બિહારમાં મોટી હલચલ, મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલને મળ્યા

Bihar Politics : બિહારના રાજકારણમાં હાલ હલચલ ચાલી રહી છે, નીતિશ કુમારની રાજ્યપાલ સાથે બેઠક અને અમિત શાહના ગઠબંધનને લઈ નિવેદનથી બિહારનું રાજકારણ ગરમાયું.

Bihar Politics : બિહારના રાજકારણમાં હાલ હલચલ ચાલી રહી છે, નીતિશ કુમારની રાજ્યપાલ સાથે બેઠક અને અમિત શાહના ગઠબંધનને લઈ નિવેદનથી બિહારનું રાજકારણ ગરમાયું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Bihar CM Nitish Kumar

બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર

Bihar Politics : બિહારના રાજકારણમાં ફરી એકવાર રાજકીય હલચલ જોવા મળી રહી છે. વાસ્તવમાં, મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવન પહોંચ્યા બાદ લગભગ 40 મિનિટ સુધી રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા હતા. આ દરમિયાન મંત્રી વિજય ચૌધરી પણ મુખ્યમંત્રી સાથે હતા.

Advertisment

આ પહેલા જેડીયુએ કોંગ્રેસના દાવાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતુ કે, બિહારના સીએમ રાહુલ ગાંધીની બેઠકમાં હાજરી આપવાના છે. જેડીયુના એમએલસી ખાલિદ અનવરે સ્પષ્ટ કર્યું છે કે, નીતિશ કુમાર આવી કોઈ બેઠકમાં હાજરી આપવાના નથી.

છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં રાજકીય તાપમાન એકદમ ઉંચુ જોવા મળી રહ્યું છે. તેનું મહત્વનું કારણ ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન હતું, જેમાં નીતિશના એનડીએમાં સામેલ થવાની સંભાવનાના સવાલ પર તેમણે કહ્યું હતું કે, જો આવો પ્રસ્તાવ આવશે તો તેના પર વિચાર કરવામાં આવશે.

Advertisment

બેઠકમાં શું થયું?

સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ નીતિશ કુમાર બિહારના બજેટ સત્ર અંગે રાજ્યપાલ સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે, તેમ કહેવાય છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની આ મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. જેમાં વિધાનસભાના બજેટ સત્રની ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો - Canada Visa: કેનેડામાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, સ્ટુડન્ટ વીઝા 35 ટકા ઘટાડવાની ઘોષણા

તેજસ્વીએ અટકળો પર નિવેદન પણ આપ્યું હતું

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, જ્યારે અમિત શાહની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું, પરંતુ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે મીડિયાને કહ્યું હતું કે, “મને ખબર નથી… આવું હોઈ શકે છે. જેથી તમે લોકો અમિત શાહ શું કહેવા માગે છે, તેની વધુ સારી સમજણ તમને વધારે હશે. તેજસ્વી યાદવે પત્રકારો સાથે વાત કરી અને ભાજપ પર ઉગ્ર નિશાન સાધ્યું અને અફવાઓ ફેલાવવા માટે ભાજપ પર આક્ષેપ કર્યો. આરજેડી નેતાએ કહ્યું, “જ્યારથી લાલુ યાદવ અને નીતિશ કુમારે હાથ મિલાવ્યા છે. ત્યારથી ભાજપ મુશ્કેલીમાં છે. તે હતાશામાંથી જ તેઓ આવા નિવેદનો કરી રહ્યા છે.

નીતિશ કુમાર bihar ગુજરાતી ન્યૂઝ politics દેશ