બિહારમાં ઝેરી દારૂ પીવાની ઘટનામાં મોતનો આંકડો વધતો જાય છે. આ ઘટનામાં મોતનો આંકડો 53 સુધી પહોંચ્યો છે. જ્યારે દારૂ બનાવવા માટે સ્પિરિટની સપ્લાય પોલીસ સ્ટેશનમાંથી થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દૈનિક ભાસ્કરની એક રિપોર્ટ પ્રમાણે મશરખ પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલી સ્પિરિટની બોટલો ગાયબ છે. સ્પિરિટની બોટલો કન્ટેઇનરમાં રાખેલી હતી અને કન્ટેઇનર પોલીસ સ્ટેશનમાંથી ગાયબ હતું. આ ઘટનાના પુરાવા તરીકે ગ્રામીણો તરફથી એક વીડિયો બનાવીને ઉત્પાદન વિભાગના મુખ્ય સચિવ કેકે પાઠકને મોકલવામાં આવ્યો હતો.
મશરખ પોલીસ સ્ટેશનમાંથી સ્પિરિટર ભરેલું કેન્ટેઇનર ગાયબ
ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા જપ્ત કરવાાં આવેલું સ્પિરિટ ભરેલું કેન્ટઇનર રાખેલું હતું. જોકે, આ કન્ટેઇનર ગાયબ છે. થોડા દિવસ પહેલા મશરખ પોલીસે મોટી સંખ્યામાં સ્પિરિટની બોટલો ભરેલું કન્ટેઇનર જપ્ત કર્યું હતું. આ કન્ટેઇનરને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું હતું જોકે, આ કેન્ટેઇનર હવે ગાયબ છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ: 16 ડિસેમ્બરે પાકિસ્તાની સેના સામે ભારતની જીતની યાદમાં ‘વિજય દિવસ’ની ઉજવણી
જોઇન્ટ કમિશ્નર કૃષ્ણા પાસવાન અને ડિપ્યુટી સેક્રેટરી નિરંજન કુમારે પોલીસ સ્ટેશનમાં પહોંચીને પરિષરની તપાસ કરી હતી. તેમણે ડ્રમમાં રાખેલા સ્પિરિટનું સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યું હતું. જ્યારે ગ્રામીણોએ આરોપ લગાવ્યો હતો કે ચોકીદાર અને પોલીસની મદદથી પોલીસ સ્ટેશનમાંથી જ સ્પિરિટની સપ્લાય થતી હતી.
મરનારા 17 લોકો મશરખના હતા
ઉલ્લેખનીય છે કે ઝેરી દારુ પીવાની ઘટનામાં મોતનો આંકડો 53 સુધી પહોંચી ગયો છે જ્યારે મૃતકો પૈકી 17 લોકો મશરખમાં રહેતા હતા. મરવામાં ત્રણ એવા લોકો સામેલ છે જે પોતે દારૂ વેચી રહ્યા હતા. પોલીસ કાર્યવાહી કરતા મશરખ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અને ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીએમએ મઢૌરાના એસડીપીઓની ટ્રાન્સ્ફર કરવા અને વિભાગીય કાર્યવાહી કરવાની સલાહ આપી છે.