bihar politics : લોકસભા ચૂંટણી પહેલા બિહારની રાજનીતિમાં વળાંક આવશે તેના પર સતત અટકળો લગાવવામાં આવી રહી છે. બિહારમાં અટકળોના રાઉન્ડને તે સમયે વધારે હવા મળી જ્યારે સિંગાપોરમાં રહેતી લાલુ યાદવની પુત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું. રાજકીય જાણકારોના જણાવ્યા અનુસાર રાજનીતિથી દૂર રહેતા રોહિણી આચાર્યએ નામ લીધા વગર નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.
રોહિણી આચાર્યએ ગુરુવારે સવારે એક્સ પર ત્રણ પોસ્ટ કરી હતી. પહેલી પોસ્ટ પર તેમણે કહ્યું કે ઘણીવાર કેટલાક લોકો પોતાની ખામીઓ નથી જોતા પરંતુ કોઇ બીજા પર કીચડ ઉછાળ્યા કરતા રહે છે. અન્ય એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, “ખીજ જતાયે ક્યા હોગા જબ હુઆ ના કોઈ અપના, યોગ્ય વિધી કા વિધાન કોન ટાલે જબ ખુદ કી નીયત મેં હી ખોટ હો.
ત્રીજા ટ્વિટમાં રોહિણી આચાર્યએ કહ્યું કે સમાજવાદી પ્રણેતા હોવાનો દાવો એ જ છે જેની વિચારધારા પવનની જેમ બદલાય છે. જોકે હંગામો વધતો જોઇને રોહિણી આચાર્યએ બાદમાં પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધા હતા.
આ પણ વાંચો – કોંગ્રેસને મોટો ફટકો, યેદિયુરપ્પાએ કરાવી પૂર્વ CM જગદીશ શેટ્ટારની ભાજપમાં ઘર વાપસી
નીતીશનું નિવેદન પણ ગરબડીના સંકેત આપે છે
કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ નીતિશ કુમારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે પણ કર્પૂરી ઠાકુરની જેમ પરિવારવાદને પ્રોત્સાહન આપવાના વિરોધમાં છીએ અને અમે પણ આવું કામ કર્યું નથી. તેમના આ નિવેદનને લાલુ પરિવાર પર સીધો હુમલો માનવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિણી આચાર્યએ ગુરુવારે પોતાની એક પોસ્ટમાં નીતીશ કુમારના આ નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.
ભાજપ કઈ શરતો પર નીતીશને એનડીએમાં પાછા લઈ શકે છે?
બિહારની રાજનીતિ પર નજર રાખનારાઓના મતે નીતિશ કુમાર ભલે ભાજપમાં પાછા ફરે પરંતુ ભગવા છાવણી તેમને જૂની શરતો સાથે આગળ ધપાવે તેવી શક્યતા ઓછી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આ વખતે બિહારના સીએમ પદથી ઓછી કોઈ પણ શરત પર નીતિશ કુમાર સાથે ભાગ્યે જ સમાધાન કરશે. બિહારમાં નીતિશ કુમાર અને ભાજપે સાથે મળીને 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. ગઠબંધને રાજ્યની 40 બેઠકોમાંથી 39 બેઠકો જીતી હતી.