Bihar Election 2025: બિહાર ચૂંટણીમાં ઓવૈસી બનાવશે ત્રીજો મોરચો! AIMIM 32 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં AIMIMના અસદુ્દીન ઓવૈસી હવે નવી રણનીતિ સાથે ચૂંટણી જંગમાં જઈ રહ્યા છે, તેમની પાર્ટી ત્રીજા મોરચાની તૈયારી કરી રહી છે. સવાલ એ છે કે તે કોને કેટલું નુકસાન પહોંચાડી શકે છે?

Written by Ajay Saroya
October 12, 2025 12:03 IST
Bihar Election 2025: બિહાર ચૂંટણીમાં ઓવૈસી બનાવશે ત્રીજો મોરચો! AIMIM 32 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે
Asaduddin Owaisi : અસદુદ્દીન ઓવૈસી AIMIM પાર્ટીના પ્રમુખ.

AIMIM Candidates In Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રીજો મોરચો પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM હવે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા મોરચાની તૈયારી કરી રહી છે. એઆઈએમઆઈએમનો આરોપ છે કે મહાગઠબંધને તેમને સ્થાન આપ્યું નથી, જેના કારણે તેઓ અન્ય નાના પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે. ઓવૈસીની પાર્ટીએ એમ પણ કહ્યું છે કે તેઓ 32 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

AIMIMના પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું છે?

બિહાર એઆઈએમઆઈએમના અધ્યક્ષ અખ્તારુલ ઈમાને એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી છે. તેઓ કહે છે, “અમે તમામ પક્ષોને એક સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી બિનસાંપ્રદાયિક મતોનું વિભાજન ન થાય અને સાંપ્રદાયિક શક્તિઓને હરાવી શકાય, પરંતુ અમારા પ્રયત્નો સફળ થયા નહીં.” આ કારણોસર હવે ત્રીજો મોરચો બનાવવામાં આવશે. અમે કિશનગંજના ચાર જિલ્લામાં ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. અહીં ઘણી બેઠકો છે – કિશનગંજ, પૂર્ણિયા, કૈથલ, અરરિયા, ગયા, મોતિહારી, નવાડા, જમુઈ, ભાગલપુર, સિવાન, દરભંગા, સમસ્તીપુર, સીતામઢી, મધુબની, વૈશાલી અને ગોપાલગંજ. ”

એઆઈએમઆઈએમના પ્રદેશ અધ્યક્ષે પણ ભારપૂર્વક જણાવ્યું છે કે તમામ બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પાર્ટી જ્યાં તેના ઉમેદવારો ઉભા રાખશે તેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:

જિલ્લોબેઠકો
કિશનગંજબહાદુરગંજ, ઠાકુરગંજ, કોચાધામન, કિશનગંજ વિધાનસભા
પૂર્ણિયાઅમોર, બાયસી, કસ્બા વિધાનસભા
કટિહારબલરામપુર, પ્રાણપુર, મનિહારી, બરારી, કદવા વિધાનસભા
અરારિયાજોકીહાટ, અરરિયા વિધાનસભા
ગયાશેરઘાટી, બેલા વિધાનસભા
મોતીહારીઢાકા, નરકટિયા વિધાનસભા
નવાડાનવાડા શહેર વિધાનસભા
જામુઈસિકંદરા વિધાનસભા
ભાગલપુરભાગલપુર, નાથનગર વિધાનસભા
સિવાનસિવાન વિધાનસભા
દરભંગાજાલે, કેવટી, દરભંગા ગ્રામીણ, ગૌરા બૌરામ વિધાનસભા
સમસ્તીપુરકલ્યાણપુર વિધાનસભા
સીતામઢીબાજપટ્ટી વિધાનસભા
મધુબનીબિસ્ફી વિધાનસભા
વૈશાલીમહુઆ વિધાનસભા
ગોપાલગંજગોપાલગંજ વિધાનસભા

ઓવૈસી તેજ પ્રતાપ સાથે હાથ મિલાવશે?

આમ તો, તે હજી સ્પષ્ટ નથી થયું કે ત્રીજા મોરચામાં ક્યા કયા પક્ષો જોડાશે. એબીપી ન્યૂઝના જણાવ્યા અનુસાર, તેજ પ્રતાપ સાથે એઆઈએમઆઈએમની ચર્ચા થઈ છે, પરંતુ ગઠબંધન થવાનું છે કે નહીં તે અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન ક્યારે થશે?

બિહારમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ