ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ નીતિશ કુમારે કહ્યું- 2025માં તેજસ્વી યાદવ મહાગઠબંધનને લીડ કરશે

Bihar Politics: બિહારમાં મહાગઠબંધનના ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારે કહ્યું - મારે પ્રધાનમંત્રી બનવું નથી અને ના હું મુખ્યમંત્રી બનવા માંગું છું. તેમનો એકમાત્ર લક્ષ્યાંક ભાજપાને હરાવવાનો છે

Written by Ashish Goyal
December 13, 2022 17:25 IST
ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ નીતિશ કુમારે કહ્યું- 2025માં તેજસ્વી યાદવ મહાગઠબંધનને લીડ કરશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ (ફાઇલ ફોટો)

Bihar Politics: બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના નેતા નીતિશ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ 2025માં મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. બિહારમાં મહાગઠબંધન ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ નીતિશ કુમારે કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું નથી અને ના હું મુખ્યમંત્રી બનવા માંગું છું. તેમનો એકમાત્ર લક્ષ્યાંક ભાજપાને હરાવવાનો છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે 2025માં મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવ જ હશે.

નીતિશ કુમારે કહ્યું- 2024માં ભાજપને હટાવવાનો લક્ષ્યાંક

નીતિશ કુમારે જણાવ્યું કે તે આગામી ચૂંટણીમાં મહાગઠબંધનના નેતા રહેશે નહીં. 2024માં ભાજપને હટાવવું છે અને 2025માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના નેતૃત્વ માટે તેજસ્વી યાદવને આગળ કરવાનો છે. આગળ તેજસ્વી યાદવ જ ગઠબંધન માટે કામ કરશે. તે જે પણ કરશે તે સારું કરશે. તેમણે કહ્યું કે કેટલાક લોકો આપસમાં લડાવે છે પણ આપણે લડવાનું નથી. તેનાથી બચવાનું છે.

આ પણ વાંચો – સંસદની બહાર અમિત શાહે કહ્યું – રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન પાસેથી લીધા પૈસા, નેહરુના ચીન પ્રેમના કારણે ભારતને થયું મોટું નુકસાન

રાજનીતિ લડાઇ નાગપુર અને નાલંદા વચ્ચે થશે – તેજસ્વી યાદવ

આ પહેલા સોમવારે નાલંદામાં એક કાર્યક્રમ દરમિયાન બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે આવનાર દિવસોમાં રાજનીતિ લડાઇ નાગપુર અને નાલંદા વચ્ચે થશે. નાગપુર આરએસએસનું મુખ્યાલય છે અને નાલંદા પ્રાચીન શિક્ષાનું એક મોટું કેન્દ્ર છે. તેજસ્વી યાદવે કહ્યું કે આપણે ન ભૂલવું જોઈએ કે નાલંદા તે ભૂમિ રહી છે જ્યાં વિશ્વનું પ્રથમ વિશ્વવિદ્યાલય અસ્તિત્વમાં આવ્યું હતું. તમે બધા જાણો છો કે નાગપુરવાળા સમાજમાં તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. એક સમુદાયને બીજા સમુદાય સામે ઉભો કરે છે.

આરજેડી નેતાએ કહ્યું કે આપણા મુખ્યમંત્રી બિહાર માટે વિશેષ શ્રેણીના દરજ્જાની માંગણી કરતા રહ્યા. અમે માંગણી યાદ કરાવતા રહ્યા પણ અમને કશું મળ્યું નથી. કેટલાક લોકો બિહારથી નફરત કરવા લાગ્યા છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ