લગ્નના બે વર્ષે પણ પત્ની ન બની શકી માતા, પતિએ આપી સૌથી મોટી સજા, લોકો બોલ્યા આવું કોણ કરે?

પતિના પરિવારે ભેગા મળીને પહેલી પત્નીને ચાલાકીથી પિયર મોકલી દીધી અને પતિએ બીજા લગ્ન કરી દીધા. સાસરીના લોકોએ પહેલી પત્નીને એટલા માટે ઘરમાંથી બહાર કાઢી મૂકી કારણ કે તે બીમાર રહેતી હતી અને માતા બની શકતી ન્હોતી.

પતિના પરિવારે ભેગા મળીને પહેલી પત્નીને ચાલાકીથી પિયર મોકલી દીધી અને પતિએ બીજા લગ્ન કરી દીધા. સાસરીના લોકોએ પહેલી પત્નીને એટલા માટે ઘરમાંથી બહાર કાઢી મૂકી કારણ કે તે બીમાર રહેતી હતી અને માતા બની શકતી ન્હોતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
chapra News, Crime News, Drove The First Wife, Out Of The House

પ્રતિકાત્મક તસવીર

બિહારના છપરામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સારણમાં એક પતિએ પોતાની પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કર્યા હતા. જેના પગલે પહેલી પત્ની ન્યાય માટે ભટકી રહી છે. પતિના પરિવારે ભેગા મળીને પહેલી પત્નીને ચાલાકીથી પિયર મોકલી દીધી અને પતિએ બીજા લગ્ન કરી દીધા. સાસરીના લોકોએ પહેલી પત્નીને એટલા માટે ઘરમાંથી બહાર કાઢી મૂકી કારણ કે તે બીમાર રહેતી હતી અને માતા બની શકતી ન્હોતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે સુશીલા કુમારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના લગ્ન 2021માં સહાદી ગામમાં રહેનારા ઝુલન મહતોના પુત્ર મહેન્દ્ર કુમાર સાથે ધામધુમથી હિન્દુ રીતિ રિવાઝ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીના લોકોએ દહેજમાં બાઈક અને બે લાખ માંગ્યા હતા. જ્યારે તેમણે રૂપિયા અને ગાડી ન મળી તો તેની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ સાસરીના લોકોએ સુશીલાને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ મામલે સુશીલાએ સાસરિયાઓ વિરુદ્ધ લેખીત ફરિયાદ નોંધાવી હતી.

બે દિવસો પહેલા હતી પંચાયત

સુશીલાનું કહેવું છે કે બે દિવસ પહેલા સ્થાનિક મુખિયા અને સરપંચની હાજરીમાં પંચાયત થઈ હતી. આ સમયે સાસરિયાના લોકોએ પતિના લગ્ન કરાવાની વાતનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તેમણે ગુપચુપ રીતે મંદિરમાં પતિની બીજા લગ્ન કરાવી દીધા અને પહેલી પત્નીને બહાર કાઢી મુકી હતી.

ન્યાય માટે દર-દર ભટકી રહી છે પીડિતા

સુશીલાને હવે શું કરે એ સમજાતું નથી. તેને આટલો મોટો દગો મળ્યો છે. તેના રહેતા તેના પતિએ બીજા લગ્ન કરી લીધા. હવે ન્યાયની માગ કરી રહી છે. લોકોનું કહેવું છે કે પીડિતા લગ્ન બાદ બીમાર રહેતી હતી. આ કારણે તેના દામ્પત્ય જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હતી. આરોપીના ઘરમાં તેના બીજા લગ્ન કરાવવાની કોશિખ કરવાની ચર્ચા થતી રહેતી હતી. આરોપીએ ઘરનો એકમાત્ર પુત્ર છે. જોકે, પોલીસ અત્યારે તપાસ હાથધરી રહી છે.

Advertisment
bihar ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ