બિહારમાં તાજેતરમાં લઠ્ઠાકાંડની ઘટનાથી હોબાળો મચ્યો. બિહારમાં દારૂબંધી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 20 લઠ્ઠાકાંડની ઘટનાઓ બની, જેમાં લગભગ 200 લોકોના મોત થયા. એકલા વર્ષ 2021મં જ લઠ્ઠાકાંડની 9 ઘટનાઓમાં 106 લોકોના મોત થયા
બિહારમાં લઠ્ઠાકાંડથી ભારે હોબાળો મચ્યો છે. બિહારમાં વર્ષ 2016થી અત્યાર સુધીમાં લઠ્ઠો પીવાથી 200થી વધારે લોકોના મોત થયા છે જ્યારે નેશનલ ક્રાઇસ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના ચોપડે માત્ર 23 જ લોકોના મોત નોંધાયા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે નકલી દારૂ થવાથી થયેલા મૃત્યુના ઘણા વધારે છે.
દારૂબંધી બાદ વર્ષ 2016માં પહેલો લઠ્ઠાકાંડ, 19ના મોત
વર્ષ 2016માં 16થી 18 ઓગસ્ટની વચ્ચે બિહારના ગોપાલગંજ જિલ્લાના ખજુરબાનીમાં નકલી દારૂ પીવાથી 19 લોકોના મોત થયા હતા. તે વર્ષે એપ્રિલમાં રાજ્યમાં દારૂબંધી લાગુ થયા બાદ રાજ્યમાં આ પહેલી લઠ્ઠાકાંડની ઘટના હતી. પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ચોપડે માત્ર 6 મૃત્યુ દર્શાવવામાં આવી છે. એનસીઆરબીના આંકડા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે જ અપડેટ કરવામાં આવે છે.
બિહારમાં લઠ્ઠકાંડ સંબંધિત મૃત્યુના આંકડાઓમાં ભારે વિસંગતતાની આ એક માત્ર ઘટના નથી. NCRBના આંકડા અનુસાર વર્ષ 2016થી 2021 બિહારમાં નકલી દારૂ થવાથી કુલ 23 લોકોના મોત થયા છે. જેમા વર્ષમાં 2016માં લઠ્ઠાકાંડમાં 6 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે વર્ષ 2017 અને 2018માં એક પણ વ્યક્તિના મોતની ઘટના બની નથી. તો વર્ષ 2019માં નકલી દારૂ પીવાથી નવ અને વર્ષ 2020માં 6 તેમજ વર્ષ 2021માં બે વ્યક્તિઓના મોત થયા છે.
ધી ઇન્ડિયન એક્સપ્રેસના એનાલિસિસ મુજબ, જો કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ઓછામાં ઓછી 20 લઠ્ઠાકાંડની ઘટનાઓ બની, જેમાં લગભગ 200 લોકોના મોત થયા. એકલા વર્ષ 2021મં જ લઠ્ઠાકાંડની 9 ઘટનાઓમાં 106 લોકોના મોત થયા હતા.
બિહારમાં બે વર્ષ બનેલી લઠ્ઠાકાંડની ત્રણ મુખ્ય ઘટનાઓમાં – ભાગલપુરમાં 22-23 માર્ચના રોજ 22 લોકોના મોતથયા, ગોપાલગંજ વિસ્તારમાં 2-3 નવેમ્બરના રોજ નકલી દારૂ પીવાથી 20 લોકોના મોત થયા અને ત્યારબાદ ફરી ગોપાલગંજ વિસ્તારમાં 3 – 4 નવેમ્બરે લઠ્ઠો પીવાથી 15 લોકોના મોત થયા હતા.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તાજેતરમાં ત્યાં દારૂબંધી પછીની સૌથી ભયંકર લઠ્ઠાકાંડની ઘટના અને લોકોના મૃત્યુની આલોચનાનો જવાબ આપતા અન્ય રાજ્યોમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. બિહારમાં તાજેતરમાં સરનામાં લઠ્ઠાકાંડની ઘટનામાં 38 લોકોના મોત થયા છે. તે ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં સિવાનમાં પણ લઠ્ઠો પીવાથી પાંચ વ્યક્તિઓના મોત થયા છે.

બિહારના અધિક પોલીસ મહાનિર્દેશક (મુખ્ય મથક), જિતેન્દ્ર સિંહ ગંગવારે ધી ઈન્ડિયન એક્સપ્રેસના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.
વર્ષ 2022માં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બિહારમાં લઠ્ઠાકાંડની 10 ઘટનાઓ બની છે, જેમાં બે સારનમાં અને 3 નાલંદામાં બની છે.
જેડી(યુ) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે કુમાર દારૂ પીવા વિરુદ્ધ જાગૃતિ લાવવા ડિસેમ્બર 2025 બાદ બિહાર યાત્રા પર નીકળશે. મુખ્યમંત્રીએ શુક્રવારે વિધાનસભામાં કહ્યું હતું કે, “હું લોકોને પીવાની ખરાબ અસરો વિશે જણાવવા માટે રાજ્યભરમાં પ્રવાસ કરીશ.”
લઠ્ઠાકાંડ વિશેના મહત્વપૂર્ણ સમાચાર દારૂ બનાવનારને પણ ખબર નથી હોતી કે દારૂ ક્યારે ઝેરી બની જાય, જાણો કેવી રીતે બને છે દેશી દારૂ? નકલી દારૂથી 6 વર્ષમાં મધ્યપ્રદેશમાં 1322, તો બિહારમાં 23 અને ગુજરાતમાં 54ના મોત
દરમિયાન, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે જણાવ્યું હતું કે અન્ય જિલ્લાઓમાં લઠ્ઠાકાંડના મૃત્યુ અંગેના મીડિયા અહેવાલોને પગલે તેણે ઘટના સ્થળ પર તપાસ કરવા માટે તેના એક સભ્યની આગેવાનીમાં તપાસ ટીમની રચના કરવાનો નિર્ણય લીધો છે.