Bihar Assembly 2025: બિહારમાં PM મોદીની જનસભા, કહ્યું – ‘RJD એ કોંગ્રેસના લમણે બંદુક મૂકી મુખ્યમંત્રી પદ ચોરી લીધું’

Bihar Assembly Election 2025 : બિહારના આરામાં એક જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી-કોંગ્રેસ બિહારની ઓળખ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ લોકો બિહારમાં ઘૂસણખોરોના સમર્થનમાં યાત્રા કરી રહ્યા છે. આ લોકો ઘૂસણખોરોને બચાવવા માટે પૂરા દિલથી લાગેલા છે.

Written by Ajay Saroya
November 02, 2025 15:28 IST
Bihar Assembly 2025: બિહારમાં PM મોદીની જનસભા, કહ્યું – ‘RJD એ કોંગ્રેસના લમણે બંદુક મૂકી મુખ્યમંત્રી પદ ચોરી લીધું’
PM Narendra Modi Rally In Bihar : પીએમ નરેન્દ્ર મોદીએ બિહારમાં જનસભા સંબોધિત કરી હતી. (Photo: X)

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને રાજકીય પક્ષોના નેતાઓ સતત રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. આ ક્રમમાં પીએમ મોદીએ આરામાં એક રેલીને સંબોધિત કરી હતી. મહાગઠબંધન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ દિલ્હીમાં બેસીને ગણતરીઓ અને વિભાજન કરે છે, મોટી તસવીરો લે છે. અરે, અહીં આવોને જુઓ કે પવનની દિશા કઇ છે. ”

પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને આરજેડી વચ્ચે હંગામો ચાલી રહ્યો છે. ચાલો હું તમને એક અંદરની વાર્તા કહું : ઉમેદવારી પાછી ખેંચવાના એક દિવસ પહેલા બિહારના એક બંધ રૂમમાં ગુંડાગીરીની રમત રમાઈ હતી. કોંગ્રેસ પાર્ટી ક્યારેય ઇચ્છતી ન હતી કે મુખ્યમંત્રી પદ માટે આરજેડી નેતાનું નામ નક્કી કરવામાં આવે. પરંતુ આરજેડી ને પણ આ તક ગુમાવવી ન હતી. આરજેડીએ કોંગ્રેસના લમણે પર બંદુક મૂકીને મુખ્યમંત્રી પદની ચોરી કરી લીધી. તે ઘોષણા કરીને જ માન્યા. ત્યારબાદ કોંગ્રેસને સીએમ ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી.

જનતા બધું જ જાણે છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એનડીએ ગઠબંધનનો ઘોષણાપત્ર એક પ્રામાણિક ઘોષણા છે અને બીજી તરફ મહાગઠબંધનનો ઢંઢેરો જુઠ્ઠાણાનું બંડલ છે. આ જનતા છે અને તે બધું જાણે છે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પાકિસ્તાનમાં વિસ્ફોટ થઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના રાજવી પરિવારને ઊંઘ ઉડી ગઇ હતી. આજ સુધી પાકિસ્તાન અને કોંગ્રેસના નામદાર બંને ઓપરેશન સિંદૂરથી બહાર આવી શક્યા નથી. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી-કોંગ્રેસ બિહારની ઓળખ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ લોકો બિહારમાં ઘૂસણખોરોના સમર્થનમાં યાત્રા કરી રહ્યા છે. આ લોકો ઘૂસણખોરોને બચાવવા માટે પૂરા દિલથી લાગેલા છે. ”

જંગલ રાજ દરમિયાન 37000 લોકોનું અપહરણ થયું હતું: પ્રધાનમંત્રી

આરામાં યોજાયેલી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, જંગલ રાજના યુગમાં 37000 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. લોકોના જીવ બચાવનારા ડોકટરોને પોતાની સલામતી માટે ચોકીદારો રાખવાની ફરજ પડી હતી. આરજેડી જંગલ રાજ અને તુષ્ટિકરણ લાવ્યું, જ્યારે કોંગ્રેસનો ઇતિહાસ શીખોના નરસંહારથી કલંકિત છે. આજે એ જ દિવસ છે જ્યારે 2 નવેમ્બર 1984ના રોજ કોંગ્રેસે દિલ્હીમાં શીખ હત્યાકાંડ અંજામ આપ્યો હતો અને આજે પણ તેઓ આરોપીઓને ઉચ્ચ હોદ્દા આપી રહ્યા છે. કોંગ્રેસ અને આરજેડીને તેમના પાપનો ક્યારેય પસ્તાવો થયો નથી. ”

જે લોકો દેશની રક્ષા કરે છે તે મહત્વના છે: પીએમ મોદી

તેમણે કહ્યું હતું કે, “અમારા માટે દેશની સુરક્ષા અને દેશની સુરક્ષા કરનારાઓ બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્રના ઘણા સાથીઓ સૈન્ય અને અર્ધલશ્કરી દળોમાં છે. કેટલાય દાયકાઓથી આપણાં સૈનિક પરિવારો વન રેન્ક, વન પેન્શનની માંગણી કરી રહ્યા હતા. મોદીજીએ બાંયધરી આપી અને તેને પૂર્ણ કરી. વન રેન્ક, વન પેન્શન અંતર્ગત દેશભરના ભૂતપૂર્વ સૈનિકોને એક લાખ કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. બિહારના સૈનિક પરિવારોને પણ સેંકડો કરોડ રૂપિયાની મદદ મળી છે. ”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ