scorecardresearch

Bihar Hooch Tragedy: મૃત્યુઆંક 38 પર પહોંચ્યો, રાજકારણ ગરમાયું, નીતીશ ભાજપ પર થયા ગુસ્સે

Bihar Hooch Tragedy : બિહારના છપરા (chapra) ના મશરક પોલીસ સ્ટેશન (Mashrak police) વિસ્તારમાં ઝેરી દારૂ (spurious liquor) પીવાથી 38 લોકોના મોત થઈ ચુક્યા છે, આ મામલે રાજકારણ (Bihar Politics) ગરમાયું છે, ત્યારે નીતિશ કુમાર ( Nitish Kumar) ભાજપ (BJP) પર ભડક્યા હતા.

Bihar Hooch Tragedy: મૃત્યુઆંક 38 પર પહોંચ્યો, રાજકારણ ગરમાયું, નીતીશ ભાજપ પર થયા ગુસ્સે
મુખ્યમંત્રી નીતિશ કુમાર

Bihar Hooch Tragedy: બિહારના છપરાના મશરક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૃતકોની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તમામ મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે. પીડિત પરિવારો દેશી દારૂ પીવાની વાત કરી રહ્યા છે. તેમની સારવાર કરનારા તબીબોનું પણ માનવું છે કે, શરૂઆતમાં એવું લાગે છે કે બીમારી અને મૃત્યુનું કારણ નકલી દારૂ છે.

વહીવટીતંત્ર આ સ્પષ્ટ રીતે કહી રહ્યું નથી, પરંતુ તે આશંકાને પણ નકારી રહ્યું નથી. આ તમામ મૃત્યુ 13 થી 15 તારીખની વચ્ચે થયા છે. છપરા સદર હોસ્પિટલમાં હજુ પણ અડધો ડઝન લોકો ગંભીર હાલતમાં દાખલ છે. બે ડઝનથી વધુ લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે.

મૃતકોમાં મોટાભાગના ગરીબ અને મજૂરો છે. હોસ્પિટલમાં અનેક દર્દીઓએ આપેલી માહિતી મુજબ તેઓ અવારનવાર દારૂ પીવે છે અને તેમને ગામમાં જ દારૂ મળી રહે છે.

બિહાર હૂચ ટ્રેજેડી: અત્યાર સુધી શું થયું છે

મશરકના એસએચઓ રિતેશ મિશ્રા અને ચોકીદાર બિકેશ તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસડીપીઓ પર વિભાગીય કાર્યવાહીની સાથે તેમની બદલી કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. SITનું નેતૃત્વ સોનપુરના ASP અંજની કુમાર કરી રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં 20 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બિહારમાં છપરા હૂચ દુર્ઘટના: એમ્બ્યુલન્સમાંથી મૃતદેહ ઉતારવા માટે પણ કોઈ માણસ નથી

મશરક, ઈસુઆપુર અને અમાનૌર ગામોની હાલત એવી છે કે, એમ્બ્યુલન્સ આવતા જ લોકો ભયભીત થઈ જાય છે. દર વખતે દર્દીને બદલે મૃતદેહ નીચે ઉતરે છે. ઘણા ઘરોની બહાર સફેદ કપડામાં લપેટાયેલા મૃતદેહો વચ્ચે ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. માત્ર પરિવારના સભ્યોનો રડતો અવાજ સંભળાઈ રહ્યો છે. 38 મૃતકોમાંથી ઘણાના તેમના પરિવારો દ્વારા ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે 22 મૃતદેહોના પોસ્ટમોર્ટમ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

14 ડિસેમ્બરે છપરામાં થયેલા મોતને લઈને બિહાર વિધાનસભામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ગૃહમાં ગુસ્સે ભરાયેલા નીતીશ કુમારે વિપક્ષના સભ્યો (ભાજપ)ને કહ્યું કે, જ્યારે દારૂબંધીનો કાયદો ઘડવામાં આવ્યો ત્યારે તેઓ તેમની સાથે હતા. ગુસ્સામાં બૂમો પાડતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આબકારી મંત્રી સુનીલ કુમારે કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

બિહારના સારણ જિલ્લાના છપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના અંગે એસપી એસ કુમારે કહ્યું, “મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ શંકાસ્પદ મૃત્યુ હોવાનું જણાય છે. મને એ પણ જાણવા મળ્યું છે કે, કેટલાક અન્ય લોકોની અલગ અલગ જગ્યાએ સારવાર ચાલી રહી છે. શરૂઆતમાં એસપીએ ત્રણ મૃત્યુની પુષ્ટિ કરી હતી. જો કે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બીજી તરફ, બિહારના આબકારી મંત્રી સુનીલ કુમારે છપરામાં નકલી દારૂના કારણે થયેલા મોત પર કહ્યું કે, જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોવિધાનસભામાં સીએમ નીતિશ કુમાર થયા ગુસ્સે, ઝેરી દારૂથી મોતના મામલે સદનમાં ભારે હંગામો

મંગળવારે રાતથી છાપરામાં મોતનો સિલસિલો શરૂ થયો હતો

મળતી માહિતી મુજબ, બિહારના મશરક અને સરહદી ઇસુપુરના ડોઇલા ગામમાં મંગળવારે રાત્રે ઘણા લોકોની તબિયત લથડી હતી. આમાંથી સાત લોકો એક પછી એક મૃત્યુ પામ્યા. અમનૌરના હુસેપુરમાં પણ ચાર લોકોના મોત થયા છે. આ સિવાય મધૌરાના લાલા ટોલામાં એક વ્યક્તિના મોતની માહિતી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામના મોત ઝેરી દારૂ પીવાથી થયા છે. જોકે, વહીવટીતંત્ર દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી નથી.

Web Title: Bihar hooch tragedy death 38 politics heats up nitish kumar angry at bjp

Best of Express