સરકારી શાળાના સ્માર્ટ ક્લાસમાં ટીવી પર વાગ્યું અશ્લીલ ગીત, વિદ્યાર્થીઓ નાચવા લાગ્યા, VIDEO વાયરલ

bihar school dance video viral : બિહારના ગયા (Gaya) જિલ્લામાં ખિજસરાય (Khijrasarai) બ્લોકની એક યશવંત સરકારી સ્માર્ટ હાઈસ્કૂલ (Smart School) માં વિદ્યાર્થીઓ દ્વારા ભોજપુરી સોન્ગ પર ક્લાસરૂમમાં ડાન્સ (StudentDance) કરવાનો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ વિવાદ

bihar school dance video viral : બિહારના ગયા (Gaya) જિલ્લામાં ખિજસરાય (Khijrasarai) બ્લોકની એક યશવંત સરકારી સ્માર્ટ હાઈસ્કૂલ (Smart School) માં વિદ્યાર્થીઓ દ્વારા ભોજપુરી સોન્ગ પર ક્લાસરૂમમાં ડાન્સ (StudentDance) કરવાનો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ વિવાદ

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
bihar school dance video viral

સરકારી શાળાના સ્માર્ટ ક્લાસમાં ટીવી પર વાગ્યું અશ્લીલ ગીત, વિદ્યાર્થીઓ નાચવા લાગ્યા, VIDEO વાયરલ

બિહારની એક સરકારી શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં ટીવી પર એક અશ્લીલ ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. ઘટના ગયા જિલ્લાની જણાવવામાં આવી રહી છે, જ્યાં શાળામાં શિક્ષકો ન હતા, તેથી વિદ્યાર્થીઓએ શાળામાં લગાવેલા ટીવી પર ભોજપુરી ગીતો વગાડીને નાચવાનું શરૂ કર્યું.

Advertisment

વાયરલ વીડિયો પર પ્રિન્સિપાલે શું કહ્યું?

કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો 19 ઓગસ્ટનો છે, જ્યારે આ વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ વીડિયો ગયા જિલ્લાના ખિજરસરાય બ્લોકની યશવંત હાઈસ્કૂલનો છે. જ્યારે મામલાએ ચર્ચા પકડી ત્યારે શાળાના પ્રિન્સિપાલ લતા સિંહે કહ્યું કે, શિક્ષકોની અછતને કારણે આવું થયું કારણ કે, શાળાના તમામ શિક્ષકો વસ્તી ગણતરીની ફરજમાં રોકાયેલા હતા, જેના કારણે આ ઘટના બની હતી.

અતિથિ શિક્ષકો બાળકોને કાબૂમાં રાખી શક્યા નહીં!

પ્રિન્સિપાલે જણાવ્યું કે, જ્યારે સ્કૂલનો છેલ્લો પિરિયડ હતો, ત્યારે સ્કૂલના બાળકો ક્લાસરૂમમાં ગયા અને ટીવી ચાલુ કર્યું અને ટીવીને પોતાના મોબાઈલ ફોન સાથે કનેક્ટ કર્યું. એવું કહેવામાં આવ્યું હતું કે, શાળામાં ગેસ્ટ ટીચરને પણ બોલાવવામાં આવ્યા હતા, જો કે તેઓ બાળકોને નિયંત્રિત કરવામાં સક્ષમ ન હતા. શાળાએ બાળકોના વાલીઓને બોલાવીને આ અંગે જાણ કરી અને બાળકોએ પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ લોકોને બિહાર સરકાર અને શિક્ષણ વિભાગ પર સવાલ ઉઠાવવાનો મોકો આપ્યો છે. લોકો કહે છે કે, બિહારની શિક્ષણ વ્યવસ્થાની આ હાલત છે તો વિચારો કે બાળકો કેવી રીતે આગળ વધશે? એક ટ્વિટર યુઝરે લખ્યું, 'એક તરફ, શાળાઓમાં શિક્ષકો નથી, તેમનો ઉપયોગ વસ્તી ગણતરીના કામ માટે કરવામાં આવે છે અને બીજી તરફ, બાળકો ભણવા માટે સક્ષમ નથી, એમ કહીને રજાઓ રદ કરવામાં આવી રહી છે.'

Advertisment

આ પણ વાંચો - બ્લેક કેટ કમાન્ડો કોણ હોય છે, જેમના પર G-20 ની સુરક્ષાની છે જવાબદારી? કેવી રીતે થાય છે ભરતી? ક્યારે થઈ હતી રચના? જાણો બધુ

તમને જણાવી દઈએ કે, બિહારમાં ઘણી શાળાઓને સ્માર્ટ બનાવવામાં આવી છે, જ્યાં બાળકો ટીવી દ્વારા અભ્યાસ કરે છે. જો કે, હવે એ જ ટીવી પર વિદ્યાર્થીઓ ભોજપુરી ગીત સાંભળતા અને તેના પર ડાન્સ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ ટીવીને તેમના ફોન સાથે જોડે છે અને તેના પર વીડિયો ચલાવે છે. શાળાના બાળકો ટીવીને મનોરંજનનું સાધન બનાવી રહ્યા છે.

bihar ગુજરાતી ન્યૂઝ વાયરલ વીડિયો દેશ