"તુમ સિર્ફ મેરી હો...", યુવકે ગર્લફ્રેન્ડને રસ્તા વચ્ચે ગોળી મારી, બે મહિના પછી ઉઠવાની હતી ડોલી

Bihar lover killed a lover : યુવક યુવતીના પાડોશમાં જ રહેતો હતો, યુવતીના લગ્ન બીજે નક્કી થઈ જતા યુવક ગુસ્સે થયો, અને ગોળી મારી દીધી, પછી પોતાની જાતને પણ ગોળી મારી દીધી. આ મામલો મસોધી પોલીસ સ્ટેશન વિસ્તારના તરેગના ગામનો છે.

Bihar lover killed a lover : યુવક યુવતીના પાડોશમાં જ રહેતો હતો, યુવતીના લગ્ન બીજે નક્કી થઈ જતા યુવક ગુસ્સે થયો, અને ગોળી મારી દીધી, પછી પોતાની જાતને પણ ગોળી મારી દીધી. આ મામલો મસોધી પોલીસ સ્ટેશન વિસ્તારના તરેગના ગામનો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Bihar | lover killed a lover, Pistol | firing Murder

પ્રતીકાત્મક ફોટો - (ઇન્ડિયન એક્સપ્રેસ).

બિહારની રાજધાની પટનાથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં તારેગ્નામાં, એક પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાને ગોળી મારી અને પછી પોતાને પણ ઉડાવી દીધો. ગોળી વાગવાથી છોકરાનું મોત થયું હતું જ્યારે છોકરીની હાલત હજુ નાજુક છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના મસૌરી સબ ડિવિઝનલ હેડક્વાર્ટરના તારેગ્ના દિહમાં બની હતી. મામલો પ્રકાશમાં આવતાં જ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Advertisment

મૃતક યુવકનું નામ રાજુ છે. તે મસોધી પોલીસ સ્ટેશન વિસ્તારના તરેગના ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ સંજય પાસવાન છે. તે છોકરીનો પાડોશી છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની ચર્ચા છે. છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેનો સંબંધ બીજે ક્યાંક નક્કી થઈ ગયો હતો. યુવતી બે મહિના પછી બીજા કોઈ સાથે લગ્ન કરવા જઈ રહી હતી.

આ જાણીને છોકરો પરેશાન થઈ ગયો. જોકે યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે પોલીસનું કહેવું છે કે, આ મામલો એકતરફી છે. છોકરો પાડોશમાં રહેતી યુવતી પર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો પરંતુ, તે બીજે લગ્ન કરવા જતી હતી. યુવતીએ છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

છોકરાને રસ્તાની વચ્ચે ગોળી વાગી

રિપોર્ટ અનુસાર ઘટનાના દિવસે યુવતી કોચિંગમાંથી અભ્યાસ કરીને ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન છોકરાએ તેનો રસ્તો રોકી દીધો અને તેની સાથે વાત કરવા લાગ્યો. આના પર યુવતીએ તેને ધક્કો માર્યો હતો. છોકરો ગુસ્સે થયો, તેણે બંદૂક કાઢી અને છોકરીને ગોળી મારી. ગોળી વાગતાની સાથે જ યુવતી રોડ પર પડી ગઈ હતી. જે બાદ છોકરાએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. તે પણ રસ્તા પર પડી ગયો. સ્થાનિકો બંનેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ છોકરાને મૃત જાહેર કર્યો. જો કે યુવતીની સારવાર ચાલુ છે. તેની હાલત નાજુક બની ગઈ છે. પોલીસે ઘટના સ્થળેથી એક પિસ્તોલ અને ત્રણ બુલેટ મળી આવ્યા છે.

Advertisment

આ પણ વાંચો -

મળતી માહિતી મુજબ, છોકરો અભ્યાસની સાથે પ્રાઈવેટ નોકરી કરતો હતો. તે કોમ્પ્યુટર કોર્સ કરતો હતો. તેના પિતા ખેડૂત છે. જ્યારે યુવતી સમૃદ્ધ પરિવારની છે. તેના પિતા સાઉદી અરેબિયામાં નોકરી કરે છે. તે તેના માતા-પિતાની એકમાત્ર સંતાન છે. આ મામલે મસોઢી પોલીસ સ્ટેશનના અધિકારી સંજય કુમારનું કહેવું છે કે, મૃતક યુવતીના પડોશમાં જ રહેતો છે. આ એક તરફી પ્રેમનો મામલો લાગે છે. હાલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

bihar ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ