બિહારના છપરામાં ઝેરી દારૂ પીવાથી મૃતકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તો વળી કેટલાય લોકો નેત્રહીન થઇ ગયા છે. આ તમામની વચ્ચે આ સમગ્ર મામલે બિહારમાં રાજકારણ શરુ થઈ ગયું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, દારુથી મોત પર વળતર નહીં મળે. તેમણે ફરી વાર કહ્યું કે, જે દારુ પીશે, તે મરશે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર તેના પ્રથમ કાર્યકાળમાં રાજ્યની શરાબ નીતિને ઉદાર બનાવી હતી. પરંતુ તેમણે વ્યાપક રાજનીતિક ઉદેશ્યોને ધ્યાનમાં રાખીને તેને તેના ત્રીજા કાર્યકાળ દરમિયાન યૂટર્ન લઇ લીધો હતો. આ અહેવાલ આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજકીય સફર આધારિત છે. જેમણે 8 વર્ષમાં શરાબનીતિ પ્રત્યે તેમનું વર્તન બદલી નાખ્યું.
નીતિશ કુમારના પ્રથમ કાર્યકાળ દરમિયાન (2005-’10), 2008 સુધીમાં બિહારની દારૂની નીતિને ઉદાર બનાવી, એક્સાઇઝ આવક 2006માં રૂ. 500 કરોડથી વધારીને 2015માં રૂ. 6,000 કરોડ કરી હતી. જો કે એપ્રિલ 2016માં નીતિશ કુમારે મહાત્મા ગાંધી અને રાજ્ય નીતિઓના નિર્દેશક સિદ્ધાંતોનું આહ્વાન કરતા તેને રાજ્યમાં દાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાધ્યો. પરંતુ તે રાજકારણમાં સક્રિય ન રહેતા કાયદાના અમલીકરણમાં ઘટાડો થયો. દારૂબંધીનું અમલીકરણ થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારે તેના કાયદામાં ત્રણ વખત સુધારા કરવાની ફરજ પડી.
હવે નીતિશ કુમાર શરમિંદગીના કારણે તેઓ દારૂબંધીને હટાવી શકતા નથી તેમજ તેને દારૂબંધીનું સંપૂર્ણ અમલીકરણ પણ કરાવી શકતા નથી.
જેના પરિણામે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષનો સામનો કરવાનો આવે છે ત્યારે તેઓ તેનો આપો ગુમાવતો હોય તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યા છે.
ઝેરી દારૂના કારણે થઈ રહેલા મોત વચ્ચે નીતિશ કુમારનું નિવેદન પણ ચર્ચામાં છે. નીતિશના આ નિવેદનથી ભાજપને તેમને ઘેરવાની તક મળી છે. વાસ્તવમાં, નીતિશ કુમારે ગુરુવારે કહ્યું હતું કે “જે ઝેરી દારૂ પીશે તે ચોક્કસ મરી જશે, લોકોએ પોતે સાવચેત રહેવું પડશે.” નીતિશે કહ્યું કે કેટલાક લોકોનું કંઈ કરી શકાતું નથી. કેટલાક લોકો ભૂલો કરે છે. જે દારૂ પીવે છે તે ચોક્કસપણે મૃત્યુ પામે છે. નીતિશ કુમારે કહ્યું, “જ્યારે બિહારમાં દારૂબંધી ન હતી ત્યારે પણ લોકો ઝેરી દારૂ પીને મૃત્યુ પામતા હતા. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી કોઈને કોઈ ઝેરી દારૂ વેચશે, લોકો તેને પીને મૃત્યુ પામ્યા છે. નીતિશ કુમારે કહ્યું કે દારૂ એ ખરાબ આદત છે.
બુધવારે વિધાનસભામાં જ્યારે વિપક્ષ નેતા વિજય કુમારે આ મુદ્દો ઉઠાવ્યો તો નીતિશ કુમારે તેમને ચૂપ રહેવા કહ્યું. નીતિશ કુમારે સારણમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃતકોના પરિવારને સહાય આપવાની માગંને નકારી દેતા કહ્યું કે, “દારી પીને મોત થયું છે તો સહાય કેવી”.
એપ્રિલ 2016ના પ્રથમ સપ્તાહમાં નીતિશ કુમારે વિધાનસભાના એક કક્ષમાં પત્રકારો સાથે અનૌપચારિક બેઠક કરી હતી. જ્યારે તેમની સરકારે દેશી દારૂ પર આંશિક પ્રતિબંધનો ઘોષણા કરી હતી. ભારતીય નિર્મિત વિદેશી દારૂની દુકાનો સામે સમગ્ર રાજ્યમાં વિરોધનો સૂર ઉઠાવનાર સ્વંય સહાયતા જૂથની મહિલાઓએ મુખ્યમંત્રીને ઉત્સાહિત કર્યા. નીતિશ કુમારે બેઠકમાં સંવાદદાતાઓને કહ્યું કે, થોડીક ક્ષણ આશ્ચર્યની પ્રતીક્ષા કરો. જેના થોડા દિવસ બાદ નીતિશ કુમારે રાજ્યમાં સંપૂર્ણ રીતે દારૂબંધીનું એલાન કર્યું.