/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/tejashwi-yadav-.jpg)
તેજસ્વી યાદવ (File Photo)
Bihar Politics Tejashwi Yadav And Nitish Kumar : બિહારના રાજકારણમાં નીતિશ કુમારે ફરી એકવાર આરજેડીને મોટો ઝટકો આપ્યો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યા હતા પરંતુ કાકા નીતિશ કુમારે તેમને ફરી એક આંચકો આપ્યો. નીતિશના વિશ્વાસઘાત પર તેજસ્વીએ કહ્યું હતું કે તે જલ્દી કંઈક કરશે. આવી સ્થિતિમાં 12 ફેબ્રુઆરીએ યોજાનાર સીએમ નીતીશ કુમારની સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા તેજસ્વીએ આરજેડીના તમામ ધારાસભ્યોને તેમના નિવાસસ્થાને રોક્યા છે. આ વાતને લઇ તેજસ્વી કોઇ ખેલા કરશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હકીકતમાં બહુમત પરિક્ષણની પહેલા આરજેડી પોતાના તમામ કિલ્લા મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન તેજસ્વી યાદવે આરજેડી ધારાસભ્યો સાથે ત્રણ કલાક સુધી બેઠક યોજી હતી. આ પછી તમામ ધારાસભ્યોને પંચ દેશ રત્ન માર્ગ સ્થિત તેજસ્વીના આવાસ પર રોકી દેવામાં આવ્યા છે. ધારાસભ્યોને તેમના સામાન સાથે તેજસ્વીના ઘરે મોકલવામાં આવ્યા છે. આને આરજેડીના બંદોબસ્ત તરીકે જોવામાં આવી રહ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Nitish-Kumar.jpg)
સવાલ એ પણ છે કે તેજસ્વીએ આ ધારાસભ્યોને માત્ર ખેલા કરવાના ઈરાદાથી રોક્યા છે કે પછી ભાજપના ડરથી. તેનું કારણ એ છે કે જેડીયુ-ભાજપ ગઠબંધન પછી ભાજપના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે આરજેડીના ઘણા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ કારણે તેને તેજસ્વી યાદવના સક્રિય પગલા તરીકે પણ જોઈ શકાય છે.
તમામ ધારાસભ્યો અંતાક્ષરી રમશે
તેજસ્વી યાદવના ઘરે ધારાસભ્યોને રોકવાના મુદ્દે, આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે અમારા માટે, 12 ફેબ્રુઆરી એ સામાન્ય તારીખ છે… અમારા ધારાસભ્યોએ નક્કી કર્યું હતું કે તેઓ આગામી 48 કલાક સુધી સાથે રહેશે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તમને તે રસપ્રદ લાગશે પરંતુ આ સમય દરમિયાન અમે અંતાક્ષરી રમીશું. અમે આ રમત શરૂ કરી નથી પરંતુ જેમ તેજસ્વી યાદવે કહ્યું તેમ અમે તેને સમાપ્ત કરીશું. આ સાથે તેમણે સીએમ નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે નીતીશ કુમાર પોતે ભારત ગઠબંધન માટે આગળ આવ્યા હતા.
#WATCH | Patna, Bihar: RJD MP Manoj Jha says, "...For us, February 12 is an ordinary date...Our MLAs had decided that for the next 48 hours, they would stay together and discuss various issues. You will find it very interesting that they are playing 'antakshari' inside...February… pic.twitter.com/OFZVETOLY2
— ANI (@ANI) February 10, 2024
કોંગ્રેસના ધારાસભ્યો હૈદરાબાદમાં
આરજેડી કરતાં ધારાસભ્યો ગુમાવવાનો વધારે ડર કોંગ્રેસને છે. આનું પરિણામ એ આવ્યું કે સરકાર બદલાયાના થોડા જ સમયમાં કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને પટના બોલાવીને હૈદરાબાદ મોકલી દીધા. કોંગ્રેસે દિલ્હીમાં તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, જેમાં 19માંથી 17 ધારાસભ્યોએ હાજરી આપી હતી. હૈદરાબાદ જનારા ધારાસભ્યોની સંખ્યા 16 હોવાનું કહેવાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-bihar-poitics-nitish-kumar.jpg)
બીજેપી અને જેડીયુના ધારાસભ્યો ક્યાં છે?
તાજેતરમાં જ ભાજપ અને જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયું છે. બંનેના સમર્થનથી નીતિશ કુમાર ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ જેડીયુ કે બીજેપી બંનેએ પોતાના ધારાસભ્યોને એક જગ્યાએ ભેગા કર્યા નથી. જો કે, જેડીયુ માટે ચિંતાનો વિષય છે કે અનૌપચારિક બેઠકમાં પાર્ટીના ઘણા ધારાસભ્યો ગાયબ હતા.
આ પણ વાંચો | ફ્લોર ટેસ્ટ પહેલા બિહારનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના બધા 16 ધારાસભ્યોને હૈદરાબાદ મોકલ્યા
ઉપપાંત બિહારના જેડીયુ મંત્રી શ્રવણ કુમાર દ્વારા બોલાવવામાં આવેલા ભોજન સમારંભમાં 6-7 ધારાસભ્યોએ પણ હાજરી આપી ન હતી. જેડીયુ માટે આ ચિંતાનું કારણ બની શકે છે. ભાજપનું આયોજન આમાં સારું હોવાનું કહેવાય છે, પરંતુ ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા જ જેડીયુએ તેના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જેડીયુના તમામ ધારાસભ્યો આ બેઠકમાં હાજરી આપે છે કે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us