Bihar Politics : બિહારમાં નીતિશ કુમારના પલટી માર્યા પછી તેજસ્વી યાદવનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જે કામ આખા દેશમાં થયું નથી, તે અમે કર્યું છે. તેમના તરફથી એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે હજુ ખેલ બાકી છે, હું જે કહું છું તે કરું છું. તમે લખીને રાખજો જનતા દળ યુનાઇડેટ છે પાર્ટી છે તે 2024માં ખતમ થઇ જશે. હવે આ નિવેદનનો મોટો અર્થ છે, તે કહેવું પૂરતું છે કે તેજસ્વીના મનમાં કંઈક ચાલી રહ્યું છે. તે હજી પણ એક મોટી રમત રમાઇ શકે છે.
તેજસ્વીનું આ નિવેદન પહેલીવાર આવ્યું નથી
આમ જોવા જઈએ તો તેજસ્વીનું આ નિવેદન પહેલીવાર આવ્યું નથી. નીતિશ કુમાર જ્યારથી પાછા ફર્યા છે ત્યારથી તેજસ્વીએ અનેક પ્રસંગોએ આ વાત કહી છે. તેમણે અગાઉ કહ્યું હતું કે ખેલ થવાનો છે. ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે જેડીયુને તોડીને તેઓ બહુમત સાબિત કરશે. પછી લાગ્યું હતું કે માંઝીને તેમની સાથે લાવીને બહુમતીની નજીક આવી જશે. પરંતુ જ્યારે આ બંને વિકલ્પો બંધ થઇ ગયા છે ત્યારે તે ફરી બોલવું કે ખેલ થશે. બધાને આશ્ચર્ય થયું છે.
આ પણ વાંચો – નીતિશ કુમારની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા, આ અપક્ષ ધારાસભ્યને પણ મળી તક
લાલુ પ્રસાદ યાદવ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી
પરંતુ રાજકારણ એ અનિશ્ચિતતાઓની રમત છે. આવામાં કોઇ મોટા નાટકીય વળાંકને નકારી શકાય નહીં. અત્યાર સુધી લાલુ પ્રસાદ યાદવ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ તેજસ્વીનું માનવું છે કે તેમના તમામ આરજેડી મંત્રીઓએ શાનદાર કામ કર્યું છે. શિક્ષણની દિશામાં તેમના દ્વારા આવું કામ કરવામાં આવ્યું હતું, જે આખા દેશમાં થયું નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે સૌથી વધુ નોકરીઓ આરજેડી દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે 17 વર્ષ સુધી ભાજપ અને નીતિશ સાથે હતા ત્યારે જે કામ ન થઈ શક્યું તે કામ છેલ્લા 17 મહિનામાં પૂર્ણ થયું છે.
નીતિશ કુમારે નવમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે ભાજપના વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરીએ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.