેવા હાલ થયા હતા.

groom breaten by people, Viral video : બિહારમાં પહેલી પત્ની હોવા છતાં યુવક બીજા લગ્ન કરવા ગયો હતો. ઉંમર છુપાવવા માટે નકલી વાળ પણ લગાવ્યા હતા. જોકે, પોલી ખુલી જતાં જોવા જેવા હાલ થયા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bihar wedding, bihar boy viral video, marriage video viral

લગ્ન કરવા પહોંચેલા દુલ્હાની પીટાઈ

Marriage video viral : બિહારના ગયામાં લગ્ન કરવા પહોંચેલા એક દુલ્હાની જોરદાર પીટાઈ થઈ હતી. આ યુવકને એક પત્ની હોવા છાતં બીજી વખત લગ્ન કરવા પહોંચ્યોહતો. આ અંગે લોકોને જાણકારી મળી તો લોકોએ દુલ્હા ઉપર ભડક્યા હતા. અને તેની સાથે મારામારી કરવા લાગ્યા હતા. કેટલાક લોકોએ દુલ્હાને બંધક બનાવીને તેને સબક સિખવાડવાની યોજના બનાવી હતી.

Advertisment

બીજી વખત નિકાહ કરવા પહોંચતા દુલ્હાની થઈ પીટાઈ

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં એક દુલ્હાનો સહેરો પહેરીને બેઠેલો દેખાય છે. દુલ્હાની આજુબાજુ લોકોની ભીડ છે. કેટલાક લોકો દુલ્હાને થપ્પડ લાગવી રહ્યા છે. આ મારપીટ એટલા માટે થઈ રહી છે કે દુલ્હો પોતાની પહેલી પત્ની હોવા છતાં બીજી વખત લગ્ન કરવા માટે પહોંચ્યો હતો. મારપીટ બાદ લોકોએ દુલ્હાને સબક સિખવાડવાની યોજના બનાવી તો એક ટ્વીસ્ટ આવ્યું હતું.

મારપીટ બાદ આવ્યું મોટું ટ્વિસ્ટ

દુલ્હાને પાઠ ભણાવવા માટે યુવતીના પરિજનોએ દુલ્હાને ટકલો કરવાનું વિચાર્યું હતું. ત્યારબાદ દુલ્હાએ જણાવ્યું કે તે પહેલાથી જ ટકલો છે. દુલ્હો બનવા માટે તેણે નકલી વાળ લગાવ્યા હતા. લોકોએ જણાવ્યું કે નકલી વાળ પોતાની ઉંમરને છુપાવા માટે લગાવ્યા હતા. ત્યારબાદ દુલ્હનના પરિજનોએ તેની ખૂબ માર માર્યો હતો.

આ પણ વાંચોઃ- AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રાણી સંગ્રહાલય અધિક્ષક ભરતી, ₹ 2 લાખ સુધીનો પગાર

Advertisment

આ ઘટના ગયા જિલ્લાના ડોભી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજૌરા ગામની છે. માનવામાં આવી રહ્યું છે કે દુલ્હો ઇકબાલ નગરનો રહેવાસી છે. તે બીજી વખત લગ્ન કરવા માટે દુલ્હો બનીને પહોંચ્યો હતો પરંતુ તેની પોલ ખુલી ગઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકોએ તેને માર માર્યો હતો. દુલ્હાને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો એ પણ કહી રહ્યા હતા કે અહીં હતો એટલે બચી ગયો જો બીજે હોત તો ખબર પડત.

યુવતીના પરિજનોએ દુલ્હાને માર માર્યા બાદ તેને પોલીસને સોંપી દીધો હતો. વીડિયોમાં દુલ્હો સતત લોકોને હાથ જોડીને માફી માંગી રહ્યો હતો. આ સમગ્ર ઘટના ક્રમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

bihar વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ