scorecardresearch

બિલ ગેટ્સે રામનાથ ગોએન્કા મેમોરિયલ લેક્ચરમાં સંબોધન કર્યું, ‘Creating an Equal World: The Power of Innovation’ વિષય પર અભિપ્રાય આપ્યો

Bill Gates speech 5th Ramnath Goenka Memorial Lecture : વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક બિલ ગેટ્સની બુધવારે 5માં રામનાથ ગોએન્કા મેમોરિયલ લેક્ચરમાં હાજરી આપી પોતાનો અભિપ્રાય આપ્યો

બિલ ગેટ્સે રામનાથ ગોએન્કા મેમોરિયલ લેક્ચરમાં સંબોધન કર્યું, ‘Creating an Equal World: The Power of Innovation’ વિષય પર અભિપ્રાય આપ્યો
5માં રામનાથ ગોએન્કા મેમોરિયલ લેક્ચરમાં બિલ ગેટ્સ અભિપ્રાય આપશે (Express photo by Renuka Puri)

રામનાથ ગોએન્કા સ્મારક 5મું વ્યાખ્યાન: છેલ્લા કેટલાક સમયથી વિશ્વ ભારે ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધે વિશ્વને બેવડો માર માર્યો છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વને સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંતર ઘટાડવા માટે આજે જે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે તે પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. બિલ ગેટ્સ માટે પણ આ એક મોટો પડકાર છે.

વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક બિલ ગેટ્સ આજે એટલે કે બુધવારે 5માં રામનાથ ગોએન્કા મેમોરિયલ લેક્ચરમાં હાજરી આપી હતી. તેમણે “Creating an Equal World: The Power of Innovation,” વિષય પર વ્યાખ્યાન આપ્યું. લેક્ચર બાદ બિલ ગેટ્સે ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા સાથે વાતચીત કરી. લેખક, રોકાણકાર, ટેક્નોલોજીના સ્થાપક અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ અને ટ્રસ્ટી, બિલ ગેટ્સ એવા સમયે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે જ્યારે તેમનું પુસ્તક હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેક્સ્ટ પેન્ડેમિક તાજેતરમાં પ્રકાશિત થયું છે.)

Bill Gates Speech in Ramnath Goenka Lecture

આ પુસ્તક ટેક્નોલોજી દ્વારા વેક્સીન રિસર્ચથી આગામી સ્વાસ્થ્ય સંબંધી પડકારનો અનુમાન લગાવવા અને તેના સમાધાન માટેની વિગતવાર યોજનાની રૂપરેખા આપે છે. બિલ ગેટ્સે તેમના પુસ્તક માટે એક બ્લોગમાં લખ્યું હતું કે, ‘આપત્તિઓ ગમે ત્યારે ત્રાટકી શકે છે પરંતુ મહામારી વૈકલ્પિક છે.’ તેમણે લખ્યું કે તેઓ એવા દૃશ્યની કલ્પના કરે છે જ્યાં જાહેર આરોગ્ય એજન્સીઓ દ્વારા પ્રકોપ ફાટી નીકળવાની શોધ કરવામાં આવે છે. આ એક એવી વ્યવસ્થા છે જે વિશ્વના સૌથી ગરીબ દેશોમાં પણ અસરકારક રીતે કામ કરે છે.

તેમણે કહ્યું કે, જ્યારે પણ સરકાર કોઈ રોગ તરફ ધ્યાન દોરે છે, ત્યારે લોકોને ક્વારન્ટાઈન અને એન્ટિ-વાયરલ જેવા સાધનોથી બચાવવા માટે કામ કરવામાં આવે છે. જો આ અપૂરતું રહે તો, ટેસ્ટ, સારવાર અને રસીના વિકાસ પર કામ શરૂ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોવિડ-19ને કારણે વિશ્વભરમાં ઓછામાં ઓછા 6.8 મિલિયન લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેનાથી ગરીબ દેશોને સૌથી વધુ અસર થઈ છે, જ્યાં રસીની અછત હતી.

ઉલ્લેખનીય છે કે, G-20 સમિટમાં ભારતની ત્રણ આરોગ્ય પ્રાથમિકતાઓમાંની એક એ છે કે, જો વિશ્વમાં બીજી કોઈ મહામારીની સ્થિતિ છે, તો સલામતીના પગલાં એ રીતે લેવા જોઈએ કે રસી અને દવાઓ વગેરે બધા માટે ઉપલબ્ધ હોય.

બિલ ગેટ્સે પ્રથમ 100 દિવસ દરમિયાન મહામારીને રોકવાની અસરકારક રીત વિશે વાત કરી છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનું કહેવું છે કે, વુહાનથી કોવિડ-19ના કારણે પ્રથમ મૃત્યુના 12 દિવસની અંદર, તેઓએ ખતરાનો સામનો કરવા માટે 5 મિલિયન ડોલર સાથે આની પર કામ કરવાનું શરૂ કરી દીધુ હતુ.

મહામારી પછી પ્રથમ રામનાથ ગોએન્કા વ્યાખ્યાન

મહામારી પછી રામનાથ ગોએન્કાનું આ પ્રથમ વ્યાખ્યાન હતુ. ધ ઈન્ડિયન એક્સપ્રેસના સ્થાપક રામનાથ ગોએન્કાના નામ પરથી આ વ્યાખ્યાન તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન અને વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યું હતું.

Web Title: Bill gates speech 5th ramnath goenka memorial lecture creating an equal world the power of innovation

Best of Express