BJP AIADMK Alliance : ભાજપ સાથે AIADMKનું કોઇ ગઠબંધન નથી, લોકસભા ચૂંટણી વખતે જ નિર્ણય લેવાશે : ડી જયકુમાર

BJP AIADMK Alliance : ભાજપને લોકસભા ચૂંટણી 2024 પહેલા દક્ષિણના રાજ્યોમાં મોટો આંચકો લાગ્યો છે. તમિલનાડુના એઆઇએડીએમકના નેતા ડી જયકુમારે ભાજપ સાથે એઆઇએડીએમકેનું કોઇ ગઠબંધન ન હોવાનું જણાવ્યુ છે

BJP AIADMK Alliance : ભાજપને લોકસભા ચૂંટણી 2024 પહેલા દક્ષિણના રાજ્યોમાં મોટો આંચકો લાગ્યો છે. તમિલનાડુના એઆઇએડીએમકના નેતા ડી જયકુમારે ભાજપ સાથે એઆઇએડીએમકેનું કોઇ ગઠબંધન ન હોવાનું જણાવ્યુ છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Narendra Modi | PM modi birthday | Google news | Gujarati news

પીએમ નરેન્દ્ર મોદી. ફોટો-(ઇન્ડિયન એક્સપ્રેસ).

BJP not in alliance with AIADMK, Say D Jayakumar : લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાના ગઠબંધનને ધારદાર બનાવવામાં વ્યસ્ત છે. ભાજપ એનડીએ ગઠબંધનમાં સામેલ પક્ષોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, સોમવારે દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુમાંથી ભાજપ માટે ખરાબ સમાચાર આવ્યા. રાજ્યમાં ભાજપ અને AIADMK વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ડી જયકુમારે કહ્યું છે કે, તેમની પાર્ટી ભાજપ સાથે કોઈ ગઠબંધનમાં નથી.

Advertisment

AIADMK નેતા ડી શિવકુમારે દ્રવિડના દિગ્ગજ નેતા સીએન અન્નાદુરાઈની ટીકા કરવા બદલ તમિલનાડુ બીજેપીના વડા અન્નામલાઈ પર નિશાન સાધ્યું હતું. તેમણે સોમવારે કહ્યું કે તેમની પાર્ટીના કાર્યકર્તા પૂર્વ મુખ્યમંત્રીનું અપમાન સહન નહીં કરે. ડી જયકુમાર આટલેથી જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સાથે કોઈ ગઠબંધન નથી અને આ અંગે કોઈ નિર્ણય ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશે.

તેમણે કહ્યું, "અન્નામલાઈ એઆઈએડીએમકે સાથે ગઠબંધન ઈચ્છતા નથી, જોકે ભાજપના કાર્યકરો આવું ઈચ્છે છે. શું આપણે આપણા નેતાઓની ટીકા સહન કરવી જોઈએ? અમે તમને શા માટે સાથે લઈ જઈએ? ભાજપ અહીં પગ મૂકી શકે નહીં. તમારી વોટ બેંક દરેક માટે છે. હું જાણું છું. તમે અમારા કારણે જાણીતા છે."

તેમણે આગળ કહ્યું, "હવે અમે વધુ સહન કરી શકતા નથી. જ્યાં સુધી ગઠબંધનની વાત છે, તે નથી. ભાજપની સાથે AIADMK નથી. (ગઠબંધનનો) નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લઈ શકાય છે. આ અમારું સ્ટેન્ડ છે." આ સમય દરમિયાન, જ્યારે ડી જયકુમારને પૂછવામાં આવ્યું કે શું આ તેમનો અંગત અભિપ્રાય છે, તો તેમણે જવાબ આપ્યો, "શું મેં ક્યારેય તમારી સાથે તે હેસિયતથી વાત કરી છે? હું પાર્ટી નક્કી કરે છે તે રીતે જ વાત કરું છું."

Advertisment

ભાજપને દક્ષિણના રાજ્યોમાં કેવી રીતે મોટો ફટકો પડશે?

દક્ષિણ ભારતના આ રાજ્યમાં ભાજપનું પ્રદર્શન ક્યારેય સારું રહ્યું નથી. રાજ્યમાં પક્ષ હંમેશા સ્થાનિક પક્ષો પર નિર્ભર રહે છે. અહીં શાસક પક્ષ ડીએમકે કોંગ્રેસ સાથે છે, તેથી જો AIADMK ભાજપ સાથે સંબંધ તોડી નાખે છે તો તે ચોક્કસપણે લોકસભા ચૂંટણી 2024 માટે ખરાબ સમાચાર છે. ભાજપ માટે AIADMKનું મહત્વ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે થોડા સમય પહેલા દેશની રાજધાની નવી દિલ્હીમાં મળેલી NDAની બેઠકમાં AIADMKના મહાસચિવ ઈદાપ્પડી કે પલાનીસ્વામીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બરાબરની બેઠક આપવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી 2024 politics congress ભાજપ PM Narendra Modi