બિહારમાં ગેંગસ્ટરથી રાજનેતા બનેલા આનંદ મોહનને સહરજા જેલમાંથી ગુરુવારે મૂક્ત કરવામાં આવ્યા છે. એક જેલ અધિકારીએ જાણકારી આપી હતી કે સવારે 4 વાગ્યે આનંદ મોહનને મૂક્ત કરી દીધા હતા. બિહાર સરકાર દ્વારા તાજેતરમાં મૂક્તિના નિયમોમાં કરેલા ફેરફાર બાદ 27 કેદીઓને મૂક્ત કરવામાં આવ્યા હતા. જેમાં આનંદ મોહનનો પણ સમાવેશ થાય છે. 1994માં ગોપાલગંજના તત્કાલિન ડીએમની હત્યાના કેસમાં આનંદ મોહનને ઉમેર કેદની સજા થઈ હતી.
કેમ સવારે 4 વાગ્યે થઈ જેલમાંથી મૂક્તિ
આનંદ મોહને 16 વર્ષ બાદ જેલમાંથી મૂક્તી મળી છે. ગુરુવારે સવારે 4 વાગ્યે તેમને મૂક્ત કરવામાં આવ્યા હતા. ડીએમની હત્યાના કેસમાં તેમને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. તેઓ પોતાના પુત્રની સગાઈ માટે પેરોલ પર બહાર ગયા હતા. બુધવારે તેમણે સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ આજે સવારે તેમને મૂક્તિ આપવામાં આવી હતી. જેલ પ્રશાસને મૂક્તિ માટે સવારે 4 વાગ્યાનો સમય એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે આનંદ મોહનની મૂક્તી દરમિયાન જેલ સામે ભારે ભીડ ન થાય. બુધવારે રાત્રે જ દસ્તાવેજી કામ પૂર્ણ કરી લીધા હતા.
પીડિત પરિવારે વ્યક્તિ કરી નારાજગી
પીડિત પરિવારે આનંદ મોહનની મૂક્તિ પર નારાજગી વ્યક્ત કરી હતી. જી કૃષ્ણૈયાની પત્ની ઉમા દેવીએ કહ્યું કે જનતા આનંદ મોહનની મૂક્તિનો વિરોધ કરશે. તેને ફરીથી જેલમાં મોકલવાની માંગ કરશે. તેમે મૂક્ત કરવાનો નિર્ણય ખોટો છે. મુખ્યમંત્રીએ આ પ્રકારની બાબતોને પ્રોત્સાહન આપવનું ન જોઈએ. જો આનંદ મોહન ભવિષ્યમાં ચૂંટણી લડશે તો જનતાએ તેનો બહિષ્કાર કરવો જોઈએ. હું તને ફરીથી જેલમાં મોકલવાની અપીલ કરું છું.
આ પહેલા જી કૃષ્ણૈયાની પુત્રી પદમાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને નિર્ણય પર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું “આનંદ મોહન સિંહ આજે જેલમાંથી છૂટવો અમારા માટે ખુબ જ દુઃખની વાત છે. સરકારને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ. હું નીતિશ કુમારજીને અનુરાધ કરું છું કે આ નિર્ણય પર ફરીથી વિચાર કરે. આ નિર્ણયથી તેમની સરકારે એક ખોટી મિસાલ કાયમ કરી છે. આ એક પરિવાર માટે જ નહીં પરંતુ આખા દેશ માટે અન્યાય છે. અમે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરીશું.”
જેલ મેન્યુઅલમાં બિહાર સરકારે કર્યો ફેરફાર
બિહાર સરકારે આ મહિને 10 તારીખે જેલ મેન્યુઅલમાં ફેરફાર કર્યો હતો. જેમાં એક ખંડના મેન્યુઅલને હટાવવામાં આવ્યો હતો. આ ખંડ સરકારી અધિકારીઓની હત્યામાં સજા કાપી રહેલા દોષીઓના સારા વ્યવહારને જોઈને મૂક્તર કરવાને રોકતો હતો.
આ પણ વાંચોઃ- છત્તીસગઢમાં માઓવાદીઓનો આતંક, કેમ કરે છે વારંવાર હુમલાઓ?
26 અન્ય કેદીઓ પણ થયા મૂક્ત
પૂર્વ સાંસદ આનંદ મહોન ઉપરાંત 14 વર્ષથી વધારે સમયથી બિહારની વિભિન્ન જેલોમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા 26 કેદીઓને પણ મૂક્ત કરવામાં આવ્યા છે. ગોપાલગંજના ડીએમ રહેલા દલિત આઇએએસ અધિકારી કૃષ્ણૈયાને 1994માં ટોળાએ એ સમય માર મારીને મારી નાંખ્યા હતા જ્યારે તેમનું વાહન મુઝફ્ફરપુર જિલ્લાથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન આનંદ મોદન પણ ઘટના સ્થળ પર હાજર હતા. તેઓ મુઝફ્ફરપુરમાં ખૂંખાર ગેંગસ્ટર છોટન શક્લાની અંતિમ યાત્રામાં સામેલ થવા પહોંચ્યા હતા.
પીડિત પરિવાર મળવા માંગે છે આનંદ મોહનનો પરિવાર
આ પરિસ્થિતિ વચ્ચે આનંદ મોહનના પુત્ર ચેતન આનંદે પીડિત પરિવારને મળવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અધિકારી જી.કૃષ્ણૈયાના પરિવાર સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે. અને તેમણે ખુબ જ દુઃખ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ઓ પીડિત પરિવારને મળવા માંગે છે.