Nitish Kumar : નીતિશ કુમારને જેડીયુ- ભાજપના ગઠબંધનથી ફાયદો, બિહાર વિધાનસભા અને લોકસભા ચૂંટણી પર એક નજર

Nitish Kumar JDU - BJP Alliance In Bihar : નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે 9મી વખત શપથ લેશે. વિધાનસબા હોય કે લોકસભા દરેક ચૂંટણીમાં જેડીયુને ભાજપ સાથેના ગઠબંધનથી ફાયદો જ થયો છે. આંકડાઓ પર એક નજર કરીયે

Written by Ajay Saroya
Updated : February 16, 2024 17:57 IST
Nitish Kumar : નીતિશ કુમારને જેડીયુ- ભાજપના ગઠબંધનથી ફાયદો, બિહાર વિધાનસભા અને લોકસભા ચૂંટણી પર એક નજર
Nitish Kumar : નીતિશ કુમાર બિહારના મુખ્ય મંત્રી છે. (Photo - @NitishKumar)

(Anjishnu Das) Nitish Kumar CM Of Bihar: નીતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રીના શપથ લેશે. નીતિશ કુમારે તેની પાર્ટી જેડીયુ અને આરજેડીનું ગઠબંધન તોડીને ભાજપ સાથે જોડાણ કર્યું છે. બિહારના મુખ્ય પ્રધાન અને જેડીયુના સુપ્રીમો નીતિશ કુમારે ફરી એકવાર ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) સાથે ગઠબંધન કર્યું છે અને છેલ્લા દાયકામાં આ ચોથી વખત છે જ્યારે તેમણે પક્ષ પલટું કર્યો છે. નીતિશ કુમાર બિહારના રાજકારણમાં લોકપ્રિય રાજનેતા છે. જ્યારે પણ તેમણે રાજકીય બળવો કર્યો છે ત્યારે ભાજપ દ્વારા તેમની ટીકા કરવામાં આવી છે.

Bihar Political Crisis, બિહાર રાજકારણ, bihar political issue
નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવની ફાઇલ તસવીર

જેડીયુ-ભાજપ પાસે સરળ બહુમતી, વિપક્ષ આરજેડી અને કોંગ્રેસ પાછળ (JDU – BJP Alliance)

હાલમાં 243 સભ્યોની બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની આગેવાની હેઠળની જેડીયુ પાસે 45 અને ભાજપ પાસે 78 ધારાસભ્યો છે. આ સાથે ગઠબંધનની સંખ્યા વધીને 123 થઈ ગઈ છે. તેમજ વધુ એક અપક્ષના સમર્થનની અપેક્ષા છે. તેનાથી તેમને 122 સભ્યોનો બહુમતીનો આંકડો મળશે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે આરજેડી પાસે કુલ 114 ધારાસભ્યો છે, જે બહુમતથી આઠ ઓછા છે.

નીતિશ કુમારની વિદાયથી ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો (Nitish Kumar Exits Form India Alliance)

લોકસભા ચૂંટણી 2024 પહેલા નીતિશ કુમાર જવાથી ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો લાગ્યો છે. કારણ કે લોકસભા અને બિહાર વિધાનસભા ચૂંટણી બંનેમાં જેડીયુનું વર્ચસ્વ છે. જેડીયુ અને ભાજપ માટે આ એક અનુભવી અને પરીક્ષણ કરાયેલ ગઠબંધન છે, જેણે 2019ની સામાન્ય ચૂંટણીઓ અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું.

2019ની લોકસભા ચૂંટણીમાં, બિહારમાં એનડીએમાં BJP, JDU અને લોક જનશક્તિ પાર્ટી (LJP)નો સમાવેશ થાય છે. રાજ્યની 40 સંસદીય બેઠકોમાંથી, ભાજપ અને જેડીયુ 17 બેઠકો પર અને એલજેપી છ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. આ ગઠબંધન 54.34% ના સંયુક્ત વોટ શેર સાથે 40 માંથી 39 બેઠકો જીતીને રાજ્યમાં જીત હાંસલ કરી હતી. જ્યારે બીજેપી અને એલજેપીએ તેઓ લડેલી તમામ બેઠકો જીતી હતી, પરંતુ જેડીયુ એક બેઠક સાથે પાછળ રહી હતી જે કોંગ્રેસે જીતી હતી.

તે આરજેડીની આગેવાની હેઠળના ગઠબંધન માટે સંઘર્ષ હતો, જેમાં કોંગ્રેસ અને અન્ય ત્રણ નાના પક્ષો સામેલ હતા. 31.23% વોટ શેર મેળવવા છતાં તેઓ એકસાથે માત્ર 1 સીટ જીતી શક્યા. જ્યારે કોંગ્રેસે 9 બેઠકો પર ચૂંટણી લડી અને 1 બેઠક જીતી, RJDએ 19 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ કમનસીબે એક પણ બેઠક જીતી શકી ન હતી.

ડાબેરી પક્ષો બિહારમાં 19 બેઠક પર ચૂંટણી લડ્યા હતા પરંતુ એક પણ બેઠક જીતવામાં સફળ થયા ન હતા. નોંધનીય છે કે, RJDને 15.68% વોટ મળ્યા છતાં શૂન્ય સીટ મળી, જ્યારે BJPને 24.06% અને JDUને 22.26% વોટ મળ્યા હતા.

2014ની પ્રથમ મોદી લહેરની ચૂંટણીમાં, JDUએ બિહારમાં સ્વતંત્ર રીતે 38 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ 16.04% વોટ શેર સાથે માત્ર 2 બેઠકો જીતી હતી. એનડીએ જેમાં આ વખતે ભાજપ, LJP અને અન્ય એક પ્રાદેશિક પક્ષ સામેલ હતા, તેણે જેડીયુના વોટ શેરથી બમણાં કરતા વધારે (39.41%) સાથે 31 બેઠકો જીતી હતી. 30.24% વોટ શેર હોવા છતાં આરજેડી – કોંગ્રેસ – એનસીપી ગઠબંધન માત્ર 7 બેઠકો જીતી શક્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ