Bihar Politics : નીતિશ કુમારે નવમી વખત સીએમ પદના શપથ લીધા, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

Bihar Politics Nitish Kumar: નીતિશ કુમારે નવમી વખત બિહારના સીએમ પદના શપથ લીધા. વાંચો નીતિશ કુમાર અને બિહારના રાજકારણની પળેપળેની અપડેટ જાણો

Bihar Politics Nitish Kumar: નીતિશ કુમારે નવમી વખત બિહારના સીએમ પદના શપથ લીધા. વાંચો નીતિશ કુમાર અને બિહારના રાજકારણની પળેપળેની અપડેટ જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Nitish Kumar | Nitish Kumar Latest Update | Bihar Politics Live | Nitish Kumar Photo | Bihar CM Nitish Kumar | Nitish Kumar JDU

Nitish Kumar : નીતિશ કુમાર. (Photo - @NitishKumar)

Bihar Politics Crisis Nitish Kumar : બિહારમાં રાજનીતિ પલટાઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરીથી એનડીએમાં સામેલ થઈ ગયા છે. હવે બિહારમાં નવી સરકાર ભાજપ-જેડીયુની બની ગઇ છે. નીતિશ કુમાર નવમી વખત સીએમ પદના શપથ લીધા છે. તેમની સાથે ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.

Advertisment
bihar politics | Nitish kumar Jitan Ram Manjhi
બિહારની રાજનીતિ: બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે માંઝીને કહ્યું કે તમને સીએમ બનાવવી એ મારી મૂર્ખતા છે. (અનિલ શર્મા દ્વારા એક્સપ્રેસ તસવીર)

ઉપરાંત નીતિશ કુમારના આ નિર્ણયથી ભાજપ મોદી સરકાર સામે લડવા સંગઠીત થયેલા વિપક્ષ ગઠબંધન ઈન્ડિયા એલાયન્સનું ભાવી ધુંધળું બન્યું છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને પંજાબમાં આપ નેતા ભગવંત માને એકલા લોકસભા ચૂંટણી લડવાની ઘોષણા કરતા કોંગ્રેસ સામે ઈન્ડિયા ગઠબંધન ટકાવી રાખવા માટે મોટી મુશ્કેલી ઉભી થઇ છે. અહીંયા વાંચો તમે નીતિશ કુમાર અને બિહારના રાજકારણની પળેપળેની અપડેટ...

  • Jan 28, 2024 23:10 IST

    નીતિશ કુમારના પલટી મારવા પર તેજસ્વી યાદવે કહ્યું – હજુ ખેલ બાકી છે, જે કહું છું તે કરું છું

    Bihar Politics : તેજસ્વી યાદવે કહ્યું - તમે લખીને રાખજો જનતા દળ યુનાઇડેટ પાર્ટી છે તે 2024માં ખતમ થઇ જશે. વધુ વાંચો



  • Jan 28, 2024 18:09 IST

    કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સેલ પર 4.0ની તીવ્રતા નોંધાઇ

    કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં નોંધાયું છે. સાંજે 4.45 કલાકે આવેલા ભૂકંપથી અનેક લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જાન્યુઆરી મહિનામાં જ ભૂકંપ આવતા 26 જાન્યુઆરી 2001નાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી.



  • Advertisment
  • Jan 28, 2024 17:58 IST

    પીએમ મોદીએ નીતિશ કુમારને અભિનંદ પાઠવ્યા

    — Narendra Modi (@narendramodi) January 28, 2024



  • Jan 28, 2024 17:13 IST

    નીતિશ કુમારે નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    — ANI (@ANI) January 28, 2024



  • Jan 28, 2024 17:00 IST

    જેપી નડ્ડા સાથે ચિરાગ પાસવાન અને સમ્રાટ ચૌધરી

    — ANI (@ANI) January 28, 2024



  • Jan 28, 2024 16:59 IST

    થાકેલા હતા નીતિશ કુમાર, અમે કરાવ્યા કામ - તેજસ્વી યાદવ

    આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે અમે ગઠબંધન ધર્મનું પાલન કર્યું છે. એક વાત સ્પષ્ટ છે કે હજુ રમત શરુ થઇ છે. હજુ રમત બાકી છે.

    — ANI (@ANI) January 28, 2024



  • Jan 28, 2024 15:30 IST

    Bihar Politics Live : નીતિશ કુમાર અને બે નાયબ મંત્રી 5 વાગે શપથ લેશે

    બિહારમાં જેડીયુ અને ભાજપના ગઠબંધનથી નવી સરકાર બની રહી છે. નવી સરકારમાં જેડીયુ વડા નીતિશ કુમાર મુખ્યમંત્રી અને બે નાયબ મંત્રી - ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા મંત્રીપદના શપથ લેશે. આજે સાંજે 5 વાગે નવા નેતાઓની શપથવિધિ થશે.



  • Jan 28, 2024 14:30 IST

    Bihar Politics Live : નીતિશ કુમાર સહિત કુલ 9 નેતા મંત્રી બનશે, આજે શપથવિધિ થશે

    બિહારમાં નવી ગઠબંધનવાળી સરકાર બની રહી છે. નીતિશ કુમાર નવમી વખત રાજ્યના મખ્યુમંત્રી બની રહ્યા છે, જે એક રેકોર્ડ છે. બિહારમાં નીતિશ કુમારના જેડીયુએ લાલા પ્રસાદ યાદવના આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે જોડાણ કર્યું છે. જે અંતર્ગત નવા મંત્રીમંડળમાં ભાજપના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નીતિશ કુમાર સહિત કુલ 9 મંત્રીઓ શપથ લેશે. જેમાં નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી અને સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નવા નાયબ મુખ્યમંત્રી બનશે. તદ્દપરાંત શપથ લેનાર અન્ય મંત્રીઓમાં ડો. પ્રેમ કુમાર, વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, શ્રવણ કુમાર, સંતોષ કુમાર સુમન અને સમુમિત કુમાર સિંહનો સમાવેશ થાય છે.



  • Jan 28, 2024 12:46 IST

    Bihar Politics Live : તેજ પ્રતાપનો નીતિશ કુમાર પર શાબ્દિક હુમલો

    નીતિશ કુમારે આરજેડી સાથે ગઠબંધન તોડીને નવેસરથી સરકાર બનાવવાની ઘોષણા કરી છે. તેજ પ્રતાપે ટ્વિટ કરીને નીતિશ કુમાર શાબ્દિક પ્રહાર કર્યા છે.

    — Tej Pratap Yadav (@TejYadav14) January 28, 2024



  • Jan 28, 2024 12:43 IST

    Bihar Politics Live : એનડીએના ધારાસભ્યોની બેઠથ થશે

    ભાજપ નેતા શાહનવાઝ હુસેન કહ્યુ કે, સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય પક્ષના નેતા પસંદ કરવામાં આવ્યા છે. વિજય સિન્હા નાયબ મુખ્યમંત્રી બનશે. હવે એનડીએના ધારાસભ્ય પક્ષની બેઠક થશે.



  • Jan 28, 2024 12:40 IST

    Bihar Politics Live : પહેલાથી જ ખબર હતી નીતિશ પલટી મારશે : ખડગે

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કહ્યુ કે, અમને પહેલાથી ખબર હતી કે નીતિશ કુમાર પક્ષ પલટુ કરી શકે છે. આ વિશે લાલ પ્રસાદ અને તેજસ્વી યાદવ સાથે વાત થઇ હતી.

    — Press Trust of India (@PTI_News) January 28, 2024



  • Jan 28, 2024 12:39 IST

    Bihar Politics Live : સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નવા નાયબ મુખ્યમંત્રી બનશે, આજે સાંજે શપથવિધિ થશે

    બિહારમાં નવી સરકાર બનવા જઇ રહી છે. જેમાં નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમજ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નવા નાયબ મુખ્યમંત્રી બનશે.



  • Jan 28, 2024 11:33 IST

    Bihar Politics Live : નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યુ, કહ્યું - આજે ગઠબંધનથી અલગ થઇ ગયા

    નીતિશ કુમારે બિહારના રાજ્યપાલને રાજીનામું સોંપ્યુ છે. રાજભવનથી પરત ફરતા વખતે નીતિશ કુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ - આજે મે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને મને રાજ્યપાેલ તરફથી રાજ્યમાં સરકારને ભંગ કરવા જણાવ્યું છે.

    — ANI_HindiNews (@AHindinews) January 28, 2024



  • Jan 28, 2024 10:58 IST

    Bihar Politics Live : નીતિશ કુમારે રાજીનામાંની ઘોષણા કરી, રાજભવન જશે

    નીતિશ કુમારે રાજીનામું આપવાની ઘોષણા કરી છે. પટનામાં રાજભવન અને મુખ્યમંત્રીના નિવાસ પર સુરક્ષા વધારવામાં આવી છે. મીડિયા સુત્રોના મતે રવિવારે સવારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં સીએમ નીતિશ કુમારે સીએમ પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે. હવે રાજ્યપાલને રાજીનામું સોંપવા રાજભવન જશે



  • Jan 28, 2024 09:48 IST

    ભાજપ ધારાસભ્ય રામ સિંહ કહ્યું - બિહારમાં તમામ 40 બેઠકો જીતીશું

    બિહાર ભાજપના ધારાસભ્યો રવિવારે બેઠક માટે પટના સ્થિત પાર્ટી કાર્યાલય પહોંચવા લાગ્યા છે. ધારાસભ્ય રામ સિંહે કહ્યું કે, લોકસભા ચૂંટણીને લઇને બેઠકો ચાલી રહી છે. ઉપરથી જે નિર્ણય લેવાશે તેનો અમલ થશે. જેપી નડ્ડા અહીંયા આવી રહ્યા છે. અમે તમામ 40 બેઠકો જીતીશું.

    — ANI_HindiNews (@AHindinews) January 28, 2024



  • Jan 28, 2024 09:45 IST

    નીતિશ કુમારની રાજનીતિ પર આરજેડી શું એક્શન લેશે?

    સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, આરજેડીના કેટલા નેતા નવી સરકાર બનાવવા દાવો રજૂ કરી શકે છે અને અપેક્ષા છે કે મહાગઠબંધનને બહુમતનો આંકડો હાંસલ કરવા માટે આઠ ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે, પરંતુ તેજસ્વી યાદવ સહિત અન્યો આ વિચારથી સહમત દેખાતા નથી કારણકે, 243 ધારાસભ્ય વિધાનસભામાં જેડીયુ અને ભાજપ સાથે કુલ મળીને 122થી વધારે સભ્ય છે.



  • Jan 28, 2024 09:34 IST

    નીતિશ કુમાર રાજ્યપાલને મળવા જશે, રાજીનામું આપશે!

    નીતિશ કુમારે રવિવારે સવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને મળવા સમય માંગયો છે. એવું માનવામાં આવે છે કે, જેડીયુ નેતા નીતિશ કુમારે રવિવાર સવાગે પદેથી રાજીનામું આપી શકે છે.

    https://twitter.com/AHindinews/status/1751454645149647175



  • Jan 28, 2024 09:32 IST

    નીતિશ કુમાર 10 વાગે ધારાસભ્યો સાથે બેઠક યોજશે - સુત્રો

    એવું માનવામાં આવી રહ્યુ છે કે, નીતિશ કુમારે આજે રવિવારે રાજીનામું આપી શકે છે અને અને ભાજપ સાથે સરકાર બનાવવાનો દાવો કરશે. સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે તેઓ આજે સવારે 10 વાગ્યાની આસપાસ તેમના પક્ષના ધારાસભ્યોની બેઠકને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ રાજીનામું સોંપવા કરવા રાજભવન જશે.



નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધન bihar politics congress ભાજપ