Bihar Caste Census | બિહાર જાતિ વસ્તીગણતરી : બિહારમાં અનામતનો વ્યાપ વધીને 75 ટકા થશે, જાણો કોને કેટલી અનામત અપાશે?

Bihar Caste Census : બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ હવે નીતિશ કુમારની સરકારે રાજ્યમાં 75 ટકા અનામત (reservation) નો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તો જોઈએ કઈ અનામત કેટગરીને કેટલી અનામત મળશે.

Bihar Caste Census : બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ હવે નીતિશ કુમારની સરકારે રાજ્યમાં 75 ટકા અનામત (reservation) નો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તો જોઈએ કઈ અનામત કેટગરીને કેટલી અનામત મળશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Bihar Caste Census | Reservation | Nitish Kumar

બિહારમાં 75 ટકા અનામતનો પ્રસ્તાવ

Bihar Caste Census : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે બિહાર વિધાનસભામાં અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નીતીશ કુમારના જણાવ્યા અનુસાર બિહારમાં 75 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આમાં 43 ટકા અનામત OBC અને EBC માટે હશે, જ્યારે 10 ટકા EWS માટે હશે. જ્યારે એસસીને 20 ટકા અને એસટીને 2 ટકા અનામત મળશે.

Advertisment

ભાજપના આરોપો પર નીતિશ કુમાર બોલ્યા

બિહારમાં કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીનો અહેવાલ પણ આજે બિહાર વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે, કેટલીક જ્ઞાતિઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક ઓછી કરવામાં આવી છે. આ આરોપો પર બોલતા નીતીશ કુમારે કહ્યું કે, જાતિઓની સંખ્યા વધારવા કે ઘટવા પર જે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તે બોગસ છે.

નીતિશ કુમારે કહ્યું કે જાતિ ગણતરી દરેકની સહમતિથી શક્ય બની છે. તેમણે કહ્યું કે, 1990માં પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહે મને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે સલાહ આપી હતી. જે બાદ અમે આ અંગે તત્કાલિન વડાપ્રધાન વીપી સિંહને મળ્યા હતા. જ્યારથી હું બિહારનો મુખ્યપ્રધાન બન્યો છું ત્યારથી હું જાતિ આધારિત ગણના માટે પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ હવે તે શક્ય બન્યું છે.

જાતિ આધારિત સર્વેક્ષણ દ્વારા, 215 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોની આર્થિક સ્થિતિની તપાસ કરવામાં આવી હતી. આ અંગે એક અહેવાલ જારી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

Advertisment

જાણો શું કહે છે રિપોર્ટ

જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલ મુજબ, બિહારમાં અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ 42.93% પરિવારો ગરીબ છે. રાજ્યમાં 33% લોકો હજુ સુધી શાળાએ ગયા નથી. રિપોર્ટ અનુસાર, સામાન્ય વર્ગમાં ગરીબ પરિવારોની સંખ્યા 25.09 ટકા છે, જ્યારે પછાત વર્ગમાં ગરીબ પરિવારોની સંખ્યા 33.16 ટકા છે. અત્યંત પછાત વર્ગમાં 33.58 ટકા ગરીબ પરિવારો અને અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે.

નીતિશ કુમાર bihar ગુજરાતી ન્યૂઝ Express Exclusive દેશ