Nitish Kumar: નીતિશ કુમારની રાજરમતથી બિહારમાં JDU-RJDનું જોડાણ તૂટવાની આશંકા, તેજસ્વી યાદવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ રદ કર્યો, આ છે કારણે

Nitish Kumar And Tejashwi Yadav In Bihar: બિહારમાં રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહને જેડીયુના વડા પદેથી દૂર કર્યા પછી રાજકીય અવિશ્વાસ વધ્યો છે. આરજેડીના નેતા કહે છે કે આગામી મહિનો ગઠબંધન માટે નિર્ણાયક હશે, જ્યારે પાર્ટી કેબિનેટ વિસ્તરણની માંગ કરશે.

December 31, 2023 09:04 IST
Nitish Kumar: નીતિશ કુમારની રાજરમતથી બિહારમાં JDU-RJDનું જોડાણ તૂટવાની આશંકા, તેજસ્વી યાદવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ રદ કર્યો, આ છે કારણે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. (Photo - @NitishKumar)

 (સંતોષ સિંહ) બિહારમાં બે મુખ્ય રાજકીય સાથી પક્ષો જનતા દળ (યુનાઇટેડ) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહને JD(U)ના અધ્યક્ષ પદ પરથી હટાવવા અને પોતે આ પદ સંભાળવા પાછળ લાલન સિંહની RJD સાથે વધતી જતી નિકટતા મુખ્ય કારણ છે. નીતિશ કુમાર, જે વિપક્ષ સંગઠન ઈન્ડિયા ગઠબંધનમાં પોતાના માટે મુખ્ય ભૂમિકા ઇચ્છે છે અને તેના માટે ગઠબંધન પર દબાણ લાવી રહ્યા છે, તેઓ જૂથવાદને ટાળવા ઉપરાંત તેમની પાર્ટીની એકતરફી કમાન્ડ પણ ઇચ્છે છે.

બિહારમાં મહાગઠબંધનના બે મોટા સાથી પક્ષો વચ્ચે સ્પષ્ટ વિવાદના નવા સંકેતો દેખાઇ રહ્યા છે. નાયબ સીએમ તેજસ્વી પ્રસાદ યાદવે તેમનો સત્તાવાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ રદ કર્યો છે, જે 6 જાન્યુઆરીથી શરૂ થવાનો હતો. તેજસ્વીએ આઈઆરસીટીસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાની તારીખના એક દિવસ પછી પ્રવાસનું આયોજન કર્યું હતું.

આરજેડીના એક અગ્રણી નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી ” બિહાર રાજ્યના રાજકારણમાં અનિશ્ચિતતાના સમયે તેના મુખ્ય નેતાને દેશની બહાર મોકલીને કોઈ જોખમ લેવા માંગતી નથી.” તેમણે કહ્યું: “તેજસ્વીએ ડિસેમ્બરમાં ચાર વખત મુખ્યમંત્રી સાથે સ્ટેજ શેર કર્યો ન હતો. જે બે રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે વણસેલા સંબંધોના સંકેત છે. સત્તા સંભાળવાની પહેલા મુખ્યમંત્રી ઘણી વખતે બિહારમાં ‘કુશાસન’ (RJDના કાર્યકાળ દરમિયાન) પ્રત્યક્ષ અને આડકતરી રીતે દર્શાવીને વારંવાર તેમના નાયબને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે.

આરજેડીના અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે સિંહને જેડીયુના વડા પદ પરથી હટાવવાથી “જેડીયુ અને આરજેડી વચ્ચે અવિશ્વાસ પેદા થયો છે, છતાં નેતાઓએ તેને જાહેરમાં સ્વીકાર્યું નથી.”

આરજેડીના એક નેતાએ કહ્યું કે જાન્યુઆરી બંને પક્ષો માટે “મહત્વપૂર્ણ” મહિનો હશે. તેમણે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે કેબિનેટ વિસ્તરણ (ચાર મંત્રાલયો ભરવાના બાકી છે) જલ્દી થાય. “તે પછી અમને ખાતરી મળશે કે મહાગઠબંધન અકબંધ છે અને અમે હજુ પણ યોગ્ય અને સકારાત્મક માનસિકતા સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરી શકીશું.”

તેમણે કહ્યું કે બંને પક્ષો વચ્ચે મતભેદ હોવા છતાં, વિધાનસભામાં સંખ્યાબળને કારણે નીતિશ કુમારને ઈન્ડિયા ગઠબંધનમાં ચાલુ રહેવાથી રોકવામાં આવશે.

આ પણ વાંચો | સીટ વહેંચણી પર INDIA ગઠબંધન નેતાઓ સાથે વાતચીતની તારીખ આવી ગઈ, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન

નેતાએ જણાવ્યું કે, “RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે મળીને 114 ધારાસભ્યો છે, જે સામાન્ય બહુમતીથી માત્ર આઠ ઓછા છે.” તેઓ (નીતિશ) એનડીએ સાથે ફરી જોખમ ઉઠાવશે નહી, કારણ કે આ પ્રક્રિયામાં તેમને મુખ્યમંત્રીની ખુરશી ગુમાવવી પડી શકે છે. નીતિશ ત્યાં સુધી મુખ્યમંત્રી અને પ્રાસંગિક છે જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ